Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મોટી યાંત્રિક રાઇડના સંચાલકોએ હરાજીમાં રિંગ કરી છતાં રૂા.૧.૪૦ કરોડ ઉપજ્યા

Thu, August 6 2026

૩૪ પ્લોટની હરાજીમાં અપસેટ પ્રાઇજથી ૧૫ હજારથી ૩૦ હજાર મળ્યા

રાજકોટના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે યોજાનાર લોકમેળાની ચાલી રહેલી તડામાર તૈયારીમાં આજે દક્ષિણ મામલતદાર કચેરી ખાતે મોટી યાંત્રિક રાઈડના ૩૪ પ્લોટ માટેની હરાજી રાખવામાં આવી હતી. જો કે અગાઉ જાહેર કરેલા સમય કરતા સવા કલાક મોડી હરાજી શરૂ થઈ હતી જેમાં યાંત્રિક રાઈડના સંચલાકોએ અંદરો અંદર ગોઠવણ કરી લેતા અપસેટ પ્રાઈઝ કરતા ૧૫ હજારથી લઈને ૩૦,૦૦૦ની વધુ આવક થઈ છે. યાંત્રિક રાઈડના ૩૪ પ્લોટની હરાજીમાંથી લોકમેળા સમિતિને ૧,૪૦,૨૫૦,૦૦૦ જેવી રકમ ઉપજી હતી. જ્યારે આજે આઈસ્ક્રીમના ૧૭ ચોગઠાની હરાજી થશે.

રાજકોટમાં દર વર્ષે સાતમ-આઠમના તહેવાર નિમિત્તે યોજાતા ભાતીગળ લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી દર વર્ષે લાખો લોકો ઉમટી પડે છે. આ લોકમેળાનું આયોજન કલેક્ટર દ્વારા નિમાયેલી લોકમેળા સમિતિ દ્વારા કરવામાં આવે છે.

આ પણ વાંચો: NEET – UG માટે JEE માફક બે તબક્કાની પરીક્ષા પર વિચારણા

લોકમેળામાં ૨૨૮ પ્લોટ ફાળવવામાં આવ્યા છે જેની સામે ૫૩૪ અરજી આવી છે. રમકડા, નાના ખાણીપીણીના સ્ટોલ, નાની ચકરડી અને મધ્યમ ચકરડીના પ્લોટનો ડ્રો સોમવારે રાખવામાં આવ્યો હતો. જ્યારે મંગળવારે ખાણીપીણીના કોર્નરના ૪૦ પ્લોટની હરાજી થઈ હતી જેમાં તંત્રને સારી એવી આવક થઈ હતી.

જ્યારે આજે દક્ષિણ મામલતદાર કચેરી ખાતે લોકમેળા સમિતિના અધ્યક્ષ અજય ઝાપડાની આગેવાની હેઠળ મોટી યાંત્રિક રાઈડના ૩૪ પ્લોટની હરાજી રાખવામાં આવી હતી જેમં ઈ-કેટેગરી માટે ૩,૩૦,૦૦૦ અને એફ-કેટેગરી માટે ૨,૨૫,૦૦૦, જી-કેટેગરી માટે ૪,૩૦,૦૦૦ અને એચ-કેટેગરી માટે ૪,૧૦,૦૦૦ અપસેટ પ્રાઈઝ રાખવામાં આવી હતી.

હરાજીનો સમય સવારે ૧૧ કલાકે રખાયો હતો પરંતુ યાંત્રિક રાઈડના સંચાલકો સવા કલાક મોડા આવ્યા બાદ હરાજી શરૂ કરવામાં આવી હતી જેમાં અગાઉથી જ વાતચીત કરી નક્કી કરીને આવેલા યાંત્રિક રાઈડના સંચાલકોએ અપસેટ પ્રાઈઝ કરતા ૧૫ હજારથી ૩૦,૦૦૦ સુધીની ઉંચી બોલી લગાવીને અટકી ગયા હતા.

આમ છતાં લોકમેળા સમિતિને ૩૪ પ્લોટ માટે ૧,૪૦,૨૫,૦૦૦ની જંગી આવક થઈ છે. જ્યારે આજે આઈસ્ક્રીમના ૧૭ ચોગઠા સામે ૨૨ અરજી આવેલ હોય તેમાં ખરાખરીનો જંગ જોવા મળશે તેમ જાણવા મળેલ છે.

મોટી યાંત્રિક રાઇડ સાથે નાની ચકરડી મુકવા માટે સંચાલકોની માંગ

લોકમેળા યાંત્રિક રાઈડના મોટા પ્લોટમાં મોટી યાંત્રિક રાઈડની બાજુમાં નાની ચકરડીઓ મુકવા માટે મંજૂરી આપવા લોકમેળા સમિતિના અધ્યક્ષ સમક્ષ યાંત્રિક રાઈડના સંચાલકોએ રજૂઆત કરી હતી જેમાં મોટા પ્લોટમાં ઘણી જગ્યા વધતી હોય એક જ ભાવમાં બીજી નાની ચકરડી પણ મુકવા દેવા માટે રજૂઆત કરી હતી પરંતુ અધ્યક્ષ અજય ઝાપડાએ આ તકે સંચાલકોની માંગ ફગાવી દીધી હતી. જ્યારે પાથરણાવાળાઓને મેળામાંથી બહાર કાઢવાની રજૂઆત માન્ય રાખી આ બાબતે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી હતી.

Tags:

AmusementParkAuctionSuccessBusinessSuccessEntertainmentIndustryentrepreneurshipFunFairMechanicalEngineeringMechanicalRideProfitMarginRideAuctionRideInvestmentRideOperatorsRs140CroreThemeParkThrillRide

Share Article

Other Articles

Next

NEET – UG માટે JEE માફક બે તબક્કાની પરીક્ષા પર વિચારણા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
મોટી યાંત્રિક રાઇડના સંચાલકોએ હરાજીમાં રિંગ કરી છતાં રૂા.૧.૪૦ કરોડ ઉપજ્યા
55 મિનિટutes પહેલા
NEET – UG માટે JEE માફક બે તબક્કાની પરીક્ષા પર વિચારણા
56 મિનિટutes પહેલા
ભારતનું FCRA સુધારા બિલ એટલે ચર્ચ ઉપર હુમલો: અમેરિકી સાંસદનો આક્ષેપ
58 મિનિટutes પહેલા
મ્યાનમાર સાથે જમીનની અદલાબદલીની ચર્ચા: કેન્દ્ર સરકારે કહ્યું ,” વિચારણા ચાલુ”
59 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3407 Posts

Related Posts

ભારત-પાકિસ્તાન 13મી વખત ફાઈનલમાં ટકરાશે : ચેમ્પિયન્સ ટ્રોફીની હારનો બદલો લેવા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ મેદાનમાં ઉતરશે
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોણ ઉપસ્થિત રહેશે, જુઓ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
રાજકોટમાં ચંદ્રયાન સાથે બનાવવામાં આવી ગણેશની મૂર્તિ જુઓ વિડિયો
રાજકોટ
3 વર્ષ પહેલા
રશિયામાં 8.8 ની તીવ્રતાનો ભૂકંપ : અનેક દેશોમાં સુનામીની ચેતવણી, લાખો લોકોનું સ્થળાંતર,જાપાનમાં પરમાણુ મથક બંધ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર