Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ભારતનું FCRA સુધારા બિલ એટલે ચર્ચ ઉપર હુમલો: અમેરિકી સાંસદનો આક્ષેપ

Thu, August 6 2026

વિદેશી ફંડના નિયમન માટે લાવવામાં આવેલા વિદેશી ફાળો (નિયમન) સુધારા બિલ-2026 (FCRA Amendment Bill)ને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ થઈ છે. અમેરિકાના સાંસદ રિલી મૂરે બિલની ટીકા કરી તેને ખ્રિસ્તી સંસ્થાઓ સામેનો હુમલો ગણાવ્યો છે. તેમણે દાવો કર્યો કે પ્રસ્તાવિત સુધારાઓથી સરકારને ચર્ચો અને ધાર્મિક ચેરિટેબલ સંસ્થાઓના સંચાલન પર નિયંત્રણ મેળવવાની સત્તા મળી શકે છે. તેમણે ચેતવણી આપી હતી કે જો બિલ હાલના સ્વરૂપમાં પસાર થશે તો તે ભારત-અમેરિકા દ્વિપક્ષીય સંબંધોમાં પણ ચિંતાનો વિષય બની શકે છે.

પ્રસ્તાવિત સુધારા મુજબ, જે સંસ્થાઓની FCRA નોંધણી રદ થશે, સ્વૈચ્છિક રીતે સમર્પિત કરવામાં આવશે અથવા સમયસર તેનું નવીનીકરણ નહીં થાય, તેવી સંસ્થાઓના વિદેશી ફંડ અને તેનાથી સર્જાયેલી સંપત્તિનું સંચાલન સરકાર દ્વારા નિયુક્ત ડિઝાઇનેટેડ ઓથોરિટી સંભાળી શકશે. ઉપરાંત છેલ્લા બે નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 10 લાખથી ઓછા વિદેશી ફંડનો ઉપયોગ કરનારી સંસ્થાઓને નોંધણીના નવીનીકરણમાં મુશ્કેલી પડી શકે છે. વિદેશી ફંડના ટ્રાન્સફર, ઉપયોગની સમયમર્યાદા અને પ્રોજેક્ટ, વેબસાઇટ તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માહિતી જાહેર કરવાની જોગવાઈઓ પણ વધુ કડક બનાવવાનો પ્રસ્તાવ છે.

બીજી તરફ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે બિલનો હેતુ વિદેશી ફંડના ઉપયોગમાં વધુ પારદર્શિતા, અસરકારક દેખરેખ અને જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન બિલને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો: મ્યાનમાર સાથે જમીનની અદલાબદલીની ચર્ચા: કેન્દ્ર સરકારે કહ્યું ,” વિચારણા ચાલુ”

શું છે આ કાયદો?

FCRA (Foreign Contribution Regulation Act) એવો કાયદો છે જે હેઠળ એનજીઓ, ટ્રસ્ટ, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ સહિત વિવિધ સંગઠનોને વિદેશમાંથી મળતા દાન અને તેના ઉપયોગનું નિયમન કરવામાં આવે છે. હાલ સંસ્થાઓએ ગૃહ મંત્રાલય પાસેથી નોંધણી કરાવી દર પાંચ વર્ષે તેનું નવીનીકરણ કરાવવું પડે છે. નવા સુધારા મુજબ કેન્દ્ર સરકાર નિયુક્ત કરેલી ડિઝાઇનેટેડ ઓથોરિટીને નોંધણી રદ, સમર્પણ અથવા નવીનીકરણ ન થાય તેવી સ્થિતિમાં વિદેશી ફંડ અને તેનાથી ઉભી કરાયેલી સંપત્તિના સંચાલનની સત્તા મળશે. ઉપરાંત ઓછા વિદેશી ફંડનો ઉપયોગ કરતી સંસ્થાઓ માટે નવીનીકરણના નિયમો વધુ કડક બનાવવાની તથા માહિતી જાહેર કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

શા માટે થયો છે વિવાદ?

વિવાદનું મુખ્ય કારણ ડિઝાઇનેટેડ ઓથોરિટીને આપવામાં આવતી વિશાળ સત્તાઓ છે. વિપક્ષી પક્ષો, અનેક એનજીઓ અને નાગરિક સંસ્થાઓનું કહેવું છે કે આ જોગવાઈથી સરકાર વિદેશી સહાય પર આધારિત સંસ્થાઓ પર સીધું નિયંત્રણ સ્થાપી શકશે. ખાસ કરીને ચર્ચો, શાળાઓ, હોસ્પિટલો અને સામાજિક સેવા સંસ્થાઓને ભય છે કે નોંધણી રદ થાય તો વર્ષો દરમિયાન વિદેશી દાનથી ઉભી કરાયેલી તેમની સંપત્તિ પણ સરકારી નિયંત્રણ હેઠળ જઈ શકે છે. ખાસ કરીને કેરળની અનેક ખ્રિસ્તી સંસ્થાઓએ આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, જ્યારે કેન્દ્ર સરકારનો દાવો છે કે સુધારાઓનો હેતુ માત્ર પારદર્શિતા અને જવાબદારી વધારવાનો છે.

Tags:

ChurchInIndiaChurchRightsFCRAFCRAAmendmentFreedomOfReligionGlobalPoliticsHumanRightsIndiaChurchIndiaPoliticsIndiaUSRelationsPoliticalDebateReligiousFreedomReligiousLibertySocialJusticeUSMP

Share Article

Other Articles

Previous

NEET – UG માટે JEE માફક બે તબક્કાની પરીક્ષા પર વિચારણા

Next

મ્યાનમાર સાથે જમીનની અદલાબદલીની ચર્ચા: કેન્દ્ર સરકારે કહ્યું ,” વિચારણા ચાલુ”

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
મોટી યાંત્રિક રાઇડના સંચાલકોએ હરાજીમાં રિંગ કરી છતાં રૂા.૧.૪૦ કરોડ ઉપજ્યા
34 મિનિટutes પહેલા
NEET – UG માટે JEE માફક બે તબક્કાની પરીક્ષા પર વિચારણા
36 મિનિટutes પહેલા
ભારતનું FCRA સુધારા બિલ એટલે ચર્ચ ઉપર હુમલો: અમેરિકી સાંસદનો આક્ષેપ
37 મિનિટutes પહેલા
મ્યાનમાર સાથે જમીનની અદલાબદલીની ચર્ચા: કેન્દ્ર સરકારે કહ્યું ,” વિચારણા ચાલુ”
39 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3407 Posts

Related Posts

રાજકોટનો ટ્રાફિક શું કામ ‘સમસ્યા’ સર્જે છે ? વોઈસ ઓફ ડે દેખાડશે અરીસો
રાજકોટ
3 વર્ષ પહેલા
રાજકોટ ઇન્કમટેક્સની ડિફોલ્ટર સામે લાલ આંખ: 17 કરોડનો ટેક્સ ન ચૂકવતા ફ્લેટ ટાંચમાં,કરોડોનો ટેક્સ વસૂલવા રિકવરી વિભાગનું એક્શન
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
જલારામ બાપાની 226મી જન્મજયંતિ ઉજવણી : વિરપુરમાં ગુંજ્યો જય જલિયાણનો જયનાદ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
ગુજરાત
9 મહિના પહેલા
ભારતના પગલાઓથી ફફડી ઊઠેલા પાકિસ્તાનમાં ભારે ગભરાટ, વડાપ્રધાન શાહબાઝે આવતીકાલે સાંજે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર