દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ રચ્યો ઇતિહાસ : પ્રથમ વખત 90 મીટરથી દૂર ફેંક્યો ભાલો, વડાપ્રધાને કર્યા વખાણ
નીરજ ચોપરાએ જેને આપણે સૌ ગોલ્ડન બોય તરીકે ઓળખીએ છે. જવેલીન થ્રોની ગેમમાં પોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપનાર નીરજ ચોપરાએ આજે સમગ્ર વિશ્વ ઓળખે છે ત્યારે હવે ગોલ્ડન બોયએ વધુ એક સિધ્ધી હાંસલ કરી છે. નીરજ ચોપરાએ શુક્રવારે (16 મે) દોહા ડાયમંડ લીગ 2025માં પ્રવેશ કર્યો. દોહા ડાયમંડ લીગમાં નીરજે પુરુષોની જવેલીન થ્રોની સ્પર્ધામાં બીજું સ્થાન મેળવ્યું. નીરજે ત્રીજા પ્રયાસમાં 90.23 મીટરનો શ્રેષ્ઠ થ્રો કર્યો. જર્મનીના જુલિયન વેબર 91.06મીટરના થ્રો સાથે પ્રથમ સ્થાને રહ્યા. વેબરે છઠ્ઠા પ્રયાસમાં આ થ્રો કર્યો. નીરજ ઉપરાંત, તેના દેશબંધુ કિશોર જેના, જેમણે પુરુષોની જવેલીન થ્રોની સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો, તે આઠમા સ્થાને રહ્યો હતો.
Massive throw. NATIONAL RECORD
— Athletics Federation of India (@afiindia) May 16, 2025
90.23m#DohaDL @Neeraj_chopra1 pic.twitter.com/xskI1wGM41
પીએમ મોદીએ નીરજને અભિનંદન પાઠવ્યા
પીએમ મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું, ‘ભારત ખુશ અને ગર્વિત છે.’ પીએમએ લખ્યું, ‘મહાન સિદ્ધિ!’ દોહા ડાયમંડ લીગ 2025 માં 90 મીટરનો આંકડો પાર કરવા અને પોતાનો વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો હાંસલ કરવા બદલ નીરજ ચોપરાને અભિનંદન. આ તેમના અવિરત સમર્પણ, શિસ્ત અને જુસ્સાનું પરિણામ છે.
નીરજે પહેલી વાર 90 મીટરનો બૈરીયર પાર કર્યો
દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપરાનો પહેલો પ્રયાસ ઉત્તમ રહ્યો અને તેણે ૮૮.૪૪ મીટર ફેંક્યો. જ્યારે નીરજનો બીજો પ્રયાસ ફાઉલ હતો. નીરજનો ત્રીજો પ્રયાસ 90.23 મીટરનો હતો. નીરજે પોતાના કરિયરમાં પહેલી વાર 90 મીટરનો બૈરીયર પાર કર્યો. જો આપણે જોઈએ તો, આ પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય ખેલાડીએ 90 મીટરની ઇનિંગ રમી છે. એટલે કે નીરજે ભાલા ફેંકમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો.

દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપરાનું પ્રદર્શન
પહેલો પ્રયાસ- 88.44 મી.
બીજો પ્રયાસ – ફાઉલ
ત્રીજો પ્રયાસ- 90.23મી.
ચોથો પ્રયાસ- 80.56 મીટર
પાંચમો પ્રયાસ – ફાઉલ
છઠ્ઠો પ્રયાસ- 88.20 મીટર
દોહા ડાયમંડ લીગમાં ટીન જેનાનું પ્રદર્શન
પહેલો પ્રયાસ- 68.07મી.
બીજો પ્રયાસ- 78.60મી.
ત્રીજો પ્રયાસ – ફાઉલ
ચોથો પ્રયાસ- 74.80 મી.
પાંચમો પ્રયાસ- 77.28મી.
છઠ્ઠો પ્રયાસ- NA
દોહા ડાયમંડ લીગમાં તમામ 11 ખેલાડીઓના શ્રેષ્ઠ થ્રો-
1. જુલિયન વેબર (જર્મની)- 91.06મી
2. નીરજ ચોપરા (ભારત)- 90.23 મી
3. એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા)- 85.64મી
4. કેશોર્ન વોલકોટ (ત્રિનિદાદ અને ટોબેગો)- 84.65 મી.
5. મોહમ્મદ હુસૈન અહેમદ સમેહ (ઇજિપ્ત)- 80.95મી.
6. ઓલિવર હેલેન્ડર (ફિનલેન્ડ)- 79.61 મી
7. જેકુબ વાડલેચ (ચેક રિપબ્લિક)- 79.06 મીટર
8. કિશોર જેના (ભારત)- 78.60 મી.
9. જુલિયસ યેગો (કેન્યા)- 78.52 મી
10. રોડરિક જી. ડીન (જાપાન) – 76.49 મી.
૧૧. મેક્સ ડેહનિંગ (જર્મની)- 74.00 મી.
તમને જણાવી દઈએ કે ડાયમંડ લીગના એક તબક્કામાં પ્રથમ સ્થાન મેળવવા બદલ ખેલાડીને 8 પોઈન્ટ મળે છે. જ્યારે બીજા સ્થાન મેળવવા માટે 7 પોઈન્ટ, ત્રીજા સ્થાન મેળવવા માટે 6 પોઈન્ટ અને ચોથા સ્થાન મેળવવા માટે 5 પોઈન્ટ આપવામાં આવે છે. એટલે કે નીરજ ચોપરાને 7 પોઈન્ટ મળ્યા, જ્યારે વેબરને 8 પોઈન્ટ મળ્યા. ડાયમંડ લીગ 2025 27 અને 28 સપ્ટેમ્બરના રોજ ઝુરિચમાં ડાયમંડ લીગ ફાઇનલ સાથે સમાપ્ત થવાનું છે. ડાયમંડ લીગ ફાઇનલના વિજેતાને ડાયમંડ ટ્રોફી મળે છે.