Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ફૂડ પેકેટ પર સુગર, સોલ્ટ અને ફેટની ચેતવણી લેબલ ફરજિયાત બનાવો

Thu, August 13 2026

લોકોના આરોગ્યને નજરમાં રાખીને હવે આ પ્રક્રિયા કરાવવામાં વિલંબ સહન નહીં થાય

સુપ્રીમ કોર્ટે  ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ અથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ને સખત ફટકાર લગાવી છે. બજારમાં વેચાતા ફૂડના પેકેટ પર સુગર સોલ્ટ સહિતની સામગ્રી કેટલી માત્રામાં છે તેવી ચેતવણી આપતા લેબલ હજુ લાગ્યા નથી. કોર્ટે પૂછ્યું કે શું તમે લોકોને, ખાસ કરીને વિકસતા બાળકોને સ્વસ્થ રાખવા માંગતા નથી? અને શું તમે ફૂડ ઉદ્યોગના દબાણને વશ થઈને આ મહત્વના પગલાને વિલંબિત કરી રહ્યા છો?

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે “ અવર હેલ્થ સોસાયટી” દ્વારા દાખલ કરેલી જનહિત યાચિકાની સુનાવણી કરી હતી. આ યાચિકામાં પેકેજ્ડ ફૂડ પર ફ્રન્ટ-ઓફ-પેક વોર્નિંગ લેબલ્સ  ફરજિયાત બનાવવાની માંગ કરવામાં આવી છે. આ લેબલ્સમાં સુગર (ખાંડ), સોલ્ટ (મીઠું) અને સેચ્યુરેટેડ ફેટ (સંતૃપ્ત ચરબી)ની ઊંચી માત્રા વિશે સ્પષ્ટ ચેતવણી આપવામાં આવે.

કોર્ટે FSSAIની વલણ પર અસંતોષ વ્યક્ત કરતા કહ્યું, હતું કે

શું તમે કોર્ટને મૂર્ખ બનાવી રહ્યા છો? શું તમે કોર્પોરેટ લોબીના દબાણ અને વશ થઈને આ કામમાં વિલંબ કરી રહ્યા છો? જો તમારાથી ન થઈ શકે તો અમારે આ કામ કરવું પડશે?

આ પણ વાંચો: ટ્રેનોના દુર્ગંધયુક્ત ટોયલેટથી 40%થી વધુ યાત્રીઓ હેરાન

કોર્ટે વધુમાં પૂછ્યું કે,   ઉત્પાદકોના વ્યાપારી હિતો આ નિર્ણયમાં નિર્ણાયક ભૂમિકા નિભાવી શકતા નથી. આ મુદ્દો નાગરિકોના સ્વાસ્થ્ય અધિકાર સાથે સંબંધિત છે.

આ મામલો લાંબા સમયથી ચાલી રહ્યો છે. 2024માં PIL દાખલ થયા બાદ એપ્રિલ 2025માં કોર્ટે FSSAIની એક્સપર્ટ કમિટીને ત્રણ મહિનામાં રિપોર્ટ સબમિટ કરવા કહ્યું હતું. ત્યારબાદ વારંવાર વિલંબ થતા ફેબ્રુઆરી 2026માં કોર્ટે ફરીથી અસંતોષ વ્યક્ત કર્યો અને વોર્નિંગ લેબલ્સ પર વિચાર કરવા કહ્યું.

FSSAIએ તાજેતરમાં કોર્ટમાં અફિડેવિટ દાખલ કરીને કહ્યું છે કે તે વોર્નિંગ સિમ્બલ્સને બદલે પોષણ માહિતીનું ટેબલ મૂકવા માંગે છે. જેમાં પ્રતિ 100 ગ્રામમાં એડેડ સુગર, સેચ્યુરેટેડ ફેટ અને સોલ્ટની માત્રા, સર્વિંગ સાઇઝ અને ICMRની ભલામણ મુજબ દૈનિક જરૂરિયાત દર્શાવવામાં આવશે.

કોર્ટ દ્વારા શું ચેતવણી અપાઈ છે, કેન્દ્ર સરકારને શું કહ્યું?

કેન્દ્ર સરકાર અને FSSAIને બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે કે તેઓ આ મુદ્દે અંતિમ નિર્ણય કોર્ટ સમક્ષ રજૂ કરે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો તેઓ પોતાની રીતે નહીં કરે તો કોર્ટ પોતે આદેશ આપશે. આ બાબત ઘણા લાંબા સમયથી સૂચના આપી હોવા છતાં વણઉકેલ છે તે બાબતને લઈને સુપ્રીમ કોર્ટે ભારે નારાજી દર્શાવી હતી. 

Tags:

ConsumerRightsDietaryGuidelinesFoodLabelingFoodPolicyFoodSafetyFoodTransparencyHealthAwarenessHealthyChoicesHealthyEatingMandatoryLabelsNutritionEducationNutritionMattersPublicHealthSugarSaltFatWellnessAdvocacy

Share Article

Other Articles

Previous

લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટમાં અલ કાયદાનો હાથ

Next

ટ્રેનોના દુર્ગંધયુક્ત ટોયલેટથી 40%થી વધુ યાત્રીઓ હેરાન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
હવે ઘણો સમય થયો, વિવાદનો નિવેડો લાવો: માલ્યા-બેંકોને હાઈકોર્ટની ટકોર
10 મિનિટutes પહેલા
સંસદના બન્ને ગૃહો અનિશ્ચિત કાળ સુધી સ્થગિત
12 મિનિટutes પહેલા
ઉત્તરાખંડમાં ખડગેની સભા પછી હિન્દુ સંગઠન દ્વારા કરાયો શુદ્ધિકરણ હવન
13 મિનિટutes પહેલા
અકાલી દળના વડા સુખબીર સિંઘ બાદલ પર નીહાંગ શીખ દ્વારા કિરપાણથી હુમલો
15 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3444 Posts

Related Posts

દીપડાઓ શેરડીના ખેતરમાં અને હાથીઓ રેલવે ટ્રેક પર કેમ રહેવા લાગ્યા છે?
ગુજરાત
2 મહિના પહેલા
1600 કરોડમાં બનશે ‘રામાયણ’ : ફિલ્મ માટે રણબીર કપૂરે વસૂલી અધધ ફી, જાણો પૂરી સ્ટારકાસ્ટને કેટલી ફી લીધી
Entertainment
1 વર્ષ પહેલા
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટ સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટનો ચાર્જ ડો.આર.એસ.ત્રિવેદી પાસેથી છીનવી લેતી સરકાર
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર