ઝારખંડની સરકારને આપેલો ટેકો કોંગ્રેસ પાછો ખેંચે: આંદોલનકારીઓની માંગ
સીએમ હાઉસનો ઘેરાવ પણ થશે
ઝારખંડમાં પબ્લિક સર્વિસ કમિશન) અને ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષાઓમાં કથિત ગડબડી અને અનિયમિતતાઓ સામે છેલ્લા 21 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહેલા કાયદાકીય અને સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓએ હવે સરકાર સામે મોરચો મંડ્યો છે. 18મી સુધી જો સરકાર માંગ નહી સ્વીકારે તો મુખ્યમંત્રી આવાસનો ઘેરાવ કરવાની ચીમકી અપાઈ છે. એ જ રીતે આંદોલનકારીઓએ કોંગી નેતા રાહુલ ગાંધી સમક્ષ એવી માંગ કરી છે કે સોરેન સરકારને આપેલો ટેકો કોંગ્રેસ પાછો ખેંચે. 20 મીએ સીએમ આવાસ ઘેરવા સાથે સોરેન અને રાહુલના પૂતળા પણ બાળવામાં આવશે.
રિફોર્મ મંચ’ના બેનર હેઠળ એકઠા થયેલા વિદ્યાર્થીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હવે આ આંદોલન શાંતિપૂર્ણ ગાંધીવાદી માર્ગે નહીં પરંતુ ભગતસિંહના ક્રાંતિકારી માર્ગે આગળ વધશે. આંદોલનકારીઓએ પહેલીવાર મુખ્યમંત્રી હેમંત સોરેનના રાજીનામાની માંગ કરી છે અને સરકાર પર વિદ્યાર્થીઓની વાજબી માંગણીઓને તદ્દન નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો: દેશના 458 રેલવે સ્ટેશન ઉપર પાણીમાં ખતરનાક બેક્ટેરિયા મળ્યા
વિદ્યાર્થી નેતાઓના જણાવ્યા મુજબ, સરકારની બેરુખી અને વિદ્યાર્થીઓ પ્રત્યેના ઉદાસીન વલણના વિરોધમાં આંદોલનના આગામી તબક્કાની જાહેરાત કરવામાં આવી છે:વિદ્યાર્થી નેતા રવીન્દ્ર પાસવાને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “જો રાજ્ય સરકારમાં કૉંગ્રેસનું કોઈ સાંભળતું ન હોય તો રાહુલ ગાંધીએ તુરંત જ હેમંત સોરેન સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લેવું જોઈએ. વિદ્યાર્થીઓની સાથે હોવાનો માત્ર દેખાવો કરીને તેમને ભ્રમમાં રાખવાનું બંધ કરવું જોઈએ.”
રાજ્યપાલ પણ આંદોલન અંગે સ્ટુડન્ટની તરફેણ કરી રહ્યા છે
દરમિયાનમાં રાજ્યપાલ ગાંગવાર પણ આંદોલનમાં ઊઠવાયેલા મુદાઓને ગંભીર ગણાવી રહ્યા છે. એમણે ખામીઓને દૂર કરવાની ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે, 10 ઓગસ્ટના રોજ રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રાંચી પહોંચ્યા હતા અને વિધાનસભા ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પરિસ્થિતિ વણસતાં પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો તથા ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. પોલીસ કાર્યવાહીમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં સરકાર પ્રત્યેનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો છે.હજુ પણ આ આંદોલન ભારે આક્રમક બનશે તેમ લાગે છે.
