Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતધાર્મિકબ્રેકિંગ ન્યૂઝ

રથયાત્રાના ગજરાજો અને ટ્રક સરસપુર પહોંચ્યા, ભગવાન જગન્નાથના રથ અડધો કલાક મોડા

Thu, July 16 2026

અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદની 149મી ભવ્ય જગન્નાથ રથયાત્રા ભારે ઉત્સાહ સાથે પ્રારંભ થઈ. જમાલપુર જગન્નાથ મંદિરેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને રથને પ્રસ્થાન કરાવ્યું. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યાએ નીકળ્યા છે. યાત્રા ધીમી ગતિએ આગળ વધી રહી છે. ગજરાજો અને ટેબ્લો સરસપુર પહોંચી ગયા છે જ્યારે રથ હાલમાં AMC ઓફિસ તરફ આગળ વધી રહ્યા છે અને અડધો કલાક મોડા ચાલી રહ્યા છે. “જય રણછોડ માખણચોર”ના જયઘોષથી આખું શહેર ગુંજી રહ્યું છે.

યાત્રાનો વર્તમાન અપડેટ 

યાત્રા જમાલપુરથી પ્રસ્થાન કરીને હવે ધીમે-ધીમે આગળ વધી રહી છે. સૌથી આગળ ચાલતા 18 સુશોભિત ગજરાજ અને 101 થીમ આધારિત ટ્રક સરસપુર પહોંચી ચૂક્યા છે. જ્યારે ભગવાનના ત્રણેય રથ જમાલપુર દરવાજો વટાવીને AMC ઓફિસ તરફ આગળ વધી રહ્યા છે. ભક્તોની ભીડ અને સુરક્ષા વ્યવસ્થાના કારણે રથ યાત્રા નિર્ધારિત સમય કરતા અડધો કલાક મોડી ચાલી રહી છે.

આકર્ષણનું કેન્દ્ર બન્યા અખાડા અને ટેબ્લો 

આ વખતની રથયાત્રામાં 30 અખાડાના યુવાનોના સાહસિક કરતબો મુખ્ય આકર્ષણ બન્યા છે. નાના બાળકોથી લઈને વડીલો સુધીના લોકોએ કરતબો રજૂ કરીને ભક્તોને મંત્રમુગ્ધ કર્યા. 

101 ટ્રક પર રંગબેરંગી ફૂલો અને થીમ આધારિત સજાવટ કરવામાં આવી છે. એક ટ્રક પર ગોરીલા ડાન્સ અને ભોળાનાથ બનેલા નાનકડા બાળકે લોકોનું ધ્યાન ખેંચ્યું. તો બીજી તરફ ‘હોર્મુઝ પાર’ નામના ટેબ્લો પર ‘પ્રભુ અમે કરીએ રથ તૈયાર, પેટ્રોલ-ડીઝલ-ગેસના જહાજો લાવો હોર્મુઝ પાર…’ જેવા સ્લોગન સાથે વૈશ્વિક શાંતિની પ્રાર્થના કરવામાં આવી.

આ પણ વાંચો: ભારત, બ્રિટન વચ્ચેનો મુક્ત વેપાર કરાર લાગુ

ગરમીથી બચાવવા AMCનું ‘કૂલિંગ ઓપરેશન‘ 

લાખો ભક્તોને કાળઝાળ ગરમીથી રાહત આપવા AMC દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ. સમગ્ર 16 KMના રૂટ પર ફાયર વિભાગ દ્વારા સમયાંતરે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. સાથે જ વાતાવરણ ઠંડું રાખવા મિસ્ટ વાન પણ સતત કાર્યરત રાખવામાં આવી હતી. જેના કારણે ભક્તોને મોટી રાહત મળી.

સુરક્ષામાં ટેક્નોલોજીનો ઉપયોગ 

આ વર્ષે સુરક્ષા માટે અનેક નવી વ્યવસ્થા કરાઈ છે: 

Voice AI સિસ્ટમ: ક્રાઈમ બ્રાન્ચે 4500 પોલીસકર્મીઓ માટે ‘જય જગન્નાથ’ કહીને સ્વાગત કરતી Voice AI સિસ્ટમ બનાવી. જેમાં ડ્યુટી, રહેવા-જમવાની માહિતી ફોન પર જ મળી જશે. 

