અમદાવાદ: નરોડા GIDCમાં કંપનીના રિએક્ટર વેસલમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, અફરાતફરી
અમદાવાદના નરોડા GIDC વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીના રિએક્ટર વેસલમાં અચાનક જોરદાર બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે કંપની પરિસરમાંથી ધુમાડાના કાળા ગોટેગોટા આકાશમાં ઉડતા દેખાયા હતા, જેને પગલે આજુબાજુના વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટેની કવાયત હાથ ધરી હતી.
