- સરકારના ઉપસચિવ દ્વારા કરવામાં આવી બદલી
રાજકોટ : રાજ્યના સચિવાલય સહિતના વિભાગોમાં ફરજ બજાવતા 7 સેક્સન ઓફિસરની બદલી કરવા આદેશ કરવામાં આવ્યો છે જે અંતર્ગત રાજકોટ સ્પીપામાં ફરજ બજાવતા અધિકારીની પણ બદલી કરવામાં આવી છે સાથે જ બે નાયબ સેક્સન અધિકારીઓને સેક્સન અધિકારી તરીકે બઢતી પણ આપવામાં આવી છે.
ગુજરાત સરકારના ઉપસચિવ આદિત્ય દેસાઈ દ્વારા ઉર્જા અને પેટ્રો કેમિકલ વિભાગના દીપેશ રાજને માર્ગ અને મકાન વિભાગ, ઉદ્યોગ અને ખાણના મહેન્દ્ર ચાવડાને માર્ગ અને મકાન વિભાગ, ધીરેન પ્રજાપતિની બંદર અને વાહન વ્યવહારમાંથી નર્મદા જળ સંપત્તિ વિભાગ, ચૂંટણી વિભાગના જીતેન્દ્ર ખરાડીની બંદર અને વાહન વ્યવહારમાં, ક્લાઈમેટ ચેન્જના કૃણાલ ગઢવીની આરોગ્ય વિભાગમાં, સ્પીપા રાજકોટના પ્રશાંત ખખ્ખરની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના હેતલ ગોહિલને કૃષિ અને સહકાર વિભાગમાં બદલી કરવામાં આવી છે, સાથ જ નાયબ સેક્શન અધિકારી મયુર ગુપ્તા અને મનોહરસિંહ બારોટને બઢતી સાથે મહેસુલ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગમાં નિમણુંક આપવામાં આવી છે.
