હિટમેન બન્યો નંબર 1 બેટ્સમેન! પહેલીવાર ODI રેન્કિંગ્સમાં નંબર-1 પ્લેયર બની પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ
રોહિત એક અનુભવી ભારતીય બેટ્સમેન છે અને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં ભારતીય ટીમમાં પાછો ફર્યો હતો. ત્યારે ત્રીજી મેચમાં હિટમેન પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યા હતા. રોહિત શર્માએ ઓસ્ટ્રેલીયા સામે શાનદાર બેટિંગ કરીને મેચની સાથે-સાથે ફેન્સના દિલ પણ જીતી લીધા હતા. ત્યારે રોહિત ODIમાં ભારત માટે ત્રીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયા છે. ICC રેન્કિંગમાં તેમને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે.
𝐌𝐚𝐫𝐜𝐡𝐢𝐧𝐠 𝐭𝐨 𝐭𝐡𝐞 𝐭𝐨𝐩 🪜
— BCCI (@BCCI) October 29, 2025
For the first time in his illustrious career, @ImRo45 reaches the No.1️⃣ spot in the ICC Men's ODI Batting Rankings 🔝🫡#TeamIndia pic.twitter.com/C65qRs3RBy
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટર રોહિત શર્માએ વન-ડે રેન્કીંગમાં કમાલ કરી હતી. ઑસ્ટ્રેલિયામાં વન-ડે શ્રેણી બાદ ICC દ્વારા જાહેર કરાયેલા વન-ડે બેટર રેન્કીંગમાં રોહિત શર્મા પ્રથમ ક્રમે પહોંચ્યો હતો. રોહિતે બીજી અને ત્રીજી વન-ડેમાં દમદાર બેટિંગ કરી હતી. બીજી વન-ડેમાં તેણે 73 રન તો ત્રીજી વન-ડેમાં સદી બનાવી હતી. રોહિત શર્મા આ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનારો બેટર બન્યો હતો જેણે ત્રણ મેચમાં 202 રન બનાવ્યા હતા.
આ પહેલાં આઈસીસી વન-ડે બેટર રેન્કીંગમાં શુભમન ગીલ પ્રથમ ક્રમે હતો પરંતુ હવે તે ત્રીજા ક્રમે પહોંચ્યો છે. ગીલના 745 રેટિંગ પોઈન્ય છે. જ્યારે અફઘાનિસ્તાનનો ઈબ્રાહિમ જાદરાન બીજા ક્રમે છે જેના 764 રેટિંગ પોઈન્ટ છે. ઑસ્ટ્રેલિયા શ્રેણી બાદ રોહિત ત્રીજાથી પ્રથમ ક્રમે પહોંચ્યો હતો જેના 781 રેટિંગ પોઈન્ટ છે.
રોહિતે ગિલને પાછળ છોડી દીધો
ઓસ્ટ્રેલિયામાં તેના મજબૂત પ્રદર્શનથી રોહિત બુધવારે જાહેર થયેલા નવીનતમ ICC રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયો છે. આ પહેલી વાર છે જ્યારે રોહિતે ODI રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. રોહિતે ભારતીય ODI કેપ્ટન શુભમન ગિલને પાછળ છોડીને નંબર વન ODI બેટ્સમેન બન્યો છે. ગયા અઠવાડિયે રોહિતના 745 રેટિંગ પોઈન્ટ હતા, પરંતુ તેણે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ODIમાં 73 અને ત્રીજામાં અણનમ 121 રન બનાવ્યા હતા. તેની સતત બે મોટી ઇનિંગ્સે તેના રેટિંગ પોઈન્ટ 781 કર્યા, જેનાથી તે ટોચનું સ્થાન મેળવી શક્યો. ગિલ ત્રીજા સ્થાને સરકી ગયો છે. અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝદરાન બીજા સ્થાને યથાવત છે. ત્રીજી મેચમાં ઈજાગ્રસ્ત શ્રેયસ ઐયર પણ એક સ્થાન ઉપર નવમા સ્થાને પહોંચી ગયો છે. અક્ષર પટેલ ઓલરાઉન્ડરોની યાદીમાં ચાર સ્થાન ઉપર આઠમા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે તે બોલરોની યાદીમાં છ સ્થાન ઉપર 31મા સ્થાને પહોંચી ગયો છે.
ઑસ્ટ્રેલિયા શ્રેણી વિરાટ કોહલી માટે યાદગાર રહી ન્હોતી. તેણે ત્રીજી વન-ડેમાં અણનમ 74 રન બનાવ્યા હતા જેની અસર તેના રેન્કીંગ ઉપર પ્રભાવ પડ્યો હતો. વિરાટ કોહલીને એક ક્રમનું નુકસાન થયું છે. તે હવે ટોપ-5માં રહ્યો નથી. વિરાટ 745 રેટિંગ પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે પહોંચ્યો છે. રોહિત અને વિરાટ ભારત માટે માત્ર વન-ડે ફોર્મેટમાં જ રમતા હોય હવે તેઓ આફ્રિકા સામે વન-ડે શ્રેણીમાં રમતા જોવા મળી શકે છે.
