બિહારમાં કયા નેતાના ઘરે દરોડા ? શું હકીકત આવી સામે ? વાંચો
એનઆઈએ દ્વારા બિહારના ગયામાં જનતા દળ યુના નેતા અને પૂર્વ એમએલસી મનોરમા દેવીના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. સવારે લગભગ સાડા ચાર વાગ્યે ટીમે તેના ઘરે દરોડો પાડ્યો હતો. પૂર્વ એમએલસીના નક્સલવાદી ગતિવિધિઓમાં સંડોવણીના સમાચાર બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઘરમાંથી રોકડ રકમ 1 કરોડથી વધુની મળી આવી હતી. નીતિશકુમારના ખાસ નિકટના આ મહિલા નેતા મુશ્કેલીમાં મુકાયા છે.
ટીમે સ્થાનિક પોલીસની પણ મદદ લીધી હતી. ગયાના એસએસપી આશિષ ભારતીએ કહ્યું હતું કે એનઆઈએની ટીમે તેમનો સહયોગ માંગ્યો હતો. દરોડા દરમિયાન મનોરમા દેવીના ઘરની આસપાસ પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. સવારથી જ ઘરની તપાસ કરવામાં આવી રહી હતી.
મોબાઈલ સિમ અને મનોરમા દેવી
એક સ્થાનિક અખબારના સૂત્રોના જણાવ્યા અનુસાર એનઆઈએએ થોડા દિવસ પહેલા તિકારીમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ટીમે બે યુવકોની પૂછપરછ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ બંને છોકરાઓએ મનોરમા દેવીનું નામ લીધું હતું. તે છોકરાઓની નક્સલવાદીઓ સાથેની સાંઠગાંઠ પણ બહાર આવી હતી.
એનઆઈએએ બંનેને ખાસ પૂછપરછ માટે દિલ્હી બોલાવ્યા હતા. દરમિયાન એક મોબાઈલ મળી આવ્યો હતો. સ્થાનિક અખબારના સૂત્રના જણાવ્યા અનુસાર, તેમાં સ્થાપિત સિમ કાર્ડ મનોરમા દેવીના નામે લેવામાં આવ્યું હતું.
