પડધરીના હરિપર ખારી ગામે દારૂના કટિંગ પર પોલીસ ત્રાટકી : 636 બોટલો કબજે
ધોરાજી, વિંછીયા અને પડધરીના ત્રણ બુટલેગરને પકડી વિદેશી દારૂની બોટલો અને બોલેરો-સ્વિફ્ટ કાર મળી રૂ.10 લાખનો મુદામાલ જપ્ત કર્યો
પડધરીના હરિપર ખરી ગામે થતાં દારૂના કટિંગ પર પડધરી પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 636 બોટલો સાથે ધોરાજી, વિંછીયા અને પડધરીના ત્રણ બુટલેગરોની ધરપકડ કરી છે.જ્યારે પોલીસે દારૂની બોટલો, બોલેરો-સ્વિફ્ટ કાર અને મોબાઈલ મળી રૂ.10 લાખનો મુદામાલ કબજે કરી વધુ કાર્યવાહી કરી છે.
માહિતી મુજબ પડધરી પોલીસના પીએસઆઈ જી.જે.ઝાલા તેની ટીમ સાથે રાત્રિના સમયે પેટ્રોલિંગ હતા ત્યારે તેઓને હરિપર ખરી ગામે આજી નદી તરફ દારૂનું કટિંગ થતું હોવાની બાતમી મળતા દોરોડો પાડ્યો હતો. અને દારૂનું કટિંગ કરતાં પડધરીના વિશ્વરાજસિંહ ભૂપતસિંહ સરવૈયા, વિંછીયાના જયદીપ બહાદુર બોરિયા અને ધોરાજી તાલુકાના ભાડેર ગામના ક્રીપાલસિંહ જયવતસિંહ વાઘેલાની ધરપકડ કરી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ.636 બોટલો,બોલેરો-સ્વિફ્ટ કાર અને 4 મોબાઈલ મળી કુલ રૂ.10,03160નો મુદામાલ કબજે કર્યો હતો. અને આ દારૂ ક્યાંથી લઇ આવ્યા હતા.તે દિશામાં બુટલેગરોની પૂછતાછ આદરી છે.