ડ્રોન અને GPS: તમામ ટ્રક અને અખાડાનું 100 હાઈટેક ડ્રોન અને GPSથી રિયલ-ટાઈમ મોનિટરિંગ થઈ રહ્યું છે. 

કડક ચકાસણી: દરેક ડ્રાઈવર અને ટ્રકનું આધાર એપ દ્વારા વેરિફિકેશન અને મેડિકલ ચેકઅપ ફરજિયાત કરાયું. દરેક ટ્રકમાં 1 પોલીસ ડ્રાઈવર પણ સાથે છે.

અન્ય વિશેષ બાબતો 

ગજરાજનું શણગાર: 21 વર્ષીય કલાકાર ઝરણા પંચાલે ઇકો-ફ્રેન્ડલી રંગોથી ગજરાજો પર જગન્નાથ, સુભદ્રા અને બલરામના ચિત્રો દોર્યા. 

મામેરું: સરસપુરના તેજસ દવે પરિવારને આ વર્ષે ભગવાનનું મામેરું કરવાનો લાભ મળ્યો. વૃંદાવનના કાપડ અને માણેકચોકના અલંકારોથી ભગવાનને શણગારવામાં આવ્યા. 

રથ સુરક્ષા: દરેક રથ સાથે 1 ASP, 1 DCP, 2 DySP, 2 PI અને પોલીસ ફોર્સ તહેનાત છે. રથ પર કેમેરાવાન અને ડ્રોન સર્વેલન્સ પણ છે.

યાત્રાનો રૂટ: 

જગન્નાથ મંદિર → AMC ઓફિસ → ઢાળની પોળ → રાયપુર → ખાડિયા → કાલુપુર → સરસપુર → પ્રેમ દરવાજા → દિલ્હી ચકલા → શાહપુર → ઘી કાંટા → માણેકચોક → જગન્નાથ મંદિર

પરંપરા, શ્રદ્ધા અને આધુનિક સુવિધાનો સમન્વય ધરાવતી 149મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી છે. ભક્તિની સાથે ટેક્નોલોજી, સુરક્ષા અને સુવિધાનું અનોખું મિશ્રણ આ વર્ષે યાત્રાને વધુ સ્મરણીય બનાવી રહ્યું છે.

Tags:

ChariotProcessionCommunitySpiritCulturalHeritageDevotionFestivalVibesGajrajIndianFestivalsLiveEventsLordJagannathrathyatraReligiousCelebrationSaraspurSpiritualJourneyTraditionTravelDiaries

Share Article

Other Articles

Previous

રોહિંગ્યા સમુદાયના લોકોને લઈ જતી બે બોટ બંગાળની ખાડીમાં ડૂબી જતાં 500ના મોતની આશંકા

Next

ભારત, બ્રિટન વચ્ચેનો મુક્ત વેપાર કરાર લાગુ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
રોહિંગ્યા સમુદાયના લોકોને લઈ જતી બે બોટ બંગાળની ખાડીમાં ડૂબી જતાં 500ના મોતની આશંકા
21 મિનિટutes પહેલા
રથયાત્રાના ગજરાજો અને ટ્રક સરસપુર પહોંચ્યા, ભગવાન જગન્નાથના રથ અડધો કલાક મોડા
1 કલાક પહેલા
ભારત, બ્રિટન વચ્ચેનો મુક્ત વેપાર કરાર લાગુ
2 કલાક પહેલા
ઈરાન શાંતિ સમજૂતીમાંથી બહાર, વિદેશ મંત્રાલયની સતાવાર ઘોષણા
2 કલાક પહેલા
Categories

નેશનલ

3272 Posts

Related Posts

મુંબઈથઈ વિશાખાપટ્ટનમ જતી ફ્લાઇટ સાથે શું થયું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દુબઈથી હોંગકોંગ પહોંચેલું બોઈંગ 747 કાર્ગો વિમાન એરપોર્ટ પર રન-વે પરથી લપસીને સમુદ્રમાં ખાબકતા 2ના મૃત્યુ
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
I PHONEનું ગજબનું ફીચર !! તમારા હૃદયના ધબકારા ફોનને કરશે અનલોક, જાણો કેવી રીતે કરશે કામ
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
હરિયાણા : બુલડોઝર પર હાઇકોર્ટની બ્રેક
નેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર