Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingનેશનલબ્રેકિંગ ન્યૂઝ

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થતા 2 લોકોના મોત અને 7 ગંભીર રીતે ઘાયલ,અનેક દટાયા હોવાની આશંકા

Tue, July 7 2026

2024ના મુંડક્કાઈ ભૂસ્ખલનના ઘા હજુ રુઝાયા નથી ત્યાં કેરળના વાયનાડમાં ફરી એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સતત પડી રહેલા ભારે વરસાદ વચ્ચે મંગળવારે અનાક્કામપોયલ-મેપ્પાડી ટનલ પ્રોજેક્ટ નજીક મોટું ભૂસ્ખલન થતાં 2 લોકોના મોત થયા છે અને અનેક શ્રમિકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે. સરકારે આને કુદરતી નહીં પણ “માનવસર્જિત ભૂસ્ખલન” ગણાવી તપાસના આદેશ આપ્યા છે.

ક્યાં અને કેવી રીતે બની ઘટના? 

આ ભયાનક ભૂસ્ખલન વાયનાડના કલ્લાડી ખાતે મીનાક્ષી બ્રિજ પાસે બન્યું છે. મલપ્પુરમ અને વાયનાડને જોડતા અનાક્કામપોયલ-મેપ્પાડી ટનલ રોડ પ્રોજેક્ટની કન્સ્ટ્રક્શન સાઇટ પર જમીન ધસી પડી હતી. ઘટના સમયે ત્યાં કામ કરી રહેલા શ્રમિકો અને વાહનો કાટમાળ નીચે દટાયા હતા. છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમાં 265 મીમી ભારે વરસાદ નોંધાયો હતો, જેના કારણે જમીન ધસી પડી હોવાનું માનવામાં આવે છે.

‘મેન-મેડ લેન્ડસ્લાઇડ’નો આક્ષેપ 

કેરળના મંત્રી ટી. સિદ્દીકે આ ઘટનાને કુદરતી આફત ગણવાનો ઇનકાર કર્યો છે. તેમણે કોંકણ રેલવે પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે જિલ્લા કલેક્ટરે આ સ્થળે ભૂસ્ખલનનું જોખમ હોવાની લેખિત ચેતવણી અગાઉથી આપી હતી. 20 જૂને વહીવટીતંત્રે સાઇટ પરથી માટી હટાવવાનો આદેશ પણ આપ્યો હતો, પરંતુ કોન્ટ્રાક્ટરે તેનું પાલન કર્યું નહીં. મંત્રીએ કહ્યું કે 2024માં મુંડક્કાઈમાં 298 લોકોના મોત બાદ પણ બેદરકારી દાખવવામાં આવી છે અને આ બાબત સહન કરવામાં નહીં આવે.

આ પણ વાંચો: 2 દિવસમાં ચાંદી 6600 તૂટી, સોનું પણ 2000થી વધુ સસ્તું થયું

યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન 

માહિતી મળતા જ NDRFની વાયનાડ અને કોઝીકોડની 2 ટીમના 60 જવાનો, ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકો રેસ્ક્યૂમાં જોડાયા છે. અત્યાર સુધીમાં કાટમાળમાંથી 6 ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. કેટલાક પ્રોજેક્ટ વાહનો પણ કાટમાળમાં દબાયા હોવાના અહેવાલ છે.

CMની કટોકટી બેઠક  

ઘટનાની ગંભીરતા જોતા મુખ્યમંત્રી વી.ડી. સતીશને તાત્કાલિક બેઠક યોજી હતી. તેમણે અધિકારીઓને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી કરવા સૂચના આપી છે. સાથે જ મહેસૂલ મંત્રી એ.પી. અનિલ કુમાર અને મંત્રી ટી. સિદ્દીકને તાત્કાલિક વાયનાડ પહોંચીને સ્થિતિનો તાગ મેળવવા અને બચાવ કાર્યોની દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે અને દટાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

Tags:

breakingnewsCommunitySupportDisasterReliefEmergencyResponseEnvironmentalAwarenessIndiaNewsInjuredKeralaKeralaNewslandslideNaturalDisasterRescueOperationsSafetyFirstTragicIncidentWayanadLandslide

Share Article

Other Articles

Previous

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: હાઈકોર્ટના ચુકાદાના અમલ પર 3 મહિનાનો સ્ટે, આરોપીઓ જશે સુપ્રીમ કોર્ટ

Next

2 દિવસમાં ચાંદી 6600 તૂટી, સોનું પણ 2000થી વધુ સસ્તું થયું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
હેવન નહીં ‘આફત’નો વરસાદ! સુરતમાં પૂર જેવી સ્થિતિ, હવામાન વિભાગનું રેડ ઍલર્ટ
22 મિનિટutes પહેલા
દંતકથારૂપ જોડીને શ્રદ્ધાંજલિ: પરિમલ નથવાણીના હસ્તે ગીરની આઇકોનિક
1 કલાક પહેલા
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: હાઈકોર્ટના ચુકાદાના અમલ પર 3 મહિનાનો સ્ટે, આરોપીઓ જશે સુપ્રીમ કોર્ટ
2 કલાક પહેલા
કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થતા 2 લોકોના મોત અને 7 ગંભીર રીતે ઘાયલ,અનેક દટાયા હોવાની આશંકા
2 કલાક પહેલા
Categories

નેશનલ

3231 Posts

Related Posts

દેશના રેલવે સ્ટેશનો બનશે નયનરમ્ય અને આધુનિક…જુઓ PM મોદીએ કેટલા કરોડની આપી ભેટ..
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
લોકમેળામાં રાઇડ્સ શોભાના ગાઠીયા બની રહેશે
રાજકોટ
2 વર્ષ પહેલા
ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત
ગુજરાત
1 વર્ષ પહેલા
૧૫૦ ફૂટ રોડ પર ક્રિષ્ના સ્કૂલમાં દાહોદના ‘નશેડી’એ હાથ સાફ કર્યો’તો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર