Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

સુરેન્દ્રનગરમાં અનુ.જાતિના આગેવાનની જુગારક્લબ ઉપર દરોડો: નવ પકડાયા

Wed, March 12 2025

ત્રણ મહિનાથી ઓફિસમાં ઘોડીપાસાના દાવ' બંધાતા'તા

આગેવાન મનસુખ ઉર્ફે ચકો પરમાર રાજકોટ, ચોટીલાથીપાયા’ (જુગારી)ને ભેગા કરી જુગાર રમાડતો’તો
દલિત હિતરક્ષક સમિતિ'ના નામે ઓફિસ શરૂ કરી'ને અંદર ક્લબ શરૂ કરી દેવાઈ હતી: ૫.૪૧ લાખની રોકડ સહિત ૨૩.૦૫ લાખનો મુદ્દામાલ કબજે

સુરેન્દ્રનગરના આંબેડકરનગરમાં છેલ્લા ત્રણ મહિનાથી ધમધમતી ઘોડીપાસાની જુગારક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને રાજકોટ, સુરેન્દ્રનગર, ચોટીલાના નવ જુગારીને ૫.૪૧ લાખની રોકડ સહિત ૨૩.૦૫ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. આ જુગારક્લબ અનુસુચિત જાતિના આગેવાન મનસુખ ઉર્ફે ચકો પરમારની હોવાનું ખુલ્યું હતું. મનસુખ અઠંગ જુગારી હોય તે અલગ-અલગ શહેરોમાંથીપાયા’ મતલબ કે ઘોડીપાસાના જુગારીઓને એકઠા કરીને ક્લબ ચલાવતો હતો.


સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.વી.ગળચર સહિતની ટીમે આંબેડકરનગરમાં રાજ રેસ્ટોરન્ટની પાછળ આવેલી ઓફિસ પર દરોડો પાડી ક્લબ સંચાલક અને દલિત સમાજના આગેવાન મનસુખ ઉર્ફે ચકો રણછોડભાઈ પરમાર (રહે.સુરેન્દ્રનગર), અમિત કાનજીભાઈ રાઠોડ (રહે.સુરેન્દ્રનગર), રામભાઈ રાણાભાઈ ગમારા (રહે.સુરેન્દ્રનગર), વિશાલ વિનોદભાઈ મઢવી (રહે.સુરેન્દ્રનગર), દીપક ધનજીભાઈ દાફડા (રહે.આંબેડકરનગર-રાજકોટ), ચંદુ કરશનભાઈ મહિડા (રહે.રાજકોટ), કુલદીપસિંહ રણજીતસિંહ રાઠોડ (રહે.રાજકોટ), ભૂપત દેવાભાઈ બોરીચા (રહે.ભગવતીપરા-રાજકોટ) અને રમેશ જશવંતભાઈ રાઠોડ (રહે.સુરેન્દ્રનગર)ને પકડી પાડ્યા હતા.


પકડાયેલા મનસુખ ઉર્ફે ચકો પરમારે જણાવ્યું કે તેને સુરેન્દ્રનગરના આંબેડકર ચોકમાં પાનનો ગલ્લો છે. છેલ્લા દસ વર્ષથી તેને જુગાર રમવાની આદત હોય તે અલગ-અલગ સ્થળે જુગાર રમવા જતો હતો. આ પછી તેનો સંપર્ક રાજકોટ તેમજ સુરેન્દ્રનગરના અલગ-અલગ જુગારીઓ સાથે થયો હતો. આ પછી તેણે આંબેડકર સર્કલ પાસે રાજ રેસ્ટોરન્ટની પાછળના ભાગે વાળેલી જગ્યામાં લોખંડના પાઈપ અને પ્લાસ્ટિકનો દરવાજો ફિટ કરાવ્યો અને અંદર કમ્પાઉન્ડ વોલ બનાવી તે જગ્યામાં સીમેન્ટના પતરાની એક ઓફિસ બનાવી હતી. મનસુખ અનુસુચિત જાતિનો આગેવાન હોય ઓફિસમાં `દલિત હિતરક્ષક સમિતિ’નું કામ શરૂ કર્યું હતું અને ત્રણ મહિના પહેલાં તેણે ઘોડીપાસાની જુગારક્લબ શરૂ કરી હતી. તે અહીં રમવા આવતાં જુગારીઓ પાસેથી દર અડધી કલાકે ૫૦૦ રૂપિયા નાલ પણ ઉઘરાવતો હતો. આ જુગારક્લબ રાત્રે ૧૨ વાગ્યે શરૂ કરી સવારે પાંચ વાગ્યા સુધી ચાલતી હતી.

પકડાયેલા એક શખ્સને કેન્સર, બીજાને પગમાં તકલીફ
સ્ટેટ મોનિટરિંગ સેલે ઘોડીપાસાની જુગારક્લબમાંથી પકડેલા જુગારીઓ પૈકી રાજકોટના આંબેડકરનગરમાં રહેતા ચંદુ કરશન મહિડાની પૂછપરછ કરવામાં આવતાં તેણે કહ્યું કે તેને સાત વર્ષથી કેન્સર છે. તે રાજકોટના ભૂપત બોરિચા, દીપક દાફડા સાથે કિયા ગાડીમાં બેસી સુરેન્દ્રનગર જુગાર રમવા આવ્યો હતો. જ્યારે રાજકોટના દીપક દાફડાને પગમાં તકલીફ હોવા છતાં તે ભાગવા ગયો હતો પરંતુ ફાવ્યો ન્હોતો.

Share Article

Other Articles

Previous

સોનાના નળિયા’વાળા કરી દેવા છે કહી ૬૦ લોકોનેતળિયે’ લાવી દીધાં !

Next

દસ્તાવેજ-ભાડાકરાર ન કરાવનાર ૨૩ લાભાર્થીના આવાસ રદ્દ કરતું રૂડા’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
2 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
2 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
2 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ભાજપના પ્રવક્તા સંબીત પાત્રા વરસી પડ્યા અરવિંદ કેજરીવાલ પર
Breaking
2 વર્ષ પહેલા
Bihar Voter List Revision : મતદાર રિવિઝન પ્રક્રિયા પર હાલમાં કોઈ રોક નહી : સુપ્રીમ કોર્ટે ચુંટણી પંચને આપી રાહત
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
નાની વયે હાર્ટ એટેકથી થતાં મોત અંગે એનાલીસીસ કરવું જરૂરી : આનંદીબેન પટેલ
ગુજરાત
2 વર્ષ પહેલા
એક્ઝિટ પોલ પર શું બોલ્યા રાહુલ ગાંધી..વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર