Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ચેક ડેમમાં એક બાળક લપસ્યું, બચાવવા પડેલા ત્રણ ડૂબ્યા: ચારેયના મોત

Mon, August 17 2026

બેડી ગામથી હડમતીયા રોડ પર વીડીવાળા પીરની દરગાહે દર્શન કરવા ગયા બાદ હાથ-પગ ધોતી વખતે બનેલી દૂર્ઘટના

૭ અને ૧૧ વર્ષના બે સગા ભાઈ, ૯ વર્ષની કૌટુંબિક બહેન અને ૧૭ વર્ષીય કાકાના મૃત્યુ

૧૧ વર્ષનું બાળક ચેક ડેમ નજીક હાથ-પગ ધોવા ગયું ત્યારે પગ લપસી જતાં અંદર ખાબક્યું

રાજકોટની ભાગોળે બેડી ગામથી હડમતીયા તરફ જવાના રસ્તે આવેલા વીડીવાળા પીરની દરગાહથી થોડે જ દૂર આવેલા ચેક ડેમમાં રવિવારે હાથ-પગ ધોવા ગયેલુ ૧૧ વર્ષનું બાળક લપસી જતાં તેને બચાવવા પડેલાં અન્ય બે બાળક તેમજ એક સગીરના પણ ડૂબી જવાથી ગણતરીના મિનિટોમાં જ ચારેય લોકોના મોત નિપજ્યાની ઘટના પ્રકાશમાં આવતાં સનસનાટી મચી જવા પામી હતી.

આ અંગે વધુમાં જાણવા મળેલી વિગત પ્રમાણે રાજકોટના ૧૫૦ ફૂટ રિંગરોડ પર ખોડિયારનગર શેરી નં.૬માં રહેતા અને પાનની દુકાન ધરાવતા સાજીદભાઈ અભેશોરાના ૧૧ વર્ષીય પુત્ર સોહાન અભેશોરાનો જન્મદિવસ હોય તે નિમિત્તે સોહાન ઉપરાંત તેનો ૭ વર્ષીય નાનો ભાઈ સેફાન, સાજીદની ભત્રીજી અને રોણકી ગામે રહેતી કૌટુંબિક બહેન આલિફા અક્રમભાઈ અભેશોરા (ઉ.વ.૯) તેમજ સાજીદના પિતરાઈ ભાઈ સાહિલ જમાલભાઈ અભેશોરા (ઉ.વ.૧૭) ઉપરાંત સોહાનના માતા સુહાનાબેન એમ પાંચેય લોકો હડમતીયા રોડ પર વીડીવાળા પીરની દરગાહે દર્શન કરવા માટે ગયા હતા. દરગાહે દર્શન કર્યા બાદ તમામે સાથે ભોજન લીધું હતું.

આ પછી સોહાન હાથ-પગ ધોવા માટે દરગાહ પાસે જ આવેલા ચેકડેમમાં પહોંચ્યો હતો. આ વેળાએ પગ લપસી જતાં તે ડેમના ઉંડા પાણીમાં ખાબક્યો હતો. સોહાનને ડૂબતો જોઈ સેફાન પણ પાણીમાં કુદયો હતો અને ત્યારબાદ આલીફા પણ પાણીમાં પડી હતી. એકંદરે ત્રણેય બાળકો પાણીમાં ગરકાવ થઈ રહ્યાનું જોઈ ૧૭ વર્ષીય સાહિલે પણ પાણીમાં કૂદકો માર્યો હતો પરંતુ પાણી ખૂબ જ ઉંડું હોય તે બાળકોને તો બચાવી શક્યો ન્હોતો સાથે સાથે તે પણ ડૂબી જતાં ચારેયના મૃત્યુ નિપજ્યું હતું. આલીફાના પિતા અક્રમભાઈ ખેતમજૂરી કરતા હોવાનું તેમજ રોણકી ગામે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. આલીફા ત્રણ ભાઈ-બહેનમાં મોટી હતી. જ્યારે સાહિલ બે ભાઈનમાં નાનો હોવાનું અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હતો.

એકંદરે ગોઝારી દૂર્ઘટનાની જાણ થતાં જ ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, કૂવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ જાની સહિતના અધિકારીઓ હોસ્પિટલે દોડી ગયા હતા. બાળકો મૃત્યુ પામ્યાની જાણ થતાં જ પરિવારજનો પણ હોસ્પિટલે પહોંચ્યા હતા અને રોકક્કળ કરી મુકતા વાતાવરણ ગમગીન બની ગયું હતું.

