EPFO 3.0 ટૂંક સમયમાં થશે લોન્ચ : બદલાઈ જશે PFને લગતા આ 5 નિયમ, 9 કરોડથી વધુ ગ્રાહકોને થશે લાભ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ પોતાનું નવું પ્લેટફોર્મ EPFO 3.0 લોન્ચ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સરકાર દ્વારા સૂચવ્યા મુજબ, નવું પ્લેટફોર્મ જૂન મહિનામાં લોન્ચ થવાની ધારણા છે. નવા પ્લેટફોર્મના લોન્ચ પછી, જો તમે EPF ખાતાધારક છો, તો તમે ATM અને UPI માંથી ભવિષ્ય નિધિ (PF) ના પૈસા ઉપાડી શકશો. આ પગલું 9 કરોડથી વધુ લાભાર્થીઓને રાહત આપી શકે છે.
આ બાબતે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે 9 કરોડથી વધુ ગ્રાહકો માટે EPFO 3.0 એક વિશ્વસનીય પ્લેટફોર્મ તરીકે કામ કરશે. જેમાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થશે. તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે હવે PF ખાતાના પૈસા પણ ATM માંથી ઉપાડી શકાશે. EPFO 3.0 હેઠળ 5 મોટા ફેરફારો કરવામાં આવશે
1. ATM અને UPIમાંથી PFના પૈસા ઉપાડી શકાશે
EPFO 3.0 માં સૌથી મોટો ફેરફાર એ હશે કે PF ભંડોળ ATM અને UPI દ્વારા ઉપાડી શકાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં આ સુવિધા જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) માટે પણ લાગુ કરી શકાય છે.
2. PF ઉપાડની પ્રક્રિયા સરળ બનશે
EPFO 3.0 ના અમલીકરણ પછી, PF ઉપાડ પ્રક્રિયા ઘણી સરળ અને ઝડપી બનશે. કારણ કે મેન્યુઅલ કાર્યની ઓછી જરૂર પડશે. દાવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓટોમેટેડ થશે. હાલમાં, ઓટો-ક્લેમ સેટલમેન્ટની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.

3. ડિજિટલ પ્રોફાઇલ અપડેટ અને કરેક્શન
EPFO 3.0 સાથે, સભ્યો તેમના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) દ્વારા નામ, જન્મ તારીખ, લિંગ, રાષ્ટ્રીયતા, માતાપિતાનું નામ, વૈવાહિક સ્થિતિ અને નોકરી શરૂ કરવાની તારીખ જેવી વિગતો ઓનલાઈન અપડેટ કરી શકશે. એટલે કે, સભ્યોને અન્ય કોઈ દસ્તાવેજોની જરૂર રહેશે નહીં.
4. સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (CPPS)
EPFO દ્વારા સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન સિસ્ટમ પહેલાથી જ લાગુ કરવામાં આવી છે. જેમાં પેન્શનરોને એવી સુવિધા આપવામાં આવી છે કે તેઓ દેશની કોઈપણ બેંક શાખામાંથી તેમનું પેન્શન ઉપાડી શકે છે. તેમને પેન્શન માટે કોઈ ચોક્કસ શાખા કે ઓફિસમાં જવાની જરૂર નથી.
5. સમસ્યાઓ ઝડપથી ઉકેલાશે
EPFO 3.0 હેઠળ, ફરિયાદોનું નિરાકરણ પણ ઝડપથી થશે. કર્મચારી રાજ્ય વીમા નિગમ પણ તેની સેવાઓ સુધારવા માટે કામ કરી રહ્યું છે.

EPFO 3.0 ના અન્ય લાભો
1. ક્લેમની પ્રક્રિયાનો સમય ઘટાડી શકાય છે.
2. ચેકબુક અથવા બેંક પાસબુકનો ફોટો અપલોડ કરવાની જરૂરિયાત દૂર કરવામાં આવી છે.
3. નોકરી બદલતી વખતે PF ટ્રાન્સફર માટે નોકરીદાતાની મંજૂરીની જરૂરિયાત દૂર કરવામાં આવી છે. EPFO FO 3.0 નો ધ્યેય આ પ્લેટફોર્મને સભ્યો માટે વધુ સુરક્ષિત, સુલભ અને પારદર્શક બનાવવાનો છે.
4. તે ફક્ત કર્મચારીઓ અને પેન્શનરો માટે સુવિધા વધારશે નહીં, પરંતુ ડિજિટલ ઇન્ડિયાના વિઝનને પણ મજબૂત બનાવશે.