Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓલપાડ અને માંડવી ખાતે SDRFની ટીમો તૈનાત: જિલ્લા કલેક્ટર તેજસ પરમાર

Sat, August 1 2026

કીમ નદીના કાંઠા વિસ્તારના નાગરિકોને સમયસર સુરક્ષિત સ્થળે ખસી જવા કલેક્ટરની અપીલ

કીમ નદીના વધતા જળસ્તરને પગલે ઓલપાડ અને માંગરોળના નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર

તંત્ર એલર્ટ મોડ પર: નાગરિકોને તકેદારી રાખવા, સાવચેત રહેવા અને જરૂરિયાત ન હોય તો ઘરની બહાર ન નીકળવાનું ટાળીએ: જિલ્લા કલેક્ટર

છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં સરેરાશ ૨૨૨ mm (આશરે ૮ ઇંચ) વરસાદ નોંધાયો

હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લા માટે જાહેર કરવામાં આવેલા ‘રેડ એલર્ટ’ તેમજ આજે સવારથી જ સતત વરસી રહેલા વરસાદના પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જિલ્લાની પ્રવર્તમાન પૂર અને વરસાદી પરિસ્થિતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી અગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે. પૂરની સ્થિતિ અને ભારે વરસાદથી લોકોને સુરક્ષિત રાખવા અંબિકા નદી કિનારાના ગામો તેમજ અન્ય અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાંથી ૪,૦૦૦થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

વરસાદની પ્રવર્તમાન સ્થિતિ અંગે કલેક્ટરએ છેલ્લા ૨૪ કલાકની (ગઈકાલે સવારે ૬:૦૦ થી આજે સવારે ૬:૦૦ વાગ્યા સુધીની) સ્થિતિએ જિલ્લાના તમામ તાલુકાઓમાં અનરાધાર વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન સુરત જિલ્લામાં સરેરાશ ૨૨૨ mm (આશરે ૮ ઈંચ) વરસાદ થયો છે. જેમાં અંબિકા તાલુકામાં સૌથી વધુ ૫૬૫ mm (અંદાજિત ૨૨.૫ ઈંચ) વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં ૫ થી ૧૨ ઈંચ સુધીનો વરસાદ થયો છે. આ ઉપરાંત, સુરત શહેરમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં આશરે ૫ થી ૬ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આઈસોલેટેડ સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની શક્યતા યથાવત છે.

તેમણે જણાવ્યું કે, આજે સવારે વરસાદનું જોર થોડું ઘટી જતાં રાહત અનુભવાઈ હતી, પરંતુ સવારે ૧૦:૦૦ વાગ્યાથી ફરી તમામ તાલુકાઓમાં સતત વરસાદ શરૂ થયો છે. આજે પણ જિલ્લામાં ‘રેડ એલર્ટ’ હોવાથી તંત્ર સતર્ક છે.

આ પણ વાંચો: 4 દરવાજા ખોલીને પાણી છોડાતા મોરબી સહિત 32 ગામોને સાવધ કરાયા: જીકીયારી કોઝવે બંધ

કીમ નદી ઓવરફ્લો થવાના કારણે ઓલપાડ અને માંગરોળ તાલુકાના નીચાણવાળા ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જેથી તંત્ર દ્વારા ગઈકાલથી જ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, જે આજે પણ જરૂરિયાત મુજબ સતત શરૂ છે.

સુરત શહેરની તમામ મુખ્ય ખાડીઓ હાલ ભયજનક સપાટીની નીચે વહી રહી છે. ગઈકાલે કેટલીક ખાડીઓમાં જળસ્તર વધ્યું હતું, પરંતુ હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. તાપી નદીમાં સિંગણપોર કોઝવે ઓવરફ્લો થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમનું રૂલ લેવલ ૩૩૩ ફીટ છે, જેની સામે વર્તમાન પાણીની સપાટી ૩૨૦ ફીટ નોંધાઈ છે. આમ, ડેમ અને નદીઓમાં હાલ પૂરતો જળસંગ્રહ સુરક્ષિત મર્યાદામાં છે. રેસ્ક્યૂ અને રાહત કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે માંડવી ખાતે અગાઉથી જ SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે ઓલપાડ ખાતે પણ આજે સવારે SDRFની વધારાની ટીમ રવાના કરી દેવાઈ છે એમ તેમણે વધુમાં કહ્યું હતું.

કલેક્ટર  તેજસ પરમારે ખાસ કરીને કીમ નદીના કાંઠાના વિસ્તારોમાં રહેતા નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, કીમ નદીનું જળસ્તર હજુ પણ વધવાની પૂર્ણ શક્યતા છે. આથી સ્થાનિક નાગરિકો સમયસર અને ત્વરિત પોતપોતાના સુરક્ષિત સ્થળે ખસી જાય તે ઇચ્છનીય છે. હાલમાં SDM, TDO, SDRF અને પોલીસ સહિતની તમામ સંબંધિત ટીમો સતત ફિલ્ડ પર હાજર રહી પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે.

કીમ નદીમાં રાત્રિ દરમિયાન ઓવરફ્લો થવાના કારણે ઓલપાડ અને માંગરોળ તાલુકાના નીચાણવાળા ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે ગઈકાલે જ આ વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરી દેવાયું હતું, તેમ છતાં જો કોઈ નાગરિક નીચાણવાળા કે જોખમી વિસ્તારમાં હોય તો તેમને ત્વરિત સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા તેમણે તાકીદ કરી હતી.

જિલ્લા કલેક્ટરએ તમામ નાગરિકોને પ્રવર્તમાન સ્થિતિમાં તકેદારી રાખવા, સાવચેત રહેવા અને અતિ જરૂરિયાત ન હોય તો ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી.

Tags:

CommunitySupportDisasterResponseEmergencyServicesFloodReliefGujaratWeatherHeavyRainsLocalNewsMandviOlpadPublicSafetyRainfallImpactRescueOperationsSDRFSuratDistrictTejasParmar

Share Article

Other Articles

Previous

આગામી ૩ કલાક અતિભારે વરસાદની આગાહી: 13 જિલ્લામાં રેડ એલર્ટ, દુર્ઘટનાઓમાં 4 નાગરિકોના મોત

Next

4 દરવાજા ખોલીને પાણી છોડાતા મોરબી સહિત 32 ગામોને સાવધ કરાયા: જીકીયારી કોઝવે બંધ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
‘નિપુણ ગુજરાત અભિયાન’ હેઠળ રાજ્યવ્યાપી બેઝલાઇન સર્વેનો આવતીકાલથી પ્રારંભ
10 કલાક પહેલા
500 વિદ્યાર્થીઓએ માર્ગ સુરક્ષા અગ્રદૂત તરીકે તાલીમ મેળવી માર્ગ અકસ્માતમુક્ત ભારતના નિર્માણનો લીધો સંકલ્પ
10 કલાક પહેલા
રાજ્યની તમામ શાળાઓ માટે ‘સ્કૂલ ક્વૉલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક’ વિષયક એકદિવસીય તાલીમ યોજાશે
10 કલાક પહેલા
છ મહિલા પહેલવાનોના યૌન ઉત્પીડન કેસમાં બ્રિજભૂષણ સિંહ નિર્દોષ જાહેર
11 કલાક પહેલા
Categories

નેશનલ

3389 Posts

Related Posts

રાજકોટમાં વિકાસ ગાંડો! દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોની યાદીમાં સ્થાન,સુરત પ્રથમ ક્રમે,જાણો કયા છે દેશના ટોપ-10 શહેરો
ગુજરાત
6 મહિના પહેલા
કેરમ રમવા મુદ્દે મિત્રની નજર સામે જ યુવકની કરપીણ હત્યા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકાર અને અર્થશાસ્ત્રી બિબેક દેબરોયનું ૬૯ વર્ષની વયે નિધન : મોદી અને અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટ : ઓગસ્ટ આવતા જ પોલીસને બંગાળી કારીગરોનું ચેકિંગ યાદ આવ્યું , 16 વેપારી સામે ગુન્હો નોંધ્યો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર