PM મોદીનું લોકસભામાં સંબોધન આજે પાછું ઠેલાયું: રાહુલ ગાંધીએ કહ્યું, તેઓ ડરેલા છે, મેં પહેલા જ કહ્યું હતું, તેઓ સંસદમાં નહીં આવે
સંસદના બજેટ સત્રમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે વાકયુદ્ધ ચાલુ છે. બંને એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. પૂર્વ સેના પ્રમુખ નરવણેના પુસ્તક પર સંગ્રામ ચાલુ જ રહ્યો છે બુધવારે ફરી લોકસભામાં અભૂતપૂર્વ ધમાલ થઈ હતી. તેને પગલે વડાપ્રધાન મોદીનું સંબોધન પણ પાછું ઠેલાઈ ગયું હતું. અને સંસદમાં ખરાખરીના ખેલ થઈ રહ્યા છે. રાહુલ ગાંધી સરકાર દ્વારા ચીની ઘૂસણખોરી વિશે વાત કરી રહ્યા છે. તેના જવાબમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબે પણ ગૃહમાં એક પુસ્તક લાવ્યા હતા જેમાં નહેરુ અને ઇન્દિરા ગાંધી વિષે વાંધાજનક ઉલ્લેખ હતો.
ત્યારબાદ યુદ્ધનો તબક્કો ધોધમાર સ્વરૂપ ધારણ કરી ગયો. આ બધા વચ્ચે, સાંજે 5 વાગ્યે પીએમ મોદીનું ભાષણ હતું, પાછળ ઠેલાયું હતું. દિવસભરના હંગામા બાદ ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી મુલતવી રાખવામાં આવી હતી. એ જ રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સિખના અપમાનના મુદ્દે નવો સંઘર્ષ પણ શરૂ થઈ ગયો હતો.
વડાપ્રધાન આગઉથી નિર્ધારિત એજન્ડા મુજબ બુધવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપવાના હતા પણ એમનું સંબોધન પણ રદ કરવું પડ્યું હતું,. સંસદની અંદર અને બહાર ભારે ધમાલ ચાલુ રહી હતી.
આ પહેલા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદ ભવનમાં મોદીને મળ્યા હતા. આ મુલાકાત લોકસભામાં પીએમના પ્રસ્તાવિત ભાષણ પહેલા ચર્ચા પણ થઈ હતી. આ સાથે શાહે સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી. નિશિકાંત દુબે પણ તેમાં પહોંચ્યા હતા. આ બધા વચ્ચે ગૃહમાં આખો દિવસ હંગામો ચાલુ રહ્યો. જો કેરાજ્યસભામાં કાર્યવાહી ચાલુ જ રહી હતી.
આ પણ વાંચો :સોરી પપ્પા…કોરિયન ગેમિંગની લતે લીધો 3 બહેનોનો જીવ: ગાઝિયાબાદમાં 9માં માળેથી કૂદી કર્યો આપ*ઘાત, હૃદયદ્રાવક સુસા*ઇડ નોટ આવી સામે
નિશિકાંતના નિવેદનથી યુદ્ધ વધુ તીવ્ર બન્યું
ભાજપના સાંસદ નિશિકાંત દુબેનું લોકસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે ગૃહમાં ગાંધી પરિવાર પર લખાયેલા પુસ્તકોનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં વાંધાજનક બાબતો પણ છે. દુબેના નિવેદનથી ગૃહમાં હોબાળો થયો હતો, ત્યારબાદ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ વિપક્ષી સાંસદો સ્પીકરના ચેમ્બરમાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે રાહુલને પુસ્તક પર બોલવાની મંજૂરી નહોતી, તો તેમણે ભાજપના સાંસદને બોલવાની મંજૂરી કેમ આપી?
સિખોના અપમાનનો કોંગ્રેસ પર આરોપ: ભાજપના મંત્રીઓ, નેતાઓનું વિરોધ પ્રદર્શન
દરમિયાનમાં આ લડાઈ સંસદના દ્વારથી બહાર નીકળી સડકો પર આવી ગઈ હતી. રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રીને ગદ્દાર કહેતા ભાજપ દ્વારા કોંગ્રેસ પર શાબ્દિક હૂમલા શરૂ થયા હતા. ભાજપના મંત્રીઓ અને સાંસદોએ કોંગ્રેસની કચેરી સામે રાહુલ વિરુધ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સીખોનું અપમાન કર્યાનો આરોપ મૂક્યો હતો. આ તકે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. પોલીસે બધાની અટકાયત કરી હતી. આ લડાઈને હવે નવો ટર્ન લાગી ગયો છે.
