લોક ગાયક વિજય સુવાડા અને તેના સાગરીતોની ધરપકડ
20થી વધુ કાર અને બાઇક પર ઘસી જઈ ભાજપનેતાને ધમકી આપી હતી : અમદાવાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં હાજર થતાં અટકાયત કરાઈ
અમદાવાદમાં જાણીતા લોક ગાયક વિજય સુવાડા અને તેમના ભાઈઓ અને મિત્રોએ 20થી વધુ ગાડીઓ અને 10થી વધુ બાઇક પર ઘસી જઈ ભાજપનેતા દિનેશ દેસાઇને ધમકી આપી હતી.જે મામલે ઓઢવ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.અને આ કેસમાં વિજય સુવાડા તેના ભાઈ અને સાગરીતો સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થતાં તેની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલી કાર પણ કબજે કરી છે.