Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ઝૂલતાપૂલ કેસમાં 14 માસના જેલવાસ બાદ જયસુખભાઈ પટેલને જામીન

Fri, March 22 2024

સુપ્રીમકોર્ટે શરતી જામીન આપ્યા : 30 ઓક્ટોબર 2022મા ઝૂલતો પુલ તૂટી પડયાના ત્રણ મહિના બાદ જયસુખભાઈ પટેલે 30જાન્યુઆરી 2023માં કોર્ટમાં સામેથી હાજર થયા હતા

મોરબી : મોરબીમાં 135 નિર્દોષ લોકોનો જીવ લેનારી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલને અંતે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે, 14 માસ એટલે કે 416 દિવસથી વધુ સમય જેલમાં રહેલા જયસુખભાઈ પટેલના સુપ્રીમ કોર્ટ પાસપોર્ટ જમા કરાવી દેવા સહિતની શરતે રેગ્યુલર જામીન મંજુર કર્યાનું જાણવા મળે છે.

30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીનો ઝૂલતોપુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે પુલનું સંચાલન અને સમારકામ કરનાર અજંતા ઓરવા કંપનીને જવાબદાર ઠેરવી ઓરેવના એમડી જયસુખભાઈ પટેલને મુખ્ય આરોપી ગણી કુલ 10 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી સરકાર દ્વારા સીટ મારફતે તપાસ શરૂ કરી હતી. બીજી તરફ નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ સુઓમોટો રીટ દાખલ કરી સરકારને ઝાટકી નાખી હતી.

ઉલ્લેખનીય છે કે, જયસુખભાઈ પટેલ વતી સુપ્રીમકોર્ટમાં જામીન અરજીની સુનાવણીમાં સીનીયર એડવોકેટ મુકુલ રોહતગી હાજર રહ્યા હતા અને જસ્ટીસ અભય ઓકા તથા જસ્ટીસ ઉજલ ભયાનની બેંચ સમક્ષ એવી દલીલ કરી હતી કે જયસુખ પટેલ 14 મહિનાથી જેલમાં છે અને હજુ તેને કેટલો વખત જેલમાં રાખજો ? ટ્રાયલ તો ચાલતી જ રહેવાની જ છે.  દુર્ઘટનામાં તેનો કોઇ સીધો વાંક આવતો નથી. ઝુલતા પુલ દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોના પરિવારો દ્વારા યુનિયન બનાવવામાં આવ્યું છે અને તેના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે આરોપી પક્ષ દ્વારા વારંવાર ધમકી આપવામાં આવે છે એટલે જામીન અરજી મંજૂર ન રાખવામાં આવે ત્યારે અદાલત દ્વારા ધમકીના પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. અદાલતે કહ્યું કે ધમકી સામે હાઇકોર્ટે પોલીસ રક્ષણ આપ્યું જ છે છતાં કોઇ તકલીફ પડી છે કે કેમ ? તેવા સવાલ સામે પક્ષકારે કોઇ તકલીફનો ઇન્કાર કર્યો હતો. જેને પગલે સુપ્રિમ કોર્ટે જામીન મંજૂર રાખ્યા હતા. ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ વતી રાજકોટના એડવોકેટ અનિલ દેસાઇ પણ હાજર રહ્યા હતા.

દરમિયાન 30 ઓક્ટોબર 2022મા ઝૂલતા પુલ દુર્ઘટના સર્જાયા બાદ ત્રણ મહિના સુધી નાસતા ફરતા જયસુખભાઈ પટેલે 30મી જાન્યુઆરી 2023ના રોજ મોરબી કોર્ટમાં શરણાગતિ સ્વીકારતા જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જે બાદ રેગ્યુલર જામીન માટે હાઇકોર્ટ, નીચલી કોર્ટમાં કરેલી જામીન અરજી ફગાવી દેવામાં આવતા જયસુખભાઈ પટેલે નામદાર સુપ્રિમકોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરતા સુપ્રીમ કોર્ટ પાસપોર્ટ જમા કરાવી દેવા સહિતની શરતોને આધીન જામીન અરજી મંજુર કરતા ઓરેવના એમડી જયસુખભાઈ પટેલને રાહત મળી છે.ઉલ્લેખનીય છે કે, મોરબી જેલમાં છેલ્લા 14માસ એટલે કે 416 કરતા વધુ સમયથી જેલવાસ ભોગવી રહેલા જયસુખભાઈ પટેલને સુપ્રિમમાંથી રાહત મળી છે પરંતુ હજુ જામીન હુકમ આવતા સમય લાગવાની સાથે કોર્ટ કાર્યવાહી સહિતની વિધિ બાદ હજુ પણ બે ચાર દિવસ બાદ જેલમુક્તિ મળે તેમ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

રાજકોટની મસાલા માર્કેટમાં મંદી જેવો માહોલ

Next

અરવિંદ કેજરીવાલના 7 દિવસના રિમાન્ડ મંજૂર, ED 28 માર્ચ સુધી કરશે પૂછપરછ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નિર્લિપ્ત રાયના ખભે હવે રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી: રેન્જ IG તરીકે સંભાળ્યો ચાર્જ
6 કલાક પહેલા
મહા ગોટાળો: આંધ્રપ્રદેશમાં 70 હજાર કરોડનું GST કૌભાંડ, આવકવેરા વિભાગના દરોડા: રેસ્ટોરન્ટ્સ પર ત્રાટકી તપાસ એજન્સીઓ
6 કલાક પહેલા
હું સંન્યાસ નથી લેવાનો…કેપ્ટન સૂર્યકુમારે કરી સ્પષ્ટતા, T20 ટાઇટલ પછી, હવે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાનું સપનું
6 કલાક પહેલા
Bahrain Bapco Oil Company: ક્રૂડ ઓઇલના વધતાં ભાવ વચ્ચે બેહરીનની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર ઇરાનનો હુમલો, 32 લોકો ઘાયલ
7 કલાક પહેલા
Categories

નેશનલ

2967 Posts

Related Posts

Trisha Gongadi Century : ભારતીય ખેલાડી ત્રિશા ગોંગડીએ રચ્યો ઇતિહાસ, U19 T20 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મનાલીથી અટલ ટનલ સુધી 5 KM લાંબો ટ્રાફિક જામ ….જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
યુપીમાં સંભલ જામા મસ્જિદ સર્વે સામેની મુસ્લિમ પક્ષની રીવ્યુ અરજી હાઇકોર્ટે રદ કરી, મસ્જિદ કમિટીને મોટો ફટકો
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
રાજકોટ : 12 વર્ષ જૂની અદાવતમાં યુવકને છરી ઝીંકી દીધી..!
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર