એશિયન ગેમ્સમાં ભારતના 504 ખેલાડી જશે: આ વખતે 157નો ઘટાડો
પાછલી ટૂર્નામેન્ટમાં ૪૦ રમતમાં ૬૬૧ ખેલાડી ઉતર્યા હતા
૧૯ સપ્ટેમ્બરથી જાપાનમાં એશિયન ગેમ્સનો પ્રારંભ થવાનો છે જેમાં ભારતના ૫૦૪ ખેલાડી ભાગ લેશે. આ વખતે ગત ટૂર્નામેન્ટ કરતા ૧૫૭ ખેલાડીનો ઘટાડો થયો છે. ગત વર્ષે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતે ૪૦ રમતમાં ૬૬૧ ખેલાડી ઉતાર્યા હતા પરંતુ આ વખતે ભારતીય ઓલિમ્પિક સંઘે ૩૬ રમતમાં ૫૦૪ ખેલાડીને ઉતારવાની મંજૂરી સરકાર પાસે માંગી છે. આ ખેલાડીઓમાં ૨૭૫ પુરુષ અને ૨૨૯ મહિલા ખેલાડી સામેલ છે.
રમત-ગમત મંત્રાલયની મંજૂરી બાદ ભારતીય ટીમની સંખ્યા ઘટી શકે છે અથવા તો મામૂલી વધારો થઈ શકે છે. ૫૦૪ ખેલાડીઓ સાથે ૧૬૭ કોચિંગ સ્ટાફ અને સપોર્ટ સ્ટાફ ઉપરાંત ૬૮ વધારાના સ્ટાફ માટે મંજૂરી માંગવામાં આવી છે. ક્રિકેટના કદને ધ્યાનમાં રાખી પાછલી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પુરુષ અને મહિલા ટીમ સાથે સૌથી મોટો સપોર્ટ સ્ટાફ જોડવામાં આવી રહ્યો છે. બીસીસીઆઈએ પુરુષો માટે ૧૫ અને મહિલાઓની ૧૫ ખેલાડીઓની ટીમ સાથે દસ-દસનો સપોર્ટ સ્ટાફ મોકલવાનો નિર્ણય લીધો છે. જ્યારે પાછલી ટૂર્નામેન્યમાં સૌથી વધુ સાત ગોલ્ડ સહિત ૨૨ મેડલ અપનાવારી શૂટિંગ ટીમમાં પણ ૩૦ સભ્યો છે પરંતુ તેના માટે ૧૫ સભ્યોના સપોર્ટ સ્ટાફની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: બિગ બોસ-20માં નહીં જોવા મળે લલિત મોદી
શ્રેયસ અય્યરની આગેવાનીમાં રમનારી પુરુષ ટીમના કોચ વીવીએસ લક્ષ્મણને પસંદ કરાયા છે. ટીમ સાથે સેન્ટર ઓફ એક્સિલેન્સમાં સ્પિન બોલિંગ કોચ અને પૂર્વ ટેસ્ટ ક્રિકેટર સુનિલ જોશી બોલિંગ કોચ તેમજ અન્ડર-૧૯ ટીમના ડેવલપમેન્ટ કોચ ઋષિકેશ કાનિતકર બેટિંગ કોચ હશે. મહિલા ટીમને કોચિંગ અમોલ મજૂમદાર રહેશે.
