યૂટ્યૂબ પર આ ટ્રીક થી કામ કરસો તો કમાણી થસે બમણી, જાણો યૂટ્યૂબનું સિક્રેટ
યુટ્યુબથી કમાણી
આજના ડિજિટલ યુગમાં યુટ્યુબ કમાણીનો સૌથી સારો સ્ત્રોત બની ગયો છે. યુટ્યુબ (YouTube ) પર લાખો ઇન્ફ્લ્યુએન્સર્સ અને ક્રિએટર્સ કન્ટેન્ટ (YouTuber) બનાવીને પૈસા કમાઈ રહ્યા છે. તેમજ મોટી કમાણી કરીને હાઈફાઈ લાઈફ જીવી રહ્યા છે. જેમાના કેટલાક તો આજે સેલિબ્રિટી પણ બની ગયા છે. ત્યારે જો તમે પણ યુટ્યુબ દ્વારા કમાણી (How to earn from YouTube) કરવા માંગો છો, તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે.
ફેમસ યુટ્યૂબરે આપી માહિતી
તાજેતરમાં જ લવલી પ્રોફેશનલ યુનિવર્સીટી ખાતે યુટ્યૂબર્સ મીટ યોજાઈ હતો.અહીં પધારેલા મહેમાનોએ યુવાનો અને બાળકોને વિડીયો બ્લોગીંગ અને યુટ્યુબર તરીકે કરિયર બનાવવા અંગે ટિપ્સ આપી હતી. આ પ્રોગ્રામના ચીફ ગેસ્ટ ફેમસ યુટ્યુબર નીતીશ રાજપૂતે (Nitish Rajput) યુવાનોને વિડ્યો બનાવીને યુટ્યુબ પર સફળતા કેવી રીતે મેળવવી તે અંગે જાણકારી આપી હતી.
યુટ્યુબ પર કેવી રીતે કરવી શરૂઆત?
યુટ્યુબ પર પોતાની કારકિર્દી બનવવા અંતર્ગત યુવાનોના મનનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે યુટ્યુબ પર શરૂઆત કેવી રીતે કરવી? ત્યારે સૌથી પહેલાં તમારે કયા વિષય પર વિડીયો બનવવા છે, તે નક્કી કરવું જોઈએ. જેના કારણે તમારું મન માત્ર વિડીયો બનાવવા અંગે જ વિચારે. તમારી YouTube ચેનલની થીમ સેટ થયા પછી કન્ટેન્ટ બનાવો અને વિડીયોઝ અપલોડ કરો. જ્યારે પણ તમે વિડીયો પોસ્ટ કરો ત્યારે તેનું ડિસ્ક્રિપ્શન વિડીયો સંબંધિત જ હોવું જોઈએ. જેથી વ્યૂઅર્સને યોગ્ય માહિતી મળી શકે. તેમજ વિડિયો આડીઅવળી વાતો ન કરીને માત્ર તમારા વિષય પર જ કેન્દ્રિત રહો.
ભારતમાં કેટલા પૈસા આપે છે યુટ્યુબ?
યુટ્યુબ ગૂગલ એડસેન્સ દ્વારા યુટ્યુબર્ટ્સને એડ રેવન્યુનો ભાગ આપે છે. આ રેવન્યુ અલગ-અલગ દેશમાં અલગ-અલગ હોય છે. USAમાં એક હજાર યુટ્યુબ વ્યૂઝ મળવા પર યુટ્યુબરને 1500થી 2000 રૂપિયા મળે છે. જોકે, ભારતમાં CPC ઓછું હોવાના કારણે ક્રિએટરને એક હજાર વ્યૂઝ મળવા પર 80થી 150 રૂપિયા જ મળે છે.
યુટ્યુબ પર આ બાબતોનું રાખો ધ્યાન
- યુટ્યુબની ગાઈડલાઇન્સનું ધ્યાન રાખો.
- કમ્યુનિટી હેત અથવા ગંદા વિડીયો મૂકવાનું ટાળો.
- તમારું પોતાનું ઓરિજિનલ કન્ટેન્ટ જ બનાવો.
- તમે યુટ્યુબને જેટલું સારી રીતે સમજશો, તેટલી જ સારી સફળતા મળશે.
મહિલાઓ આ સબ્જેક્ટ પર વિડીયો બનાવીને કરી શકે છે કમાણી
બદલતા જમાના સાથે મહિલાઓ પુરૂષોથી સમોવડી થઇ છે અને યુટ્યુબ પર પણ મહિલાઓ કન્ટેન્ટ બનાવતી થઇ ગઈ છે. યુટ્યુબ પર તમે તમારી આવડત અનુસાર કન્ટેન્ટ શેર શકો છો. ખાસ કરીને મહિલાઓ ફૂડ રેસિપી, ડાન્સ કોરિયોગ્રાફી, સિંગિંગ અને ઘરની અન્ય સ્કિલ્સના વિડીયો બનાવીને પોસ્ટ કરી શકે છે. તમે પોતાનો ચહેરો જાહેર કર્યા વિના પણ કન્ટેન્ટ બનાવીને શેર કરી શકો છો. આ રીતે તમારી ચેનલનો ગ્રોથ તો થશે, પરંતુ તમારી ફેસ વેલ્યુ અન્ય યુટ્યુબર્ટ્સની સરખામણીએ થોડી ઓછી રહેશે.
