Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

મુંબઇમાં સ્થળ ત્યાં જળ; જનજીવન થંભી ગયું; વધુ 2 મોત

Mon, July 6 2026

12 ઇંચ વરસાદ સાથે અનેક વિસ્તારો તળાવ બન્યા. વૃક્ષ પડવાની અસંખ્ય ઘટના; દુકાનો, ઘરોમાં પાણી ઘૂસ્યા, વસઇ , વિરાર, નાલાસોપારા, પાલઘર, બાંદ્રા, માટુંગા, અંધેરી જળબંબાકાર; લોકોને ઘરમાં જ રહેવા સૂચના

મહંગરી મુંબઇમાં મેઘાણી વહી રફતાર રહી હતી અને જ્યાં જુઓ ત્યાં પાણીની ધાર દેખાતી હતી. છેલ્લા પાંચ દિવસથી મુશળધાર વરસાદને કારણે મુંબઈ મેટ્રોપોલિટન રિજનના જનજીવન પર મોટી અસર પડી છે. રવિવારે  રેડ એલર્ટ વચ્ચે પણ પડેલા ભારે વરસાદને કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારો, રસ્તાઓ પર પાણી ફરી વળવાની સાથે વૃક્ષો ધરાશયી થવાની ઘટનામાં વધારો થયો હતા, જેમાં વધુ બે લોકોનો ભોગ લેવાયો   હતો.  વહેલી સવારથી અંધેરી, વિરાર, માટુંગા, પવઈ સહિત અનેક વિસ્તારો વરસાદી પાણીને કારણે રસ્તાઓ જળબંબાકાર બન્યા હતા. જ્યાં ઠેરઠેર પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિકોને અવરજવર કરવાનું મુશ્કેલ બન્યું હતું.  ટ્રેન અને બસ સેવા ખોરવાઇ હતી. અનેક વિસ્તારોમાં દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. છેલ્લા 24 કલાકમાં મુંબઇમાં 12 ઈંચથી વધુ પાણી પડી ગયું હતું. સ્થળ ત્યાં જળ જેવી હાલત થઈ ગઈ હતી.  લોકોને ઘરોમાં જ રહેવાની અપીલ થઈ હતી.

મુંબઈમાં સવારના આઠ વાગ્યાથી એક વાગ્યા સુધીમાં પૂર્વ ઉપનગરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે શહેર અને પરાના વિસ્તાર મળીને 250થી વધુ વૃક્ષ અને એની શાખાઓ તૂટી પડવાના બનાવ બન્યા હતા,  વાહન વ્યવહાર સાવ થંભી ગયો હતો.  બેલાપુરમાં રહેણાંક ઈમાર્ટનો સ્લેબ તૂટી પડતાં તમામ 17 ફ્લેટ ખાલી કરાવ્યા હતા.

આ પણ વાંચો: ભારતને પાસપોર્ટ રેન્કીંગમાં નિરાશા; 100ની યાદીથી પણ બહાર

ભારે પવન સાથે વરસાદથી  ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના ઘટી હતી. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સાથે વૃક્ષ પડવાની ઘટનામાં વધારો થયો છે. કુર્લામાં એક વૃદ્ધ અને એક યુવકનું વૃક્ષ પડતા મૃત્યુ થયું હતું. મુંબઈમાં વૃક્ષ પડવાને કારણે બે જણનાં મોત થયા હતા. એક કિસ્સો કુર્લામાં બન્યો હતો, જ્યારે બીજો આરે કોલોનીમાં.

કુર્લા પશ્ચિમમાં સરકારી સ્કૂલ નજીક વૃક્ષ ધરાશાયી થતા 63 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થયું હતું જેમની ઓળખ યુનુસ કુંડવાલા તરીકે કરવામાં આવી છે, જ્યારે આરે કોલોનીમાં વૃક્ષ પડતા અઢાર વર્ષના યુવકનું મોત થયું હતું, જેની ઓળખ હસન રજા તરીકે કરી છે. શનિવારે બપોરે આરે કોલોનીના યુનિટ નંબર 13 ખાતે ચાલતી બાઈક પર અચાનક વૃક્ષ ધરાશયી થયું હતું, જેમાં યુવકનું મોત થયું હતું, જે સાકીનાકાનો રહેવાસી હતો. તેને ગંભીર ઈજા પહોંચ્યા પછી હોસ્પિટલમાં સારવાર વખતે ડોક્ટર મૃત જાહેર કર્યો હતો. જોકે, આ બંને ઘટના પછી વિપક્ષે હવે પાલિકા પ્રશાસન પર નિશાન સાધ્યું હતું. મનસેએ પણ કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી.

લોકલ ટ્રેનની રફતારમાં ‘બ્રેક’

મુંબઈ સહિત મેટ્રો પોલિટન રિજનમાં પડી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનની રફતારમાં એકંદરે બ્રેક વાગી છે. લોકલ ટ્રેનો સવારથી અડધો કલાકની આસપાસ મોડી દોડી રહી છે, પરંતુ ચાલુ હોવાથી મુંબઈગરાએ રાહતનો શ્વાસ લીધો છે. પશ્ચિમ રેલવેમાં વસઈ-વિરાર, નાલાસોપારામાં મેઘતાંડવને કારણે રસ્તાઓ જળબંબાકાર બન્યા છે, પરંતુ વરસાદી પાણી ટ્રેક પર આવ્યું નથી. પશ્ચિમ રેલવેની સાથે મધ્ય રેલવેમાં હાર્બર લાઈન અને મેઈન લાઈનમાં લોકલ ટ્રેનો મોડી પણ ચાલુ હોવાનું રેલવેએ સોશિયલ મીડિયા પર અપડેટ આપ્યું હતું.

મુકેશ અંબાણીની કારનો કાફલો પણ ધસમસતા પાણી વચ્ચે ફસાયો

દરમિયાનમાં મુંબઇમાં ભાગ્યે  જ કોઈ માર્ગ એવો હશે જ્યાં પાણીનો ભરાવો ના હોય. આવી  હાલત વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કારનો કાફલો પણ ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયો હતો. એમને હોલ્ટ કરવાની ફરજ પડી હતી ત્યારબાદ તંત્રની મદદથી કાફલા માટે રસ્તો ક્લિયર કરવામાં આવ્યો હતો.  અનેક કાર પાણી વચ્ચે ફસાઈ ગઈ હતી.

મધ્ય પ્રદેશના 20થી વધુ જિલ્લાઓમાં, ભારે વરસાદ નદી-નાળા છલકાયા; દિલ્હીમાં પણ મુશળધાર  

મધ્યપ્રદેશમાં, ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. શનિવારની રાતથી વરસાદ શરૂ થયો હતો અને 20 જિલ્લાઓમાં ભારે  વરસાદ પડતાં નદી-નાળા છલકાઈ ગયા હતા.   હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ, ગાજવીજ, વીજળી અને 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી ચેતવણી જારી કરી છે. ખરાબ હવામાન દરમિયાન લોકોને સાવચેત રહેવા અને સલામત સ્થળોએ રહેવાની વિનંતી કરવામાં આવી છે. દિલ્હીમાં પણ રવિવારે  ભારે  વરસાદ વચ્ચે હવાઈ સેવાને અસર  થઈ હતી.

છેલ્લા 24 કલાકમાં, મધ્યપ્રદેશના 20  થી વધુ જિલ્લાઓમાં ચોમાસાએ પોતાની તાકાત બતાવી છે. માહિતી અનુસાર, આ પ્રદેશમાં સૌથી વધુ 72 મીમી અથવા લગભગ 3 ઇંચ વરસાદ પડ્યો હતો. તે જ સમયે, અટેરમાં 70 મીમી, સૌનસરમાં 60 મીમી, હાટ પીપલ્યામાં 58 મીમી અને પટેરામાં 56 મીમી વરસાદ નોંધાયો હતો.ઉજ્જૈન સહિતના શહેરોમાં માર્ગો જળમગ્ન બન્યા હતા.

Tags:

ClimateImpactCommunitySupportDisasterManagementFloodEmergencyMumbaiFloodsMumbaiNewsMumbaiRainMumbaiUpdatesMumbaiWeatherNormalLifeDisruptedPublicSafetyRainySeasonStaySafeMumbaiUrbanFloodingWaterloggingMumbai

Share Article

Other Articles

Previous

વડાપ્રધાન મોદી આજથી 3 દેશોની યાત્રા પર રવાના

Next

ભારતને પાસપોર્ટ રેન્કીંગમાં નિરાશા; 100ની યાદીથી પણ બહાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
રામ મંદિર દાન ચોરી મામલે ટ્રસ્ટે ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકાર્યું, SITની તપાસ તેજ
12 મિનિટutes પહેલા
અમરનાથ શિવલિંગ ઝડપથી ઓગળી રહ્યું છે,  હવે માત્ર 1 ફૂટ જ બાકી
2 કલાક પહેલા
યુરિયા-ડીએપીથી ભરેલા 15 જહાજ ભારત રવાના, સરકારે સપ્લાય ચેઈન બચાવી
5 કલાક પહેલા
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની 21KM ટનલ ખોદવા દેશનું સૌથી મોટું ભીમકાય મશીન એક્શન મોડમાં
5 કલાક પહેલા
Categories

નેશનલ

3224 Posts

Related Posts

વડાપ્રધાન મોદી આવતા મહિને 3 દેશોની યાત્રા કરી શકે છે
ટૉપ ન્યૂઝ
2 સપ્તાહs પહેલા
ઇઝરાયલ ‘ક્રુસેડ ‘જેવા યુદ્ધનો માહોલ બનાવી રહ્યું છે:તુર્કી પ્રમૂખનો આક્ષેપ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
શું અજમેર શરીફની દરગાહમાં પહેલા શિવ મંદિર હતું ?? ક્યા પુસ્તક પરથી કરાયો દાવો ?? જાણો તેમ શું લખ્યું છે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
માસૂમ પુત્રની હત્યા કરી ક્રૂર માતાએ ઘરે આવી ભગવાનના દીવા પણ કર્યા !! પાષાણ હૃદયની માતાની ધરપકડ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર