બિગ બોસ-20માં નહીં જોવા મળે લલિત મોદી
મીડિયા સામે કાનૂની નોટિસ જારી કરાયાનો દાવો
સલમાન ખાનનો લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ ૨૦ શરૂ થાય તે પહેલાં સંભવિત સ્પર્ધકોને લઈને અનેક અટકળો ચાલી રહી છે. આ દરમિયાન બિઝનેસમેન અને આઈપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદીનું નામ પણ શો સાથે જોડાયું હતું. જોકે લલિત મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અહેવાલોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.
લલિત મોદીએ સ્પષ્ટતા કરી કે બિગ બોસ ૨૦ના નિર્માતાઓએ તેમનો કોઈ સંપર્ક કર્યો નથી અને તેઓ આ શોનો ભાગ બનવાના નથી. તેમણે સમગ્ર અહેવાલને ફેક ન્યૂઝ ગણાવતાં મીડિયાને કોઈપણ સમાચાર પ્રકાશિત કરતાં પહેલાં તેની હકીકત ચકાસવાની સલાહ આપી છે. અહેવાલો અનુસાર તેમના વકીલો દ્વારા આ મામલે કાનૂની નોટિસ પણ જારી કરવામાં આવી છે.
બિગ બોસ ૨૦નું પ્રીમિયર ૬ સપ્ટેમ્બરે થવાની સંભાવના છે. સલમાન ખાન ફરી એક વખત શોના હોસ્ટ તરીકે જોવા મળશે. જોકે નિર્માતાઓ તરફથી સ્પર્ધકોની સત્તાવાર યાદી હજુ જાહેર કરવામાં આવી નથી.
