Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલનેશનલ

મ્યાનમાર સાથે જમીનની અદલાબદલીની ચર્ચા: કેન્દ્ર સરકારે કહ્યું ,” વિચારણા ચાલુ”

Thu, August 6 2026

સરહદના કેટલાક ભાગો હજુ અનિર્ધારિત હોવાનો સ્વીકાર

ભારત અને મ્યાનમાર વચ્ચે મણિપુરની સરહદ પર વર્ષોથી અનિર્ધારિત રહેલા ભાગનું સરહદ નિર્ધારણ પૂર્ણ કરવા માટે મર્યાદિત વિસ્તારની અદલાબદલી (ટેરિટોરિયલ એક્સચેન્જ) અંગે વિચારણા ચાલી રહી હોવાનું વિદેશ મંત્રાલયે સ્વીકાર્યું છે. જોકે કેન્દ્ર સરકારે કોઈ અંતિમ નિર્ણય લેવાયો હોવાનો ઇનકાર કરતાં માત્ર એટલું જ કહ્યું છે કે સરહદના કેટલાક વિસ્તારો હજુ બાકી છે અને તેના ઉકેલ માટે બંને દેશો વચ્ચે ચર્ચા ચાલુ છે.

મીડિયા અહેવાલો અનુસાર મણિપુરના ચંદેલ જિલ્લામાં મ્યાનમારની કબાવ ખીણને અડીને આવેલા બોર્ડર પિલર નંબર 65થી 68 વચ્ચેના લગભગ 2.8 કિલોમીટર લાંબા અનિર્ધારિત સરહદી વિસ્તારને સ્પષ્ટ કરવા માટે આશરે 1.4 ચોરસ માઇલ જમીનની અદલાબદલીનો પ્રસ્તાવ વિચારાધીન છે. ભારત અને મ્યાનમાર વચ્ચે કુલ 1,643 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે, જે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાંથી પસાર થાય છે. તેમાં અંદાજે 171 કિલોમીટર સરહદ હજુ સંપૂર્ણ રીતે નિર્ધારિત થઈ નથી.

આ પણ વાંચો: દેશમાં 1.25 કરોડ કરદાતાઓએ આઇટીઆરમાં ભૂલ સુધારી

ભારતે 2024માં સમગ્ર ભારત-મ્યાનમાર સરહદ પર ફેન્સિંગ કરવાની યોજના જાહેર કરી હતી તેમજ ફ્રી મૂવમેન્ટ રેજિમ (FMR) સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. સરહદનું નિર્ધારણ પૂર્ણ થતાં ગેરકાયદે ઘૂસણખોરી, આતંકી પ્રવૃત્તિઓ, હથિયારો અને ડ્રગ્સની હેરાફેરી જેવા સરહદી ગુનાઓ પર વધુ અસરકારક નિયંત્રણ મેળવી શકાશે તેવી સરકારની માન્યતા છે.

શા માટે વિચારણા હેઠળ?

ભારત-મ્યાનમાર સરહદના કેટલાક ભાગો દાયકાઓથી સંપૂર્ણ રીતે નિર્ધારિત થયા નથી. સરહદ સ્પષ્ટ ન હોવાને કારણે ગેરકાયદે ઘૂસણખોરી, આતંકવાદી સંગઠનોની અવરજવર, ડ્રગ્સ અને હથિયારોની હેરાફેરી જેવી સમસ્યાઓ સામે અસરકારક કાર્યવાહી મુશ્કેલ બને છે. કેન્દ્ર સરકાર સમગ્ર 1,643 કિલોમીટર સરહદ પર ફેન્સિંગ પૂર્ણ કરવા માંગે છે, પરંતુ અનિર્ધારિત વિસ્તારોને કારણે તેમાં અડચણો આવી રહી છે. આથી મર્યાદિત વિસ્તારની અદલાબદલી દ્વારા સરહદનું અંતિમ નિર્ધારણ કરી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો વિકલ્પ વિચારાધીન હોવાનું માનવામાં આવે છે. ભારત અગાઉ 2015માં બાંગ્લાદેશ સાથે જમીનની અદલાબદલી કરીને લાંબા સમયથી ચાલતા સરહદી વિવાદનો સફળતાપૂર્વક અંત લાવી ચૂક્યું છે.

મણિપુરમાં વિરોધનો સૂર

મણિપુરની વિવિધ મૈતેઈ નાગરિક સંસ્થાઓના સંયુક્ત મંચ COCOMIએ સંભવિત જમીનની અદલાબદલીનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. સંગઠને ચેતવણી આપી છે કે રાજ્યની એક ઇંચ જમીન પણ મ્યાનમારને સોંપવાનો કોઈ નિર્ણય લેવામાં આવશે તો વ્યાપક લોકઆંદોલન શરૂ કરવામાં આવશે. COCOMIનું કહેવું છે કે મણિપુરની ભૌગોલિક અખંડિતતા સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં અને રાજ્યની સરહદોને અસર કરતો કોઈપણ નિર્ણય સ્થાનિક લોકોની સંમતિ વિના લેવો યોગ્ય નથી. સંગઠને કેન્દ્ર સરકારને મણિપુરની પ્રાદેશિક અખંડિતતા સાથે “રમત ન રમવા”ની પણ ચેતવણી આપી છે.

Tags:

BorderIssuesCentralGovernmentDiplomacyEconomicImpactForeignAffairsGeopoliticsGovernmentPolicyInternationalRelationsLandNegotiationsLandSwapMyanmarPoliticalDiscussionPublicDebateRegionalDevelopmentSoutheastAsia

Share Article

Other Articles

Previous

ભારતનું FCRA સુધારા બિલ એટલે ચર્ચ ઉપર હુમલો: અમેરિકી સાંસદનો આક્ષેપ

Next

દેશમાં 1.25 કરોડ કરદાતાઓએ આઇટીઆરમાં ભૂલ સુધારી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
મોટી યાંત્રિક રાઇડના સંચાલકોએ હરાજીમાં રિંગ કરી છતાં રૂા.૧.૪૦ કરોડ ઉપજ્યા
11 મિનિટutes પહેલા
NEET – UG માટે JEE માફક બે તબક્કાની પરીક્ષા પર વિચારણા
13 મિનિટutes પહેલા
ભારતનું FCRA સુધારા બિલ એટલે ચર્ચ ઉપર હુમલો: અમેરિકી સાંસદનો આક્ષેપ
14 મિનિટutes પહેલા
મ્યાનમાર સાથે જમીનની અદલાબદલીની ચર્ચા: કેન્દ્ર સરકારે કહ્યું ,” વિચારણા ચાલુ”
15 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3407 Posts

Related Posts

રાજકોટમાં રૂ.10ના સિક્કા અને નોટની અછત : ધંધા-રોજગાર રેઢા મૂકીને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા વેપારીઓ મજબૂર  
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
લાંબુ અંતર-મોટો પડકાર: આર્જેન્ટિનાએ ભારતને 20,000 કિમી દૂરથી કરી મદદ, પહેલા ક્વાર્ટરમાં જ 50,000 ટન LPG સપ્લાય
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
કોઈ DCPના નામે છેતરાયું તો કોઈએ માતાની સારવાર માટે પૈસા ગુમાવ્યા !!
ટેક ન્યૂઝ
3 વર્ષ પહેલા
ગુજરાતના નવા મંત્રીમંડળે લીધા શપથ : હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી, દાદાના નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર