રાજકોટ-સૌરાષ્ટ્રને વિકસિત બનાવવા રોડમેપ તૈયાર કરાશે : ચાની કીટલીથી લઈ નાની લારી વાળા પણ ઇકોનોમિક માસ્ટર પ્લાન્ટના ભાગ
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત રાજ્ય પરિવર્તન સંસ્થા ગ્રીટના સંયુક્ત ઉપક્રમે શહેરની ઈમ્પિરિયલ હોટલ ખાતે રીજીયોનલ સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશન વર્કશોપ યોજાયો હતો. આ તકે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, ભારત આર્થિક વિકાસમાં જાપાનથી આગળ નીકળી ગયુ છે. પરંતુ અમેરિકા અને ચાઇનાના આર્થિક વિકાસ સુધી પહોંચવા માટે ઘણો ગેપ છે. આ ગેપને ઓછો કરવા લાંબા ગાળાનું આયોજન જરૂરી હોવાનું જણાવી રાજકોટ – સૌરાષ્ટ્ર માટે રોડ મેપ તૈયાર કરવામાં આવશે.

રાજકોટની મુલાકાતે આવેલ ગ્રીટની ટીમે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ રાજકોટ અને જામનગર જિલ્લાના ઉદ્યોગ સાહસિકો અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખો સાથે વર્કશોપમાં યોજ્યો હતો જેમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ ભારત આર્થિક વિકાસમાં જાપાનથી આગળ નીકળી ગયુ છે. પરંતુ અમેરિકા અને ચાઇનાના આર્થિક વિકાસ સુધી પહોંચવા વચ્ચે ઘણો ગેપ છે. આ ગેપને ઓછો કરવા લાંબા ગાળાનું પ્લાનિંગ સાથે વિકાસનું આયોજન થાય તે માટે ઉદ્યોગ સાહસિકોના સૂચનો જરૂરી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ઉદ્યોગોની તથા મેગા પ્રોજેક્ટ માટે પૂરતી તકો છે. રાજકોટના ઈમીટેશન અને લઘુ સુક્ષ્મ ઉદ્યોગોના વિકાસને વધુ વેગ મળે તેમજ નવા ઉદ્યોગો સ્થપાય, જે રાજ્ય અને દેશના વિકાસમાં યોગદાન આપી શકે તે ઇચ્છનીય છે.

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ગ્રીટ સાથે જોડાયેલા અધિકારીઓને ગ્રાઉન્ડ લેવલથી આયોજન કરી સૌરાષ્ટ્રનો ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવા સુચન કર્યું હતુ. ઔદ્યોગિક વસાહત વિસ્તાર રહેવા લાયક શહેર બને જેમાં શિક્ષણ આરોગ્ય સહિતની માળખાકીય સુવિધાઓ મળે જેના માટે ખૂબ જ ગ્રાઉન્ડ લેવલથી કામ કરવું પડશે. અલગ અલગ ફિલ્ડ સાથે જોડાયેલા લોકોને મળીને તેમના અભિપ્રાયો લેવા, મેન પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ચાની કીટલી કે નાની-નાની લારીવાળા આ બધા જ ઇકોનોમિક માસ્ટર પ્લાન્ટના ભાગ હોય છે જેથી તેઓને પણ ધ્યાનમાં રાખીને માસ્ટર પ્લાન તૈયાર કરવા સૂચન કર્યા હતા.
આ વર્કશોપમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશી, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વૈષ્ણવ, એન્જિનિયરિંગ એસોસિએશન પ્રમુખ, જામનગર ચેમ્બર કોમર્સના પ્રમુખ જાડેજા સહિત ઉધોગપતિઓ, ગ્રીટની ટીમ તેમજ અધિકારીઓ હાજર રહ્યાં હતા.
