ભોજશાળામાં સર્વે દરમિયાન 1700થી વધુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી
1000 વર્ષ જુની ભોજશાળા મંદિર છે કે મસ્જિદ? ASIએ 2000 પાનાનો સર્વે રિપોર્ટ જમા કરાવ્યો
મધ્યપ્રદેશનાં ના ધારમાં આવેલી 1000 વર્ષ જુની ભોજશાળાના સર્વે રિપોર્ટનું કામ પૂર્ણ કરી દેવાયું છે. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં 1000 વર્ષ જુની ભોજશાળાનો સર્વે જમાવી કરાવી દીધો છે. ભોજશાળા મંદિર છે કે કમાલ મૌલા મસ્જિદ છે તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

ASIના વકીલ હિમાંશુ જોશીએ હાઈકોર્ટની રજિસ્ટ્રીમાં 2000થી વધુ પાનાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જોષીએ ફોન પર કહ્યું, ‘મેં રિપોર્ટ સબમિટ કરી દીધો છે.’ તેમણે કહ્યું કે હાઈકોર્ટ આ મામલે 22 જુલાઈએ સુનાવણી કરશે.
ASIએ સર્વે 22 માર્ચથી શરૂ કર્યો હતો, જે 98 દિવસો સુધી ચાલ્યો હતો. ત્યાં હિન્દુ પક્ષના અરજીકર્તાઓનો દાવો છે કે ASI સર્વેમાં ભોજશાળામાં દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી છે. જેથી હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટથી જલદી સુનાવણી કરવાની માગ કરી છે અને હાઇકોર્ટની સુનાવણી પર સ્ટેની વિરુદ્ધ જલદી સુનાવણી કરવાની માગ કરી છે.
સુપ્રીમ કોર્ટે વિશ્વાસ આપ્યો હતો કે કોર્ટ આ મામલો જોશે. પહેલી એપ્રિલે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટની ઇન્દોર બેન્ચ દ્વારા આગળ સુનાવણી પર સ્ટે મૂક્યો હતો. જોકે ASI સર્વેને લીલી ઝંડી આપી હતી. અરજીકર્તા વકીલ વિષ્ણુ જૈને કોર્ટને જણાવ્યું હતું કે હવે હાઇકોર્ટમાં ASI રિપોર્ટ દાખલ કરી દેવામાં આવ્યો છે, ત્યારે સુપ્રીમ કોર્ટ કેસની સુનાવણી કરશે.
ધાર નગરીની ભોજશાળામાં ચાંદી, તાંબા, એલ્યુમિનિયમ અને સ્ટીલના કુલ 31 સિક્કા મળી આવ્યા છે. તપાસ દરમ્યાન કુલ 94 મૂર્તિઓ, મૂર્તિકળાના ટુકડા અને મૂર્તિકલા ચિત્રણની સાથે વાસ્તુશિલ્પ પણ મળી આવ્યા હતા. આ ઉપરાંત બારીઓ, સ્તંભો અને બીમો પર ગણેશ બ્રહ્મા પોતાની પત્નીઓ સાથે, નૃસિંહ, ભૈરવ, દેવી-દેવતા, માનવ અને પશુ આકૃતિઓ સામેલ છે.
હિન્દુ ફ્રંટ ફોર જસ્ટિસ નામના સંગઠનની અરજી પર મધ્ય પ્રદેશની હાઇકોર્ટે 11 માર્ચે ASIને ભોજશાળા-કમાલ મૌલા પ્રાંગણમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ ASIએ 22 માર્ચે આ વિવાદિત પ્રાંગણમાં 22 માર્ચે આ વિવાદિત પ્રાંગણનું સર્વેક્ષણ શરૂ કર્યું હતું.