પતિ-પત્નીએ એવું તો શું કર્યું….! કે ફ્લાઈટને ઈમરજન્સી લેન્ડીગ કરવું પડ્યું…. જાણો…
મ્યુનિખથી બેન્કોક જઈ રહી હતી ફ્લાઈટ
પાકિસ્તાને લેન્ડીંગની મંજુરી ન આપતા દિલ્હી આવવું પડ્યું
કોઈ પ્રવાસીની તબિયત લથડી હોય કે પછી ટેકનીકલ ખામી ઉભી થઇ હોય તો વિમાનની ઈમરજન્સી લેન્ડીંગ કરાવવું પડતું હોય છે પણ બેંગકોક જઈ રહેલા એક વિમાનમાં બેઠેલા પતિ-પત્ની વચ્ચે થયેલો ઝગડો એટલી હદે વધી ગયો કે વાત મારામારી સુધી પહોચી ગઈ હતી અને વિમાનનું દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડીંગ કરાવવું પડ્યું હતું.
આ ફ્લાઈટ મ્યુનિખથી બેંગકોક જઈ રહી હતી.પાઈલોટે ઈમરજન્સી લેન્ડીંગ કરાવતા પહેલા જાણ કરી દીધી હતી . ત્યારબાદ સુરક્ષાકર્મીઓ તરત જ રનવે પર પહોંચી ગયા હતા. ફ્લાઈટની અંદરનું વાતાવરણ બગડી ગયું હતું જેના કારણે પાઈલટે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
દિલ્હી એરપોર્ટ એવિએશન સિક્યોરિટીએ જણાવ્યું કે, “પતિ-પત્ની વચ્ચેની લડાઈનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પતિ-પત્ની વચ્ચેની લડાઈને કારણે ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી.” પતિ-પત્નીને ફ્લાઈટમાંથી હટાવી દેવામાં આવ્યા છે. તે જ સમયે, ફ્લાઈટમાં બેઠેલા તમામ મુસાફરો સુરક્ષિત છે.
પાકિસ્તાને ઈમરજન્સી લેન્ડિંગ ન કરવા દીધું
આ પહેલા પાકિસ્તાનમાં ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ કરવાની પરવાનગી માગવામાં આવી હતી પરંતુ પાકિસ્તાને ઓફર ઠુકરાવી દીધી અને દિલ્હીમાં ફ્લાઈટ લેન્ડ કરવામાં આવી હતી.