Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

પુતિને ભારતને આપી સૌથી શક્તિશાળી ઓફર, ચીન-પાક. સહિત અમેરિકાની ચિંતા વધી

Fri, June 5 2026

ભારતીય વાયુસેનાની સૈન્ય શક્તિને આગામી સમયમાં નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે તેવા એક ખૂબ જ મોટા સમાચાર વૈશ્વિક સંરક્ષણ ક્ષેત્રેથી સામે આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ભારત માટે પોતાના સંરક્ષણ વિજ્ઞાનના સૌથી પ્રીમિયર અને ગુપ્ત ગણાતા ફિફ્થ જનરેશન (પાંચમી પેઢી)ના સુખોઈ Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટના દરવાજા ખોલી દીધા છે. પુતિનની આ ધમાકેદાર ઓફરથી ચીન અને પાકિસ્તાનના લશ્કરી કેમ્પમાં ફફડાટ ફેલાયો છે, તો બીજી તરફ વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની ચિંતામાં પણ વધારો થયો છે.

માત્ર વિમાન નહીં, ટેક્નોલોજી આપવા પણ રશિયા તૈયાર

આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીઓ સાથેની ખાસ વાતચીતમાં રાષ્ટ્રપતિ પુતિને સત્તાવાર જાહેરાત કરી છે કે રશિયા ભારતમાં સંયુક્ત રીતે આ અત્યાધુનિક સ્ટીલ્થ ફાઇટર જેટ વિકસાવવા અને તેનું સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવા માટે સંપૂર્ણ ઉત્સુક છે.

પુતિને ભારપૂર્વક જણાવ્યું હતું કે: “અમે ભારતને આ અત્યાધુનિક એરક્રાફ્ટ સપ્લાય કરવા અને તેને સતત અપગ્રેડ કરવા માટે તૈયાર છીએ. અમારી તરફથી ટેક્નોલોજી શેરિંગમાં કોઈ પણ અડચણ નથી. આ જ નીતિ અમારી એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ્સને પણ લાગુ પડે છે.”

આ પણ વાંચો: રસ્તે પડ્યા રહેતા વાહનો પાસેથી પાર્કિંગ ફી વસૂલવા વિચારણા

શા માટે ભારત માટે આ ઓફર સંજીવની સમાન?

વર્તમાન સમયમાં ભારતીય વાયુસેનાના ભાથામાં એક પણ પાંચમી પેઢીનું (5th-Generation) સ્ટીલ્થ વિમાન નથી. બીજી તરફ, પાકિસ્તાન પોતાની સૈન્ય તાકાત વધારવા ચીન પાસેથી ઘાતક શેનયાંગ J-35AE સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદવાની ફિરાકમાં છે. ભારતનું પોતાનું સ્વદેશી ફિફ્થ જનરેશન જેટ (AMCA) અત્યારે રિસર્ચ હેઠળ છે, પરંતુ તેને સેનામાં સામેલ થતાં વર્ષ ૨૦૩૦ના દાયકાના મધ્ય સુધીનો સમય લાગી શકે તેમ છે. આ કપરા સમયમાં વાયુસેનાના પાવર ગેપને પૂરવા માટે રશિયાની આ ઓફર ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

૨૦૧૮નો અધૂરો ઈતિહાસ અને ભારતની પીછેહઠ

પુતિને જૂની યાદો તાજી કરતા કહ્યું કે, વર્ષ ૨૦૧૮ની આસપાસ પણ બંને દેશો વચ્ચે ‘ફિફ્થ જનરેશન ફાઇટર એરક્રાફ્ટ’ (FGFA) પ્રોજેક્ટ હેઠળ આ વિમાન સંયુક્ત રીતે બનાવવાની ચર્ચા થઈ હતી. જોકે, તે સમયે ભારતીય વાયુસેના આ વિમાનની સ્ટીલ્થ (રડારથી બચવાની) ક્ષમતા અને રશિયા તરફથી થનારા ટેક્નોલોજી ટ્રાન્સફરની શરતોથી સંતુષ્ટ ન હોવાથી ભારતે આ પ્રોજેક્ટમાંથી બ્રેક લીધો હતો. પરંતુ હવે રશિયા ભારતના તમામ પ્રશ્નો ઉકેલીને નવી શરૂઆત કરવા તૈયાર થયું છે.

