લાલચ બુરી બલા હૈ આ કહેવત વધુ એક વખત સાર્થક થઈ છે. શહેરમાં પ્રહલાદ ટોકીઝ પાસે પૌત્રી સાથે ખરીદી કરીને પરત ફરતા પૌઢાને ગઠીયાએ રૂમાલની પોટલીમાં કિંમતી વસ્તુ છે જે આપીને તેમની પાસે રહેલ સોનાનો ચેન અને રોકડ સહિત રૂ.૧.૩૫ લાખની માલમત્તા લઈ જતા એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો છે.
વિગતો મુજબ, ભગવતી પરા શેરી નંબર-૯માં રહેતા ૫૮ વર્ષીય ભાનુબેન કિશોરભાઈ ચૌહણે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવાયું હતું કે, શુક્રવારે તે તેની ૧૨ વર્ષની પૌત્રી સાથે લ ખાજીરાજ રોડ પર ગયા હતા ત્યાંથી પરત ફરતા વેળાએ પ્રહલાદ ટોકિઝ નજીક પહોંચતા એક યુવક તેમની પાસે આવેલ અને પોતાને ભાવનગર જવું હોય અને ભૂખ પણ લાગી હોય જેથી પૈસા આપની મદદ કરવા માટે કહ્યું હતું. ભાનુબેન દ્વારા યુવકને રૂપિયા આપવા માટે પાકીટ કાઢતા જ એક બીજો અજાણ્યો શખ્સ તેમની પાસે આવેલો અને રૂમાલમાં પોટલી જેવું ભાનુબેનને આપી કહ્યુ હતું કે, આ રૂમાલમા કીમતી વસ્તુ છે જે તમે રાખો અને તમે પહેરેલ સોનાનો ચેન તથા તમારી પાસે રહેલ રૂપીયા મને આપી દયો જે સાંભળતાં જ મહિલાએ સોનાનો ચેન, પેડલ ( કિંમત ૧.૨૫ લાખ) અને ૧૦ હજાર રોકડ આપી દીધેલ.
મહિલાએ આ રૂમાલ ખોલીને જોતા તેમાં ધૂળ ભરેલી હતી. બાજુમાં જ ઉભેલા બંને યુવકો પણ પળભરમાં ગાયબ થઈ ગયા હતા. પોતાની સાથે ઠગાઈ થયાનું માલુમ પાડતાં જ મહિલાએ એ- ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે બે અજાણ્યા શખસો વિરૂદ્ધ ગુન્હો નોંધી સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.