વડાપ્રધાન મોદીના આ નિવેદન બાદ પાકિસ્તાનને મરચાં લાગ્યા, કહ્યુ મોદીનું નિવેદન નફરત ફેલાવે તેવું છે!
સોમવારે ભુજની જાહેરસભામાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કેટલાક મુદ્દા ઉપસ્થિત કર્યા હતા તેની સામે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે નરેન્દ્ર મોદીનું નિવેદન નફરત ફેલાવે તેવું છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારત સામે આંખ ઉંચી કરનારા લોકોને કોઈ કિમતે છોડવામાં નહી આવે. પાકિસ્તાનીઓ, તમે શાંતિથી જીવો, અને રોટલાં ખાવ…નહીતર મારી ગોળી તો છે જ.
નરેન્દ્ર મોદીના આ નિવેદનથી પાકિસ્તાનને મરચા લાગ્યા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન નફરત ફેલાવે તેવું છે. એટલું જ નહી પણ ક્ષેત્રિય શાંતિ ઉપર જોખમ ઉભું કરે તેવું છે. એક પરમાણુ શક્તિવાળા દેશના નેતાએ આવું નિવેદન ન આપવું જોઈએ. અમે શાંતિ ઈચ્છીએ છીએ પરંતુ જો અમને લાગશે કે અમારા ઉપર જોખમ છે. તો અમે જવાબ આપવામાં પાછીપાની નહી કરીએ.