Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

NEET – UG માટે JEE માફક બે તબક્કાની પરીક્ષા પર વિચારણા

Thu, August 6 2026

કમ્પ્યુટર આધારિત પરીક્ષાનો પણ વિકલ્પ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રની રજૂઆત; નીલેકણી સમિતિની ભલામણો અને પરામર્શ બાદ જ લેવાશે અંતિમ નિર્ણય

દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UGના માળખામાં મોટા ફેરફારની શક્યતા ઉભી થઈ છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે નીટ-યુજીને જેઈઈ મેઈન અને જેઈઈ એડવાન્સ્ડની જેમ બે તબક્કામાં યોજવાની તેમજ વર્તમાન પેન-એન્ડ-પેપર પદ્ધતિને બદલે કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT) અમલમાં મૂકવાની શક્યતાઓ પર ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે. જોકે, આ અંગે હજી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની પરીક્ષાઓમાં પ્રશ્નપત્ર લીક સહિતની ગેરરીતિઓને લઈને દાખલ થયેલી અરજીઓની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે એફિડેવિટમાં જણાવ્યું કે પરીક્ષા પદ્ધતિમાં કોઈપણ ફેરફાર નંદન નીલેકણીની અધ્યક્ષતામાં રચાયેલી હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સની ભલામણો અને સંબંધિત તમામ હિતધારકો સાથે ચર્ચા બાદ જ અમલમાં મૂકવામાં આવશે.

આ પણ વાંચો: ભારતનું FCRA સુધારા બિલ એટલે ચર્ચ ઉપર હુમલો: અમેરિકી સાંસદનો આક્ષેપ

કેન્દ્રે જણાવ્યું કે ટાસ્ક ફોર્સ ટેક્નોલોજી, પરીક્ષા સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સમાન તક, સુલભતા અને શૈક્ષણિક પાસાઓ સહિત તમામ મુદ્દાઓનું મૂલ્યાંકન કરી રહી છે. હાલમાં એનટીએની આઠ મુખ્ય પરીક્ષાઓમાંથી સાત પરીક્ષાઓ કમ્પ્યુટર આધારિત છે, જ્યારે નીટ-યુજી એકમાત્ર મોટી પરીક્ષા છે જે હજુ પણ પેન-એન્ડ-પેપર મોડમાં લેવાય છે.

કેન્દ્રે સ્પષ્ટ કર્યું કે નીટ-યુજી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા નેશનલ મેડિકલ કમિશન (NMC)ના અધિકારક્ષેત્ર હેઠળ આવતી પરીક્ષા હોવાથી તમામ સંબંધિત સંસ્થાઓ સાથે પરામર્શ બાદ જ કોઈ નવું મોડલ અમલમાં આવશે. સાથે જ પરીક્ષા પદ્ધતિમાં કોઈપણ ફેરફાર કરવામાં આવશે તો વિદ્યાર્થીઓને અગાઉથી પૂરતો સમય આપવામાં આવશે, જેથી તેમને કોઈ મુશ્કેલી ન પડે.

નીટ પરીક્ષા બધાથી અલગ, જટિલ: સરકારની સુપ્રીમ કોર્ટમાં રજૂઆત

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે નીટ-યુજી અન્ય તમામ પ્રવેશ પરીક્ષાઓ કરતાં અલગ અને વધુ જટિલ છે. દર વર્ષે 22 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપે છે, જેમાં મોટા પ્રમાણમાં ગ્રામ્ય વિસ્તારોના તથા મહિલા વિદ્યાર્થીઓ સામેલ હોય છે. ઉપરાંત, એમબીબીએસ ઉપરાંત બીડીએસ, આયુષ, વેટરિનરી અને નર્સિંગ જેવા વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પણ આ જ પરીક્ષા લેવામાં આવે છે. તેથી પરીક્ષા પદ્ધતિમાં કોઈપણ ફેરફાર સુરક્ષા, પારદર્શિતા, ટેક્નોલોજી, સુલભતા અને સમાન તક જેવા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવશે, એમ સરકારે કોર્ટને જણાવ્યું હતું.

Tags:

AcademicChallengesCareerInMedicineEducationDebateEducationReformEntranceExamsExamPreparationExamStrategyFutureDoctorsJEE2023JEETwoStageExamMedicalEntranceNEET2023NEETUGStudentSuccessTwoStageExams

Share Article

Other Articles

Previous

મોટી યાંત્રિક રાઇડના સંચાલકોએ હરાજીમાં રિંગ કરી છતાં રૂા.૧.૪૦ કરોડ ઉપજ્યા

Next

ભારતનું FCRA સુધારા બિલ એટલે ચર્ચ ઉપર હુમલો: અમેરિકી સાંસદનો આક્ષેપ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
મોટી યાંત્રિક રાઇડના સંચાલકોએ હરાજીમાં રિંગ કરી છતાં રૂા.૧.૪૦ કરોડ ઉપજ્યા
37 મિનિટutes પહેલા
NEET – UG માટે JEE માફક બે તબક્કાની પરીક્ષા પર વિચારણા
39 મિનિટutes પહેલા
ભારતનું FCRA સુધારા બિલ એટલે ચર્ચ ઉપર હુમલો: અમેરિકી સાંસદનો આક્ષેપ
40 મિનિટutes પહેલા
મ્યાનમાર સાથે જમીનની અદલાબદલીની ચર્ચા: કેન્દ્ર સરકારે કહ્યું ,” વિચારણા ચાલુ”
41 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3407 Posts

Related Posts

રાજકોટ જિલ્લામાં 23944 રેશનકાર્ડ સાયલેન્ટ મોડમાં
રાજકોટ
2 વર્ષ પહેલા
રૂપાવટીના સરપંચના પુત્રોના ત્રાસથી બે ભાઈઓનો સજોડે આપઘાતનો પ્રયાસ
ક્રાઇમ
3 વર્ષ પહેલા
આર.એ.આર ફાઉન્ડેશન રીબડા દ્વારા સ્વ.મહીપતસિંહ જાડેજાની પુણ્યતિથિ નિમિત્તે યોજાશે ડાયરો
રાજકોટ
3 વર્ષ પહેલા
વડાપ્રધાન ફરી યુપીની મુલાકાતે ક્યારે જશે ?
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર