RCB ટીમના સન્માન સમારોહ પૂર્વે મોટી કરૂણાંતિકા : ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભાગદોડ થતાં 7થી વધુ લોકોના મોત
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2025માં ગઇકાલે શાનદાર જીત મેળવી હતી જેનો ખુશી સમગ્ર ભારતમાં થઈ હતી. ત્યારે શાનદાર જીતનો જશ્ન એક દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગયો છે તેનું કારણ બેંગલુરુમાં થયેલી ભાગદોડ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની વિજય પરેડ પહેલા થયેલી ભાગદોડ હતી. મળતી માહિતી મુજબ, સ્ટેડિયમની બહાર ભારે ભીડ વચ્ચે થયેલી ભાગદોડમાં એક મહિલા અને બે પુરુષો સહિત 7 લોકોના મોત થયા છે.

આ અકસ્માત ત્યારે થયો જ્યારે 18 વર્ષ પછી RCB ને IPL ટ્રોફી જીતવાની ઉજવણી કરવા માટે હજારો લોકો સ્ટેડિયમ જવા માટે એકઠા થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઉજવણી દરમિયાન, સ્ટેડિયમની બહાર અને અંદર ભીડ અચાનક બેકાબૂ બની ગઈ, જેના કારણે અફરા-તફરી થઈ હતી. ઘણા લોકો કચડાઈ ગયા અને ડઝનેક ઘાયલ થયા. ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
#WATCH | Bengaluru: Fans of #RoyalChallengersBengaluru gather in large numbers outside Vidhana Soudha to catch a glimpse of their champion team #RoyalChallengersBengaluru team will arrive at Vidhana Soudha, where they will be felicitated by the Karnataka government… pic.twitter.com/l2wdpr3nwb
— ANI (@ANI) June 4, 2025
ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે હાજર છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત પાછળ આયોજકોની બેદરકારી અને ભીડ નિયંત્રણમાં ખામી હોવાની શંકા છે. પોલીસ વહીવટીતંત્ર સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે. મૃતકોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો : રૂ.2000 માટે યુવકનું અપહરણ : ટેક્સી ભાડાંનાં કમિશનના પૈસા ન આપતા ડ્રાઇવરને લમધાર્યો

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારની પ્રતિક્રિયા
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે અકસ્માત પર પ્રતિક્રિયા આપતા કહ્યું, “હું હજુ સુધી મૃતકો કે ઘાયલોની ચોક્કસ સંખ્યાની પુષ્ટિ કરી શકતો નથી, પરંતુ હું ઘટનાસ્થળે જઈ રહ્યો છું.” તેમણે કહ્યું કે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ભાવનાત્મક ચાહકો હાજર હતા અને અમે સુરક્ષા માટે 5000 થી વધુ સ્ટાફ તૈનાત કર્યો છે. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં વિગતવાર માહિતી આપવામાં આવશે.
VIDEO | Child faints outside Bengaluru's Chinnaswamy Stadium as a massive crowd gathers to celebrate Royal Challengers Bengaluru's IPL 2025 victory.
— Press Trust of India (@PTI_News) June 4, 2025
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz)' pic.twitter.com/fFqKswmm3y
RCBએ પહેલીવાર IPL ટ્રોફી જીતી
તમને જણાવી દઈએ કે IPL 2025ની ફાઇનલ મેચમાં RCBએ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને પહેલીવાર ટાઇટલ પર કબજો કર્યો હતો. આઈપીએલ 2025 જીત્યા પછી, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમ બુધવારે બેંગલુરુ પહોંચી, ત્યારે હજારો ચાહકોએ એરપોર્ટની બહાર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.