ભારતભરમાં ટ્રેનોને ઉથલાવવાનું અને બોમ્બ વિસ્ફોટ કરવાનું ખોફનાક કાવતરું
પાકિસ્તાન સ્થિત આતંકવાદીનો વિડિયો પ્રકાશમાં આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર
બેંગલુરુના રામેશ્વર કાફેમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ પાકિસ્તાન સ્થિત ભારતના ભાગેડુ આતંકવાદી ફરહુતલ્લાહ ઘોરીએ ભારતમાં ટ્રેનો પર આતંકવાદી હુમલાઓ કરવાનું ખોફનાક ષડયંત્ર રચ્યો હોવાનું સામે આવ્યું છે. ભારતમાં કાર્યરત આઈ એસ આઈ એસ ના સ્લીપર સેલ્સને તે અંગેની સુચના આપતો તેનો વિડીયો હાથ લાગ્યા બાદ સુરક્ષા દળો અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા સમયથી ભારતીય એજન્સીઓ ના રડાર પર રહેલ ઘોરી એ સમગ્ર ભારતમાં રેલવે લાઈનો ને નિશાન બનાવવા આદેશ આપ્યો હતો.પ્રેશર કુકરના ઉપયોગ વડે બોમ્બ ધડાકા કરવાની અનેક પદ્ધતિઓ તેણે એ વીડિયોમાં સમજાવી હતી.
વીડિયોમાં તે પેટ્રોલિયમ પાઇપલાઇન તથા હિન્દુ નેતાઓને નિશાન બનાવવાની સુચના આપતો નજરે પડે છે. ભારત સરકાર ઇડી અને નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સીઓ નો ઉપયોગ કરી સ્લીપર સેલના સભ્યોની મિલકતોને નિશાન બનાવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.તેના બદલામા રૂપે સરકારને ધ્રુજાવી દેવાનું તેણે આહવાન કર્યું હતું.આ વિડીયો ત્રણ અઠવાડિયા પહેલાં ટેલીગ્રામ પર જારી કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે ફરહુતલ્લા ઘોરી અને તેનો જમાઈ શહીદ
ફેઝલ રામેશ્વર દક્ષિણ ભારતમાં સ્લીપર સેલનું મોટું નેટવર્ક ધરાવે છે.એ કેસના બન્ને આરોપીઓ ફેઝલના
સંપર્કમાં હોવાનું ખુલ્યું હતું.
અક્ષરધામ પરના હુમલામાં ઘોરીની સંડોવણી હતી.
ફરહુતલ્લાહ ઘોરી ઉર્ફે અબુ સુફિયાન ઉર્ફે સરદાર સાહેબ ઉર્ફે ફારુ 2002 માં ગાંધીનગરમાં અક્ષરધામ પર થયેલા હુમલા માં સંડોવાયેલો હતો.એ હુમલામાં ત્રીસ કરતા વધારે લોકો માર્યા ગયા હતા અને 80 લોકો ઘાયલ થયા હતા. 2005માં હૈદરાબાદની ટાસ્ક ફોર્સ ઓફિસ પર થયેલા આત્મઘાતી હુમલા સહિત અનેક હુમલાઓના તાર તેની સાથે સંકળાયેલા છે.ગત વર્ષે પોલીસે દિલ્હીમાં પકડેલા ત્રણ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓએ તેમનો હેન્ડલર ઘોરી હોવાની કબુલાત આપી હતી.ઘોરી ઓનલાઇન ભારતમાં જીહદીઓની ભરતી કરે છે.માર્ચ મહિનામાં પોલીસે પુણે આઈ એસ આઈ એસ મોડ્યુલ નો પર્દાફાશ કર્યો ત્યારે દેશભરમાંથી આઈ એસ આઈ સ્લીપર સેલના આતંકીઓને ઝડપી લીધા હતા ભારતભરમાં હુમલાઓ કરવા માટે બનાવવામાં આવતા એ સ્લીપર સેલની રચનામાં ઘોરી ની મહત્વની ભૂમિકા ખુલી હતી.