Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગુજરાત ATS એ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા શંકાસ્પદોની કરી અટકાયત

Tue, July 14 2026

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાને હવે માત્ર 2 દિવસ જ બાકી છે. ત્યારે રાજ્યની સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. આ વચ્ચે ગુજરાત ATS એ રથયાત્રા પહેલા મોટી સફળતા મેળવી છે. ATS એ સિદ્ધપુરથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાની શંકાના આધારે 5 શંકાસ્પદોની અટકાયત કરી છે. હાલ તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે.

સિદ્ધપુરમાં ATSનું સર્ચ ઓપરેશન 

રાજ્યની શાંતિ અને સુરક્ષાને ખલેલ પહોંચાડવાના ઈરાદાથી કેટલાક સંગઠનો સક્રિય હોવાની ગુપ્ત માહિતી મળતા ATS એક્શનમાં આવ્યું. તપાસ દરમિયાન સિદ્ધપુર તાલુકાનો આતંકવાદી સંગઠનો સાથે સંબંધ હોવાના પુરાવા મળ્યા. જે બાદ ATS એ સ્થાનિક પોલીસ સાથે મળીને સર્ચ ઓપરેશન હાથ ધરીને 5 શંકાસ્પદોની અટકાયત કરી. વધુમાં બનાસકાંઠામાંથી પણ 2 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલે ફરી શરૂ કરી હવામાનની આગાહી

જૈશ સાથે કનેક્શનની તપાસ 

અટકાયત કરાયેલા 5 શંકાસ્પદોનો સંબંધ જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠન સાથે છે કે અન્ય કોઈ સંગઠન સાથે, તે દિશામાં ATS  દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. તેમના નેટવર્ક, ઇરાદા અને પાછળ કોણ છે તે જાણવા માટે કડક પૂછપરછ ચાલુ છે.

16 જુલાઈએ સમગ્ર રાજ્યમાં રથયાત્રા 

16 જુલાઈના રોજ અમદાવાદ, ભાવનગર, વડોદરા, પાટણ અને રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આવા સંવેદનશીલ તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.

11 દિવસ પહેલા પણ થઈ હતી ધરપકડ 

આ પહેલા પણ 11 દિવસ પહેલા ATS એ મોટી કાર્યવાહી કરી હતી. જેમાં સિદ્ધપુરમાંથી 3, ચીખલીમાંથી 1 અને પાલનપુરમાંથી 3 મળીને કુલ 8 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. સતત મળી રહેલી સફળતાઓથી સ્પષ્ટ છે કે ATS રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરી તાકાતથી કામ કરી રહી છે.

રથયાત્રા જેવા વિશાળ લોકમેળાને સુરક્ષિત બનાવવા માટે ગુજરાત પોલીસ અને ATS દ્વારા સત સર્ચ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. તંત્રનો ઉદ્દેશ એક જ છે કે ભક્તો શાંતિ અને સલામતી સાથે જગન્નાથજીના દર્શન કરી શકે. તપાસ પૂર્ણ થયા બાદ જ શંકાસ્પદોના આતંકી કનેક્શન અંગે વધુ વિગતો સામે આવશે.

Tags:

breakingnewsCounterTerrorismCurrentEventsGujaratATSGujaratNewsIndiaNewsIndianPoliceIndiaSecurityJaishEMohammedLawEnforcementNationalSecuritySecurityForcesTerrorismAwarenessTerrorismNewsTerrorSuspects

Share Article

Other Articles

Next

અંબાલાલ પટેલે ફરી શરૂ કરી હવામાનની આગાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાત ATS એ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા શંકાસ્પદોની કરી અટકાયત
46 મિનિટutes પહેલા
અંબાલાલ પટેલે ફરી શરૂ કરી હવામાનની આગાહી
2 કલાક પહેલા
ગગનયાનના 3 ક્રિટિકલ પરીક્ષણોમાં ISROને મળી ઐતિહાસિક સફળતા
2 કલાક પહેલા
જસદણની આલ્ફા સ્કૂલમાં ચાલતું હતું 697 ડમી વિદ્યાર્થીઓનું નેટવર્ક: 31 શહેરોનો ચાલતો હતો સ્કૂલિંગ સ્કેમ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3263 Posts

Related Posts

શેરબજારમાં મંદીની સુનામી : સેન્સેક્સ અચાનક 1440 પોઈન્ટ તુટ્યો, ;નિફ્ટી શેરોમાં પણ મોટા ગાબડા
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
દાનનું ડબલુ ફર્યુ ને વકીલોને મળ્યા હેલમેટ! રાજકોટ પોલીસે દાતાઓ પાસેથી 1000 હેલમેટ એકઠા કરીને નિઃશુલ્ક વિતરણ કર્યું  
ગુજરાત
11 મહિના પહેલા
લાખો ભક્તોની આસ્થાના પ્રતિક ચોટીલા ડુંગર પર બિરાજતા ચામુંડા માતાજી
રાજકોટ
3 વર્ષ પહેલા
કયા ભજનિક કોંગ્રેસમાં જોડાઈ જશે ? કોણે નારાજ કર્યા ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર