દિલ્હી રામલીલા મહાસંઘની મેકર્સને ચેતવણી: વિશેષ સ્ક્રીનિંગની માંગ: ધાર્મિક લાગણીઓ દુભાય તો દેશવ્યાપી વિરોધની ચીમકી
નિર્દેશક નિતેશ તિવારીની મેગા-બજેટ ફિલ્મ `રામાયણ’ રિલીઝ પહેલાં જ વિવાદોમાં સપડાઈ છે. રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ અને રવિ દુબે અભિનીત આ ફિલ્મનો ટે્રલર સામે આવ્યા બાદ કેટલાક દૃશ્યો અને ખાસ કરીને માતા સીતાના પાત્રમાં સાઈ પલ્લવીની પસંદગીને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ હતી.
હવે દિલ્હીના શ્રી રામલીલા મહાસંઘે ફિલ્મના નિર્માતાઓને સત્તાવાર પત્ર મોકલી ફિલ્મ રિલીઝ પહેલાં તેમના પ્રતિનિધિમંડળ માટે વિશેષ સ્ક્રીનિગ રાખવાની માંગ કરી છે. મહાસંઘનું કહેવું છે કે ભૂતકાળમાં કેટલીક ફિલ્મોમાં સનાતન પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું ખોટું નિરૂપણ થતાં ભારે વિરોધ થયો હતો. તેથી આ ફિલ્મમાં પણ કોઈ વાંધાજનક દૃશ્ય ન હોય તેની ખાતરી કરવી જરૂરી છે.
આ પણ વાંચો: સરકાર ખેડૂતોના ખંભે બંધૂક મુકી વીજ કંપનીને ફાયદો કરાવવા માંગે છે: પરિપત્રનો સખત વિરોધ
મહાસંઘે ચેતવણી આપી છે કે જો તેમની માંગ અવગણવામાં આવશે અને ફિલ્મમાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે તેવું કંઈ જોવા મળશે તો દેશભરના હિદુ સંગઠનો સાથે મળીને સિનેમાઘરો બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
ફિલ્મનો પ્રથમ ભાગ આ વર્ષની દિવાળી અને બીજો ભાગ આગામી વર્ષની દિવાળીએ રિલીઝ થવાનો છે. રિલીઝ પહેલાં ઊભા થયેલા આ વિવાદે મેકર્સની ચિંતા વધારી છે.