મોસ્કો વિરૂદ્ધ વોશિંગ્ટન: હવે ભારત કોની પસંદગી કરશે?

તાજેતરમાં પશ્ચિમ એશિયા અને ઈરાનના સંઘર્ષોએ સાબિત કરી દીધું છે કે ભવિષ્યના યુદ્ધોમાં રડારની નજરમાં આવ્યા વિના દુશ્મન પર ત્રાટકતી સ્ટીલ્થ ટેક્નોલોજી જ વિજય નક્કી કરશે. આ રેસમાં અમેરિકા પણ ભારતને પોતાના પાલખામાં લેવા મથી રહ્યું છે.

ટ્રમ્પની F-35 ઓફર: ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને અમેરિકાનું સૌથી ઘાતક F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ આપવાની દરખાસ્ત મૂકી હતી.

વ્યૂહાત્મક દ્વિધા: હવે ભારત અમેરિકાના F-35 સાથે આગળ વધશે કે પોતાના જૂના અને ભરોસાપાત્ર મિત્ર રશિયાના Su-57 પ્રોજેક્ટમાં પુનઃ જોડાશે, તેના પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે. રશિયાની આ આક્રમક ઓફરે વૈશ્વિક હથિયારોના બજારમાં મોટો હલચલ મચાવી દીધી છે.

Tags:

AsianPowersAsiaRussiaRelationsChinaPakistanDefencePartnershipDiplomacyForeignPolicyGeopoliticsGlobalPoliticsINDIAInternationalRelationsMilitaryStrengthPowerfulOfferputinRussiaIndiaSecurityConcernsStrategicAllianceTradeDealsUSConcern

Share Article

Other Articles

Previous

અમદાવાદ: નરોડા GIDCમાં કંપનીના રિએક્ટર વેસલમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, અફરાતફરી

Next

રસ્તે પડ્યા રહેતા વાહનો પાસેથી પાર્કિંગ ફી વસૂલવા વિચારણા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
અમદાવાદ: નરોડા GIDCમાં કંપનીના રિએક્ટર વેસલમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, અફરાતફરી
43 મિનિટutes પહેલા
પુતિને ભારતને આપી સૌથી શક્તિશાળી ઓફર, ચીન-પાક. સહિત અમેરિકાની ચિંતા વધી
1 કલાક પહેલા
રસ્તે પડ્યા રહેતા વાહનો પાસેથી પાર્કિંગ ફી વસૂલવા વિચારણા
2 કલાક પહેલા
તાનિયા માણેકની `સુવર્ણ’ સિધ્ધિ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3045 Posts

Related Posts

રાજકોટનાં નાના મવાનાં 8 જેટલાં મિલ્કતધારકોનાં દસ્તાવેજોની તપાસ: રિપોર્ટ તૈયાર, 5 વર્ષનાં મિલકતોના દસ્તાવેજો ચકાસ્યા
ગુજરાત
10 મહિના પહેલા
રાજકોટના જંગલેશ્વરમાં 800 મકાન તૂટવાનું ‘ફાઇનલ’: નોટિસ ફટકાર્યા બાદ હવે તંત્રએ દબાણકર્તાઓને કોર્ટમાં જવાનો રસ્તો પણ કર્યો બંધ
ક્રાઇમ
5 મહિના પહેલા
રાજકોટમાં હાર્ટ એટેકનો કાળમુખો પંજો: IOC ઓફિસર અને મહાપાલિકાના મહિલા સફાઇકર્મી સહિત ચારના મોત
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર