Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં તસ્કરો બેફામ : રાષ્ટ્રીય શાળા પાસે પ્રેસની ઓફિસમાં 76.90 લાખની ચોરી, જાણો શું છે સમગ્ર મામલો

Tue, June 3 2025

રાજકોટમાં તસ્કરો જાણે કે બેફામ બની ગયા હોય તેવી રીતે દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં નાની-મોટી ચોરીને અંજામ આપી રહ્યા છે. આવી જ એક મોટી ચોરી પ્રેસની ઓફિસમાં થઈ જતાં પોલીસમાં દોડધામ થઈ પડી હતી. રવિવારે મધરાત્રે એકલા આવેલા તસ્કરે રાષ્ટ્રીય શાળા રોડ ઉપર આવેલા અબતક પ્રેસને નિશાન બનાવી માલિકની ચેમ્બરમાં રાખેલી તિજોરીમાંથી 76.90 લાખના ઘરેણા-રોકડ ચોરી કરતાં પોલીસના ધાડેધાડા ઉતરી પડ્યા હતા.



શું છે સમગ્ર ઘટના?

આ અંગે પ્રેસના મેનેજર રાહુલભાઈ ગુણવંતરાય મહેતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ સોમવારે સવારે આઠેક વાગ્યે પ્રેસની ઓફિસ પર નોકરીએ આવ્યા હતા. આ વેળાએ પ્રેસમાં કેમેરામેન તરીકે નોકરી કરતાં કરણભાઈ જોગલે આવીને તેમને કહ્યું હતું કે પ્રેસની ઓફિસમાં એક તિજોરી તૂટેલી જોવા મળી રહી છે. આ પછી રાહુલભાઈએ જઈને તપાસ કરતાં પ્રેસના માલિકની ચેમ્બર કે જ્યાં તિજોરી પડી હતી તે તૂટેલી હતી. ત્યારબાદ પ્રેસના અન્ય કર્મચારીઓ પણ આવી જતાં તેમને આ અંગેની જાણ કરાઈ હતી. તમામે પ્રેસની ઓફિસની અલગ-અલગ ચેમ્બર્સમાં જઈને તપાસ કરતા તમામ ખાના ખુલ્લા જોવા મળ્યા હતા મતલબ કે તસ્કરે આ તમામ ખાના ફંફોસ્યા હોવાનું ધ્યાન પર આવ્યું હતું.

આ ઉપરાંત અગાસી ઉપર જઈને જોતાં અગાસીની બારીનો હુકમ તૂટી ગયો હતો અને પહેલાં માળે પ્રેસના માલિકની ચેમ્બરનો કાચનો દરવાજો પણ તૂટેલો હતો અને તેમની ચેમ્બરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. પ્રેસના માલિકના ટેબલના ખાનામાં તપાસ કરતાં લોક તૂટેલો હતો. આ ખાનામાં પ્રેસના માલિકે તેમના મિત્રએ ધારીથી રાજકોટના કારીગરો પાસે કામ કરાવવા માટે આપેલું સોનુ, બે સોનાની બંગડી સહિત 540 ગ્રામ સોનું જેની કિંમત અંદાજે 51.50 લાખ રૂપિયા જેવી થાય છે તે ગાયબ થઈ ગયું હતું. આ સિવાય પ્રેસના માલિકની સોનાની 12 ગ્રામની વીંટી, 110 ગ્રામની લક્કી કે જે 10.25 લાખની કિંમતના હતા તે, 1.25 લાખની કિંમતના ચાંદીના સોનાના દસેક સિક્કા, 3.50 લાખની રોકડ, ટેબલની બાજુમાં પડેલા બીજા ટેબલના ખાનામાં પ્રેસના કર્મચારીઓને પગાર આપવા માટે બનાવાયેલા 70 કવર કે જેમાં દસ લાખ રૂપિયા પડ્યા હતા તે પણ જોવા મળ્યા નહોતા. આ સિવાય 40 હજારની રોકડ પણ ગાયબ થઈ જતાં કુલ 76.90 લાખની ચોરી થયાનું સામે આવ્યું હતું.

આ ચોરીની જાણ થતાં જ ડીસીપી, એસીપી, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ, એસઓજી પીઆઈ ઉપરાંત એ-ડિવિઝન પીઆઈ, એલસીબી ટીમ સહિતના પોલીસ અધિકારીઓ સહિતના દોડી ગયા હતા અને તસ્કરનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આ પણ વાંચો :આજે મોદી સ્ટેડિયમ સિંદૂરના રંગની લાઈટથી ઝળહળી ઉઠશે, શંકર મહાદેવન સહિતના કલાકારો કરશે પરફોર્મ

46 દિવસમાં એ-ડિવિઝન વિસ્તારમાં બીજી મોટી ચોરી

એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ 46 દિવસમાં બીજી મોટી ચોરીને અંજામ આપ્યો હતો. આ પહેલાં 17 એપ્રિલે ત્રિકોણબાગ પાસે આવેલા ટાઈટન ઘડિયાળના શો-રૂમમાં 66 લાખની ઘડિયાળ ચોરી થવા પામી હતી જે ચોરીમાં સામેલ તસ્કરને પકડી પાડી અમુક ઘડિયાળ કબજે કરવામાં આવી હતી. આ ચોરીમાં સામેલ અન્ય આરોપીઓ અને ઘડિયાળ હજુ પોલીસને હાથ લાગ્યા નથી ત્યાં હવે પ્રેસની ઓફિસમાંથી 76.80 લાખની ચોરી થતાં પોલીસમાં દોડધામ થઈ જવા પામી હતી.

Share Article

Other Articles

Previous

અમદાવાદની સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ માટે ઓસ્ટ્રેલિયાથી આવ્યું પાર્સલ : સુરક્ષા એજન્સીઓ સતર્ક

Next

PBKS vs RCB : આજે અમદાવાદમાં IPLની ફાઈનલ, કોણ મારશે બાજી? પંજાબ 11 વર્ષ તો બેંગલોર 9 વર્ષ બાદ ટ્રોફી માટે ઉતરશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
S.T બસની કોઇ પણ સમસ્યાનોઉકેલ હવે એક `ક્લિક’માં
10 કલાક પહેલા
જાત જાતના અને ઘોંઘાટિયાહોર્ન વગાડવાની ફેશન ત્રાસદાયક
10 કલાક પહેલા
એસએમસી રાજકોટ રેન્જમાં: માખાવડ ગામે ફાર્મ હાઉસમાંથી લાખોનો વિદેશી દારૂ પકડ્યો
10 કલાક પહેલા
૧૪ ટેબલ પર 3-3 કર્મચારી કરશે મત ગણતરી
11 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

RTO ઈન્સ્પેકટર- ટેક્નિકલ સ્ટાફની રાજ્યવ્યાપી હડતાળનો અંત : ટેક્નિકલ ઓફિસરો કામ પર પરત ફર્યા
ગુજરાત
1 વર્ષ પહેલા
હીઝબુલ્લાહના વડા નસરુલ્લાહને ખતમ કરનારા ભયાનક બોમ્બ અમેરિકામાં બન્યા હતા : વિદેશી મિડીયાએ આપી માહિતી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હિમાચલમા તબાહીથી મૃત્યુઆંક 60 થી વધુ
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
રિઝર્વ બેન્કે શું ચિંતાની વાત કરી ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર