શેખર ટુનાઇટમાં અભિનેતા વિક્રાંત મેસીએ કર્યો ખુલાસો
અપશબ્દો આપવા સાથે વોટ્સએપ નંબર અને કારની વિગતો પણ લીક કરાઇ
અભિનેતા વિક્રાંત મેસીએ ધ સાબરમતી રિપોર્ટને લઈને થયેલા વિવાદ અને સોશિયલ મીડિયા પર મળેલા વિરોધ અંગે ખુલ્લેઆમ વાત કરી છે. શેખર સુમનના કાર્યક્રમ શેખર ટુનાઇટમાં વિક્રાંતે જણાવ્યું કે આ ફિલ્મમાં કામ કર્યા બાદ તેમને અપશબ્દો સાંભળવા પડ્યા હતા. તેમનો વોટ્સએપ નંબર અને કારની વિગતો પણ જાહેર કરી દેવામાં આવી હતી.
વિક્રાંતના જણાવ્યા પ્રમાણે તેમને ધમકીભર્યા સંદેશામાં લોકો તેમની કારનો રંગ અને તેઓ કયા રસ્તેથી અવરજવર કરે છે તે જાણતા હોવાનું કહેવાયું હતું. તે સમયે તેમનો પુત્ર માત્ર છ મહિનાનો હોવાથી સમગ્ર ઘટનાની તેમના પર ગંભીર અસર પડી હતી. આમ છતાં વિક્રાંતે સ્પષ્ટ કર્યું કે ગોધરા ટે્રનકાંડ આધારિત આ ફિલ્મમાં કામ કરવાનો તેમને ગર્વ છે.
આ પણ વાંચો: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સંઘર્ષના દિવસો યાદ કરી ભાવુક બન્યા
ફિલ્મની રજૂઆત બાદ કેટલાક દર્શકોએ વખાણ કર્યાં હતાં, જ્યારે કેટલાકે તેને રાજકીય પ્રોપેગેન્ડા ગણાવી હતી. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે તેમને ભાજપ સાથે જોડીને ટિપ્પણીઓ પણ કરી હતી. વિક્રાંતે કહ્યું કે હવે લોકોની દરેક પ્રતિક્રિયાથી તેઓ પ્રભાવિત થતા નથી.
