મુખ્યમંત્રીએ નળકાંઠા વિસ્તાર માટેની સિંચાઈ યોજનાનું કર્યું નિરીક્ષણ
ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદૃઢીકરણના કુલ ₹ ૧૪૦૦ કરોડના પ્રોજેક્ટ અંતર્ગત ₹ ૩૭૭.૬૫ કરોડનાં પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની કામગીરીની સમીક્ષા અને જાત માહિતી મેળવવા માટે ગોરજ ગામ નજીકની સોર્સ-૧ કેનાલ તથા હાંસલપુર નજીક સોર્સ-૩ની મુલાકાત પ્રત્યક્ષ લીધી હતી.

મુખ્યમંત્રીએ ફતેવાડી-નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરી અંગે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન કે. કૈલાસનાથન, નિગમના એમ ડી. મુકેશ પુરી, ડાયરેક્ટર પાર્થિવ વ્યાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.મુખ્યમંત્રીએ આ ચર્ચાઓ દરમિયાન કામોની ગુણવત્તા તથા ઝડપી પ્રગતિ ઉપર વિશેષ ભાર મૂક્યો હતો.
અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટની ૬૫ ટકા કામગીરી પૂરી થઈ છે. ઓગસ્ટ-૨૦૨૫ માં પ્રથમ તબક્કો પૂર્ણ થશે. ₹ ૧૦૨૭ કરોડના બીજા તબક્કાનું કામ ચાલું વર્ષના અંતમાં શરૂ થશે.
