Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આજથી સંસદમાં મોનસૂન સત્ર : વિપક્ષી વાદળ ઘેરાયા; સંસદમાં સાંબેલાધારે સવાલનો સંકેત,હોબાળાની શક્યતા

Mon, July 21 2025

સંસદના ચોમાસુ સત્રનો આજે પ્રારંભ થવા જઈ રહ્યું છે જો કે સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા જ વિપક્ષી વાદળો ઘેરાઈ ગયા હતા અને સંસદમાં સાંબેલાધારે વરસી પડવાનો સંકેત મળી ગયો હતો. રવિવારે સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે બિહારમાં મતદાર યાદી સુધારણા, પહેલગામ આતંકવાદી હુમલો અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામના દાવાઓ સહિત અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. સરકારે ગૃહના સુચારુ સંચાલન માટે વિપક્ષ પાસેથી પણ સહયોગ માંગ્યો હતો.

image-wikipedia

જસ્ટિસ વર્માના મુદ્દા પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે તમામ પક્ષો સાથે મળીને ચર્ચા કરશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર ઓપરેશન સિંદૂર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જો કે કોંગ્રેસે એવી માંગ કરી છે કે પહેલગામ આતંકી હૂમલા અંગે વડાપ્રધાને સંસદમાં જવાબ આપવો જોઈએ.


સર્વપક્ષીય બેઠક બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે રવિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં 51 પક્ષો ઉપરાંત, સ્વતંત્ર અને નાના પક્ષોના 56 લોકોએ ભાગ લીધો હતો. તેમાં 40 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા. તેમણે કહ્યું, “બેઠક દરમિયાન, અમે કહ્યું કે દરેકે સાથે મળીને કામ કરવું પડશે, ગૃહને સુચારુ રીતે ચલાવવાની જવાબદારી દરેકની છે, વિપક્ષ અને સરકારની.” તેમણે કહ્યું, “અમે ખુલ્લા દિલે ચર્ચા કરવા તૈયાર છીએ. અમે ગૃહની કાર્યવાહી અંગેના નિયમો અને પરંપરાઓનું પાલન કરીશું.”

image-wikipedia

ઓપરેશન સિંદૂર પર પીએમના નિવેદનની માંગ પર તેમણે કહ્યું કે વડાપ્રધાન સત્ર દરમિયાન હંમેશા ગૃહમાં હોય છે સિવાય કે તેઓ વિદેશ કે રાજ્યના પ્રવાસ પર હોય. પ્રશ્નોત્તરીના દિવસોમાં ગૃહમાં હોય છે. તેઓ એવા પીએમ છે જે ગૃહમાં સૌથી વધુ રહે છે.

આ પણ વાંચો : રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 11,520 ફલાઈટમાં 25 વાર પક્ષીઓની ‘ટક્કર’: આ વર્ષે બગલાં દેખાયાં, જાણો બર્ડહિટ ક્યારે થાય છે?

કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “હંમેશા વડાપ્રધાનને ખેંચવા યોગ્ય નથી. મંત્રીમંડળ સામૂહિક જવાબદારી પર ચાલે છે. અમે પહેલગામ સહિત તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છીએ. સરકાર ચર્ચાથી ભાગી રહી નથી પરંતુ આ માટે નિયમો અને પરંપરાઓ પણ છે. તે અંતર્ગત, અમે દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છીએ.”

જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ

જસ્ટિસ વર્માના મુદ્દા પર, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે જસ્ટિસ વર્માને દૂર કરવાના મહાભિયોગ પ્રસ્તાવ પર તમામ પક્ષો સાથે મળીને ચર્ચા કરશે અને આ મુદ્દા પર આગળ વધશે. તેમણે વધુમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અન્ય પક્ષોના નેતાઓ પાસેથી જસ્ટિસ વર્મા અંગે 100 થી વધુ સહીઓ એકત્રિત કરવામાં આવી છે. આ સત્રમાં જ પ્રસ્તાવ મુકાશે.

Share Article

Other Articles

Previous

મુંબઈમાં 2006માં લોકલ ટ્રેનોમાં થયેલા ધડાકાના કેસમાં તમામ 12 આરોપીને હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા, 7 જગ્યાએ થયેલા ધડાકાઓમાં 189 લોકોના મોત થયા હતા

Next

ઞાઝામા ભૂખ્યા લોકો પર ગોળીબાર, ભોજન લેવા માટે ઉભેલા લોકો પર ઇઝરાયલનો અમાનવીય હુમલો, 67ના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

હરિયાણામાં આજે ત્રીજી વાર ભાજપ સરકારના શપથ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભૂ-માફિયાઓ સામે આજે કલેકટર સકંજો કસશે: લેન્ડ ગેબીંગની બેઠકમાં 39 કેસ મુકાશે
રાજકોટ
3 વર્ષ પહેલા
હીરો મોટોકોર્પના CMD પવન મુંજાલની રૂ. 25 કરોડની સંપત્તિ જપ્ત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વિદ્યા લક્ષ્મી યોજનાને કેબિનેટની મંજૂરી : બાળકોને શિક્ષણ માટે માત્ર 3% વ્યાજ દરે મળશે લોન,જાણો કેવી રીતે કરવું અપ્લાય ??   
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર