Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલસ્પોર્ટ્સ

છ મહિલા પહેલવાનોના યૌન ઉત્પીડન કેસમાં બ્રિજભૂષણ સિંહ નિર્દોષ જાહેર

Mon, August 3 2026

દિલ્હી કોર્ટે ચુકાદો આપ્યો: ત્રણ વર્ષથી દેશભરમાં ચર્ચાસ્પદ રહેલા કેસનો ફોજદારી અંત આવ્યો

ભારતીય કુસ્તી સંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને છ મહિલા પહેલવાનો દ્વારા નોંધાવવામાં આવેલા યૌન ઉત્પીડન કેસમાં સોમવારે દિલ્હીની અદાલતે નિર્દોષ જાહેર કર્યા હતા. દેશના રમતગમત જગતમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલા આ કેસમાં અદાલતના ચુકાદા સાથે ત્રણ વર્ષથી ચાલી રહેલી ફોજદારી કાર્યવાહીનો અંત આવ્યો છે.

વિનેશ ફોગાટ સહિત છ મહિલા પહેલવાનોએ બ્રિજભૂષણ સામે યૌન ઉત્પીડનના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ આક્ષેપોને પગલે 2023માં દિલ્હીના જંતર-મંતર પર સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને અન્ય અગ્રણી પહેલવાનોએ લાંબું આંદોલન ચલાવ્યું હતું. બ્રિજભૂષણની ધરપકડ અને WFIમાંથી હટાવવાની માંગ સાથે થયેલા આ વિરોધને દેશ-વિદેશમાં ભારે સમર્થન અને ચર્ચા મળી હતી.

દિલ્હી પોલીસે કેસમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ લાંબી સુનાવણી દરમિયાન કુલ 32 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. અંતિમ દલીલો પૂર્ણ થયા બાદ સોમવારે અદાલતે બ્રિજભૂષણને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા.

આ પણ વાંચો: બળાત્કારની ફરિયાદ કરનારી મહિલાને થૂંક ચાટવાની સજા

આ અગાઉ પણ અલગથી નોંધાયેલા સગીર મહિલા પહેલવાન સંબંધિત પોક્સો (POCSO) કેસમાં પણ દિલ્હી કોર્ટે  પોલીસનો ક્લોઝર રિપોર્ટ સ્વીકારી બ્રિજભૂષણને રાહત આપી હતી.

“હું તો પહેલેથી જ કહેતો હતો…” : બ્રિજભૂષણ

ચુકાદા બાદ બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે, “મેં પહેલા જ દિવસે કહ્યું હતું કે જો આરોપો સાચા સાબિત થશે તો હું પોતે ફાંસી ચડી જઈશ. આજે હું નિર્દોષ જાહેર થયો છું. આ મારા અને મારા સમર્થકો માટે સારા સમાચાર છે. હવે મને વધુ કંઈ કહેવું નથી.”ચુકાદા બાદ તેમના સમર્થકોએ આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો હતો.

વિવાદાસ્પદ કેસનો ઘટનાક્રમ

જાન્યુઆરી-2023: વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા સહિતના પહેલવાનો જંતર-મંતર પર ધરણાં પર બેઠા.

23 જાન્યુઆરી, 2023: કેન્દ્ર સરકારે ફરિયાદોની તપાસ માટે ઓવરસાઇટ કમિટીની રચના કરી.

એપ્રિલ-2023: છ મહિલા પહેલવાનોએ દિલ્હી પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી.

28 એપ્રિલ, 2023: સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ દિલ્હી પોલીસે બે FIR નોંધાવી.

28 મે, 2023: સંસદ તરફ કૂચ દરમિયાન પહેલવાનોની અટકાયત; વિરોધ ચરમસીમાએ પહોંચ્યો.

15 જૂન, 2023: દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી; સગીર સંબંધિત POCSO કેસમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો.

મે-2024: અદાલતે આરોપ નક્કી કર્યા; બ્રિજભૂષણે આરોપો નકારી કાઢ્યા.

મે-2026: પ્રોસિક્યુશન તરફથી 32 સાક્ષીઓની જુબાની પૂર્ણ.

2 જુલાઈ, 2026: અંતિમ દલીલો પૂર્ણ.

3 ઑગસ્ટ, 2026: દિલ્હી કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહને છ મહિલા પહેલવાનોના યૌન ઉત્પીડન કેસમાં નિર્દોષ જાહેર કર્યા.

આખું તંત્ર આરોપીના બચાવમાં હતું, અદાલતમાં જઈશું : વિનેશ ફોગટ

ચુકાદા સામે ઓલિમ્પિયન વિનેશ ફોગાટે નિરાશા વ્યક્ત કરતાંvઆરોપ લગાવ્યો કે “શરૂઆતથી જ આખું તંત્ર બ્રિજભૂષણને બચાવવામાં લાગેલું હતું.” વિનેશે જણાવ્યું કે મહિલા પહેલવાનો ચુકાદાને ઉચ્ચ અદાલતમાં પડકારશે અને શક્ય તેટલી વહેલી તકે અપીલ દાખલ કરવામાં આવશે. “અમે આશા ગુમાવી નથી, ન્યાય માટેની લડત ચાલુ રહેશે,” એમ તેમણે જણાવ્યું હતું. બજરંગ પુનિયાએ પણ વિનેશના નિવેદનને સમર્થન આપ્યું.

Tags:

AcquittalBrijbhushanSinghEmpowerWomenFemaleAthletesJusticeForWrestlersLegalSystemLegalUpdateMeTooMovementSexualHarassmentSportsEthicsSportsJusticeWomenInSportsWrestlingCommunityWrestlingControversyWrestlingNews

Share Article

Other Articles

Previous

રાજ્યની તમામ શાળાઓ માટે ‘સ્કૂલ ક્વૉલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક’ વિષયક એકદિવસીય તાલીમ યોજાશે

Next

બળાત્કારની ફરિયાદ કરનારી મહિલાને થૂંક ચાટવાની સજા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
IFS વિશ્વેશ નેગી ઈરાનમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત!
52 મિનિટutes પહેલા
અમેરિકાની ટેરિફની ધમકી વચ્ચે પણ રશિયા બન્યું ભારતનું નંબર-1 ક્રૂડ પાર્ટનર, આયાતે તોડ્યા તમામ રેકોર્ડ!
1 કલાક પહેલા
‘નિપુણ ગુજરાત અભિયાન’ હેઠળ રાજ્યવ્યાપી બેઝલાઇન સર્વેનો આવતીકાલથી પ્રારંભ
17 કલાક પહેલા
500 વિદ્યાર્થીઓએ માર્ગ સુરક્ષા અગ્રદૂત તરીકે તાલીમ મેળવી માર્ગ અકસ્માતમુક્ત ભારતના નિર્માણનો લીધો સંકલ્પ
17 કલાક પહેલા
Categories

નેશનલ

3391 Posts

Related Posts

સ્પાઇસજેટ: બિલાડીની જેમ ‘નવ-જીવન’ મેળવતી એરલાઈન્સ કંપની !! જાણો ચડતી-પડતીનો ઇતિહાસ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ રાજકીય હલચલ
નેશનલ
1 સપ્તાહ પહેલા
લક્ષદ્વિપમાં વડાપ્રધાને શેની મોજ માણી ? જુઓ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
બુરખો કે હિજાબ પહેરશો તો દંડ થશે : ઈટાલીની મેલોની સરકારે સંસદમાં વિવાદાસ્પદ બિલ રજૂ 
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર