અનન્યા પાંડેની વેબ સિરીઝ ‘કોલ મી બે’ની રિલીઝ ડેટ આવી સામે
એમેઝોન પ્રાઇમ વિડીયો પર 4 મહિના બાદ મળશે જોવા
વર્ષ 2019માં સ્ટુડન્ટ ઓફ ધ યર થી એક્ટિંગની દુનિયામાં પગલાં માંડનાર અનન્યા પાંડે હવે વેબ સિરીઝમાં નજર આવશે. આ વેબ સિરિઝનું નામ છે ‘કોલ મી બે’. જેની જાહેરાત તો પહેલા જ થઈ ગઈ હતી પરંતુ હવે તેની રિલીઝ ડેટ સામે આવી છે. જે આજે અમે તમને જણાવીશું.
‘કોલ મી બે’નું ડાયરેક્શન કોલીન ડી’ કુન્હાએ કર્યું છે. જેમાં અનન્યા પાંડે લીડ રોલમાં છે અને વીર દાસ, વરુણ સુદ, વિહાન સમત, મુસ્કાન જાફરી, લીસા મિશ્રા, મીની માથુર પણ નજર આવશે. આ વેબ સિરીઝમાં અમીર અને ગરીબની વાર્તા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોતાની પહેલી વેબ સિરીઝ અંગે જાહેરાત કરતાં અનન્યાએ કેપ્શનમાં લખ્યું હતું કે, ‘હે બે, તારું કેલેન્ડર અપડેટ કરી લે. વસ્તુઓ ચમકવાની છે. 6 સપ્ટેમ્બર’. રિપોર્ટ્સ કહી રહ્યા છે કે, આ વેબ સિરીઝમાં અનન્યા પાંડે બેલે ચૌધરીના પાત્રમાં જોવા મળશે. સિરીઝની વાર્તા બેલેની આગળ પાછળ ફરે છે. એમેઝોન પ્રાઇમ વિડીયો પર આ વેબ સિરીઝ તમે 4 મહિના પછી જોઈ શકશો.