ગાઝામાં ઇઝરાયલના કેટલા બંધકોના મોત થયા ? જુઓ
ઈઝરાયેલે ગાઝાના રફાહમાં હમાસની ટનલમાંથી 6 બંધકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર, ઈઝરાયેલની સેનાએ કહ્યું કે સૈનિકો ત્યાં પહોંચે તે પહેલા હમાસે આ બંધકોને નિર્દયતાથી મારી નાખ્યા હતા. હમાસ સાથેની લડાઈ હવે વધુ ખૂંખાર બનવાની છે. જો કે આ ઘટનાથી ઇઝરાયલના લોકોએ નેતાન્યહૂ સામે પ્રચંડ વિરોધ પ્રદર્શન કર્યા હતા.
માર્યા ગયેલા બંધકોમાં 23 વર્ષીય અમેરિકન મૂળનો ઇઝરાયેલનો હર્ષ ગોલ્ડબર્ગ પણ સામેલ હતો. સેનાએ જણાવ્યું હતું કે તેમને આ વિસ્તારમાં છ બંધકોની હાજરીના અહેવાલ મળ્યા હતા. જેના કારણે સેના ખૂબ જ સાવધાની સાથે આગળ વધી રહી હતી. શનિવારે તેઓએ હમાસની ટનલ શોધી કાઢી હતી. અહીં તપાસ દરમિયાન બંધકોના મૃતદેહ મળી આવ્યા હતા.
7 ઓક્ટોબર 2023ના રોજ ઈઝરાયેલના કિબુત્ઝ બિરી વિસ્તારમાંથી આ બધાનું અપહરણ કરવામાં આવ્યું હતું. હમાસે કુલ 251 ઈઝરાયેલ નાગરિકોને બંધક બનાવ્યા હતા. જેમાંથી 97 હજુ પણ હમાસની કેદમાં છે. ગયા વર્ષે નવેમ્બરમાં યુદ્ધવિરામમાં 105 બંધકોને છોડવામાં આવ્યા હતા. ત્યાં લગભગ 33 લોકોના મોત થયા હતા.
17 પેલેસ્ટિનિયનના મોત
બીજી તરફ ઇઝરાયેલ છેલ્લા 5 દિવસથી પશ્ચિમ કાંઠે ઓપરેશન ચલાવી રહ્યું છે. તુલકારમ અને જેનિન શહેરોમાં ઈઝરાયલી સેનાના દરોડામાં 17 પેલેસ્ટાઈનના મોત થયા હતા. જેમાં પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદનો એક કમાન્ડર પણ સામેલ છે.