અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPLનો ફાઈનલ અને ક્વોલિફાયર-2 મુકાબલો : Bcciએ લીધો મોટો નિર્ણય
ગુજરાતમાં વસતા IPL રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. IPLનો ફાઈનલ અને ક્વોલિફાયર-2 મુકાબલો અમદાવાદમાં રમાશે. ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ ચંદીગઢના મુલ્લાનપુરમાં રમાડવાનો નિર્ણય BCCI દ્વારા કરવામાં આવ્યો છે. 1 જૂનથી નોકઆઉટ રાઉન્ડ શરૂ થશે અને 3 જૂને ફાઈનલ મેચ રમાશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઇનલ મેચ
ઇન્ડિયન પ્રીમિયર લીગ 202ની ફાઇનલને લઈને એક મોટી અપડેટ આવી છે. નવા ટાઈમટેબલ મુજબ, IPL ફાઇનલ હવે 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની ઘણી બેઠકો દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો. તેમજ અમદાવાદ 1 જૂને ક્વોલિફાયર 2નું પણ આયોજન કરવામાં આવશે.
ચંદીગઢના મુલ્લાનપુરમાં
પ્લેઓફની પહેલી બે મેચ એટલે કે ક્વોલિફાયર 1 અને એલિમિનેટર – અનુક્રમે 29 મે અને 30 મેના રોજ મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢ ખાતે રમાશે છે. દેશમાં વરસાદની મોસમ ધીમે ધીમે શરૂ થઈ રહી હોવાથી, આ સ્થળો પસંદ કરતી વખતે BCCI માટે પ્રાથમિક વિચારણા હવામાનની સ્થિતિ હતી. પહેલાના શેડ્યૂલ મુજબ, IPL 2025 ની ફાઇનલ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે યોજાવાની હતી, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
IPL 2025 પ્લેઓફ શેડ્યૂલ
- ક્વોલિફાયર 1: 29 મે, મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢ
- એલિમિનેટર: ૩૦ મે, મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢ
- ક્વોલિફાયર 2: 1 જૂન, અમદાવાદ
- ફાઇનલ: 3 જૂન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે જેમાં 1 લાખ 32 હજાર લોકોની બેઠક ક્ષમતા છે. તેણે અગાઉ પણ મહત્વપૂર્ણ IPL મેચોનું આયોજન કર્યું છે. ૨૦૨૨માં, ગુજરાત ટાઇટન્સે અહીં રાજસ્થાન રોયલ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. 2023માં વરસાદને કારણે ફાઇનલ બે દિવસ સુધી લંબાવવામાં આવી હતી, છતાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હજુ પણ તેનું યજમાન હતું. ત્યારબાદ, મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ, ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાતને હરાવ્યું અને પાંચમી વખત IPL ટ્રોફી પર કબજો કર્યો.