આ પણ વાંચો: ઝારખંડની સરકારને આપેલો ટેકો કોંગ્રેસ પાછો ખેંચે: આંદોલનકારીઓની માંગ

મારી જિંદગી અહીં પૂરી થઈ ગઈ, હવે મારે એક સેક્નડ નથી જીવવું: પિતાનો વલોપાત

પોતાના વ્હાલસોયા બન્ને પુત્રના ડૂબી જવાની જાણ થતાં જ સાજીદભાઈ અભેશોરાની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી અને તેમણે હવે મારી જિંદગી પૂરી થઈ ગઈ છે, મારા પુત્રો પાંચ મિનિટ પણ દૂર નથી રહેતા પરંતુ હવે તો બન્ને કાયમ માટે દૂર થઈ ગયા છે એટલા મારે પણ હવે સેક્નડ માટે પણ નથી જીવવું, મેં આ લોકોને પાણીમાં જવાની ના જ પાડી હતી. આજે સોહાનનો જન્મદિવસ હોય રાત્રે તેની ઉજવણીની તૈયારી પણ કરી હતી જે હવે માતમમાં ફેરવાઈ ગઈ છે. એકંદરે પિતાના આ શબ્દો સાંભળી હોસ્પિટલ ખાતે ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.

૧૭ વર્ષની ઉંમરે જ સાહિલ રિક્ષા ચલાવી દરગાહે લઈ ગયો

ડૂબી જવાથી મૃત્યુ પામેલા સાહિલ જમાલભાઈ અભેશોરાની ઉંમર ૧૭ વર્ષની હોવા છતાં તે રિક્ષા ચલાવી પરિવારને મદદરૂપ થતો હતો. હજુ તો તેનું ડ્રાઈવિંગ લાયસન્સ પણ નીકળ્યું ન્હોતું તે પહેલાં તે રિક્ષા ચલાવી રહ્યો હતો. રવિવારે સાહિલ જ રિક્ષા ચલાવીને સેફાન, સોહાન, આલીફા તેમજ કૌટુંબિક ભાભી સુહાનાબેનને દરગાહે લઈ ગયો હતો.

જન્મદિવસે જ ૧૧ વર્ષના સોહાને દુનિયા છોડી દીધી

સોહાન સાજીદભાઈ અભેશોરાનો રવિવારે જન્મદિવસ હોવાથી વીડીવાળા પીરની દરગાહે ભાઈ-બહેન તેમજ માતા સાથે દર્શનાર્થે ગયો હતો. આમ તેણે જન્મદિવસે જ દુનિયા છોડી દીધી હતી. સોહાનના પિતા સાજીદભાઈ ખોડિયારનગરમાં જ પાનની દુકાન ધરાવે છે. તેમને બે પુત્ર હતા જે બન્નેના મૃત્યુ થતા આભ ફાટી પડ્યું હતું.

Share Article

Other Articles

Previous

પશ્ચિમ બંગાળના તારાપીઠ નજીકની હોટેલમાં આગ લાગતા શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ

Next

ઝારખંડની સરકારને આપેલો ટેકો કોંગ્રેસ પાછો ખેંચે: આંદોલનકારીઓની માંગ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પશ્ચિમ બંગાળના તારાપીઠ નજીકની હોટેલમાં આગ લાગતા શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
23 મિનિટutes પહેલા
ચેક ડેમમાં એક બાળક લપસ્યું, બચાવવા પડેલા ત્રણ ડૂબ્યા: ચારેયના મોત
43 મિનિટutes પહેલા
ઝારખંડની સરકારને આપેલો ટેકો કોંગ્રેસ પાછો ખેંચે: આંદોલનકારીઓની માંગ
45 મિનિટutes પહેલા
દેશના 458 રેલવે સ્ટેશન ઉપર પાણીમાં ખતરનાક બેક્ટેરિયા મળ્યા
47 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3461 Posts

Related Posts

આસામમાં બાળ લગ્ન વિરોધી ઝુંબેશ અંતર્ગત વધુ 416 લોકોની ધરપકડ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી, ચેન્નાઇ ખાતેની એનઆઇએની ઓફિસે અજાણી વ્યક્તિએ ફોન કર્યો, મધ્યપ્રદેશથી કોલ આવ્યાનું તપાસમાં ખુલ્યું
Breaking
2 વર્ષ પહેલા
મુંબઈના ડોમ્બીવલી વિસ્તારમાં આવેલી બહુમાળી ઈમારતમાં આગ લાગી
Breaking
3 વર્ષ પહેલા
વરસાદને પગલે પગલે ડેન્ગ્યુનો પણ પગપેસારો થાય છે
હેલ્થ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર