સ્ટેમ્પ ડયુટીની ચોરી કરવી પડી ભારે : રાજકોટના બિલ્ડરને ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ, બિલ્ડર લોબીમાં ફફડાટ
રાજકોટ શહેર અને જિલ્લામાં સ્ટેમ્પડયુટીની ચોરી કરવા માટે હકીકતમાં ઈમારતો ઉભી હોવા છતાં પણ જમીન દર્શાવી દસ્તાવેજ નોંધણી કરાવવામાં આવતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેવામાં નાયબ કલેકટર સ્ટેમ્પ મૂલ્યાંકન કચેરી રાજકોટ શહેર દ્વારા રાજકોટના કેનાલ રોડ ઉપર મિલ્કત ખરીદના આવા જ એક કિસ્સામાં અધધધ કહી શકાય તેવી સ્ટેમ્પડયુટીની ચોરી પકડી પાડી બિલ્ડરને 3.37 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આટલો મોટો દંડ ફટકારવામાં આવતા રાજકોટના બીલ્ડરોમાં પણ સોપો પડી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના કેનાલ રોડ ઉપર આવેલ જૂની કાપડમીલ બિલ્ડીંગ મોટાગજાના બિલ્ડરે ખરીદ કર્યા બાદ અહીં ગોલ્ડન માર્કેટ વિકસાવવા પ્રોજેક્ટ ઘડી કાઢવામાં આવ્યો હતો પરંતુ આ પ્રોજેક્ટના બાળ મારણ બાદ વર્ષ 2023માં અમદાવાદની નીવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢીએ રાજકોટના વોર્ડ નંબર-9માં આવેલ સીટી સર્વે નંબર 1868ની કુલ 35,048 પૈકી જમીનમાંથી 12,459 ચોરસ મીટર જમીન ખરીદી કરી વેચાણ દસ્તાવેજ નંબર 3520 તા. 15-4-૨૩ના રોજ રજીસ્ટર કરાવ્યો હતો. જો કે, શંકાના દાયરામાં રહેલ આ દસ્તાવેજ અંગે નાયબ કલેકટર સ્ટેમ્પ મૂલ્યાંકન કચેરી રાજકોટ શહેર દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્લી જમીન તરીકે નોંધણી થયેલ આ દસ્તાવેજમાં વર્ણન થયેલી મિલ્કત ખુલ્લી જમીન નહીં પરંતુ પાંચ માળનું બિલ્ડીંગ હોવાનું સામે આવ્યું હતું.
વધુમાં રાજકોટ સ્ટેમ્પ ડયુટી નાયબ કલેકટર દ્વારા સ્ટેમ્પડયુટી ચોરીના આ કિસ્સામાં તેમની ટીમ મારફતે તપાસ કરી વેલ્યુઝોન મુજબ આકરણી કરતા દંસ્તેવેજમાં દર્શાવવામાં આવેલ વેચાણ કિંમત 21,70,38, 820 દર્શાવવામાં આવી હોવાનું અને જેની સામે મિલ્કતની કિંમત હકીકતમાં 40 કરોડથી વધુ હોવાનું જણાતા દસ્તાવેજમાં વાપરવામાં આવેલ રૂ. 1,48,04,600 બાદ કરતા 48,26,236 રૂપિયા ઓછી સ્ટેમ્પ ડયુટી વાપરવામાં આવી હોવાનું સ્પષ્ટ બન્યું હતું. હતું.
આ ચકચારી સ્ટેમ્પડયુટી ચોરીના કિસ્સ કિસ્સામાં નાયબ કલેકટર દ્વારા આસી.રાજકોટ મહાનગર પાલિકાના ટાઉનપ્લાનર વાનર દ્વારા ઉપરોક્ત બિલ્ડિગનો મંજુર કરેલ પ્લાન સહિતના પુરાવા ધ્યાને લઈ સ્ટેમ્પડયુટીની ચોરી બદલ સ્ટેમ્પડયુટી અધિનિયમની અલગ અલગ કલમ મુજબ નીવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદને કુલ રૂપિયા 3, 37,83,652 અંકે રૂપિયા ત્રણ કરોડ સાડત્રીસ લાખ ત્યાસી હજાર છસ્સો બાવન રૂપિયા દંડ ફટકારતો હુકમ કર્યો છે.