વોઇસ ઓફ ડે રાજકોટ
ગોંડલમાં મેતાખંભાળીયા ગામમાં જૂની અદાવતનો ખાર રાખી ગામના સરપંચે પિતા-પુત્રને ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી આપતા સુલતાનપુર પોલીસે ગુનો નોંધ્યો છે.
માહિતી મુજબ ગોંડલમાં મેતાખંભાળીયામાં રહેતાં નરશીભાઈ ઉકાભાઇ રાઠોડ (ઉ.વ.54) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વસંત છગન ગોધાણીનું નામ આપી જણાવ્યું હતું કે, ગઇ તા.31/07ના રાત્રીના તેના પુત્ર પીયુષ સાથે કાર લઇ બાજુના ગામ મોટા સખપર ગામે કામ અર્થે જતા હતા ત્યારે ગામના જાપે દુકાને ગાડી ઉભી રાખી પાન ખાવા ઊભા હતા. ત્યારે આરોપી ત્યાં ઘસી આવ્યો હતો. અને અગાઉ થયેલા ઝગડનો ખાર રાખી ગાડીના ફોટા પડવા લાગ્યો હતો. જેથી ફોટો પાડવાની ના પડતાં તેને પિતા-પુત્રને ધમકીઓ આપી હતી. તેમજ ઝગડો કરી પિતા-પુત્રને ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા.જેથી પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ કરી છે.