Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગુજરાત પોલીસે માત્ર ૧૦ દિવસમાં ૫૦૦ ગુમ થયેલા નાગરિકોને શોધ્યા

Sat, July 4 2026

વડોદરાના એક પરિવાર માટે પાંચ મહિનાનો સમય કપરો રહ્યો. 14 વર્ષની દીકરી ગુમ થઈ ગઈ. પરિવાર વ્યાકુળ હતો. ત્યારે ગુજરાત પોલીસ તેની મદદે આવી. ગુજરાત પોલીસે 1,200 કિલોમીટર દૂર કર્ણાટકમાં જઈ સગીર બાળકીને હેમખેમ ઘરે પરત લાવી પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસે ગુમ થયેલા બાળકો અને પુખ્ત વયના લોકોને શોધીને તેમના પરિવારો સાથે મિલન કરાવવા માટેની ઓપરેશન મિલાપ નામે રાજ્યવ્યાપી ઝુંબેશ શરુ કરી હતી. આ ઝુંબેશને વધુ 10 દિવસ લંબાવવામાં આવી. ત્યારે આ તબક્કામાં ૧૦ દિવસમાં ૫૦૦ ગુમ થયેલા બાળકો અને પુખ્તવયનાં વ્યક્તિઓને શોધવામાં સફળતા મળી.  

બાળકી ૧૮ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ વડોદરાના છાણી વિસ્તારમાંથી ગુમ થઈ હતી. સ્થાનિક પોલીસે મહિનાઓ સુધી તપાસ કરી. સફળતા ન મળતાં આ કેસ વડોદરા એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સોંપાયો.

આ પણ વાંચો: ઉપલેટા જળમગ્ન, માંગરોળમાં હાઈવે ધોવાયો, જાફરાબાદનો દરિયો ઉગ્ર

ટેકનિકલ સર્વેલન્સ અને ઈન્ટેલિજન્સ ઈનપુટ્સનો ઉપયોગ કરીને, તપાસકર્તાઓએ આરોપી સુનિલકુમાર કેસરીસિંહ બારીયાને કર્ણાટકના શિવમોગાથી શોધી કાઢ્યો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સગીર બાળકીને ફોસલાવીને લઈ ગયો હતો. આરોપીએ જયપુરમાં પૂજારીનો કોર્સ પૂરો કરી નવું નામ ધારણ કરી લીધું. અને શિવમોગાના એક જૈન મંદિરમાં પૂજારી તરીકેની નોકરી શરુ કરી.ત્યાં તેણે બાળકીને પોતાની પત્ની હોવાની ખોટી ઓળખ આપી ગોંધી રાખી હતી.

તપાસ માટે એક મહિલા પોલીસ અધિકારી સહિત વડોદરા AHTUની પાંચ સભ્યોની ટીમ કર્ણાટક પહોંચી હતી અને સ્થાનિક પોલીસના સહયોગથી, ભારે વરસાદ વચ્ચે પણ બે દિવસ સુધી મંદિર પર ચાંપતી નજર રાખી. ત્રીજા દિવસે સવારે આશરે ૪ વાગ્યે જ્યારે આરોપી મંદિરે આવ્યો ત્યારે તેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે બાળકી ક્યાં છે તેનો ખુલાસો કર્યો. માહિતીનાં આધારે પોલીસે બાળકીને સુરક્ષિત રીતે બચાવીને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું.

ગુજરાતના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (વુમન સેલ, સીઆઈડી ક્રાઈમ),  અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, “એક મહિનાના ઓપરેશન મિલાપની સફળતા બાદ, અમે આ ઝુંબેશને વધુ ૧૦ દિવસ માટે લંબાવી હતી અને ૫૦૦ ગુમ થયેલા બાળકો અને પુખ્ત વયના લોકોને સફળતાપૂર્વક શોધીને તેમના પરિવારો સાથે મેળવ્યા છે. આ લંબાવવામાં આવેલું અભિયાન ૧૨ જૂનથી ૨૧ જૂન દરમિયાન ચલાવવામાં આવ્યું હતું.”

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ, ૭ મે થી ૫ જૂન દરમિયાન, ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન મિલાપ દરમિયાન ૮૫૭ મહિલાઓ અને ૨૩૪ સગીર બાળકીઓ સહિત ૧,૪૭૮ ગુમ થયેલા નાગરીકોને શોધી કાઢ્યા હતા.

માત્ર ૧૦ દિવસની આ લંબાવેલી ઝુંબેશ દરમિયાન, ગુજરાત પોલીસે વધુ ૫૦૦ ગુમ થયેલા નાગરીકોને શોધીને તેમના પરિવારો સાથે મિલન કરાવ્યું હતું, જેમાં ૨૮૮ મહિલાઓ, ૮૮ બાળકીઓ, ૨૧ છોકરાઓ અને ૧૦૩ પુરુષોનો સમાવેશ થાય છે. જેનાથી ૫૦૦ પરિવારોના જીવનમાં અંધકાર દુર થયો, નવી રોશની આવી.

Tags:

CommunitySafetyCommunitySupportCrimePreventionGujaratNewsGujaratPoliceGujaratUpdatesHopeForFamiliesLawEnforcementMissingCitizensMissingPersonsPoliceSuccessPoliceWorkPublicAwarenessSafetyFirstSocialResponsibility

Share Article

Other Articles

Previous

જાફરાબાદમાં દરિયામાં કરંટ: 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં, 700 બોટને લોકડાઉન, કિનારે 3 નંબરનું સિગ્નલ

Next

ઉપલેટા જળમગ્ન, માંગરોળમાં હાઈવે ધોવાયો, જાફરાબાદનો દરિયો ઉગ્ર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
માંગરોળ પાણીમાં ગરક: 5 ફૂટ સુધી ભરાયા ઘર, હોડી વડે થઈ રહી છે અવરજવર
1 કલાક પહેલા
મોરબી: રફાળેશ્વર GIDCના ગોડાઉનમાં 1.5 લાખ બોરી મગફળી ભસ્મ, ફાયર બ્રિગેડે મેજર કોલ કર્યો
1 કલાક પહેલા
સાણંદથી ‘ચીપ ક્રાંતિ’: PM મોદીએ કર્યું સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન, ભારત બનશે વૈશ્વિક હબ
1 કલાક પહેલા
લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ પત્રકાર પરિષદ બોલાવી પુરાવા રજૂ કર્યા
2 કલાક પહેલા
Categories

નેશનલ

3216 Posts

Related Posts

રણજી ટ્રોફી: ધર્મેન્દ્ર-શેલ્ડન સામે રાજસ્થાન ઘૂંટણીયે: સૌરાષ્ટ્રની જીત
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
શેરબજાર કડાકા સાથે બંધ : સેન્સેક્સ 1062 પોઈન્ટ તો નિફ્ટી 335 પોઈન્ટ ગબડ્યો
Breaking
2 વર્ષ પહેલા
યુપીમાં બાળકોથી ભરેલી બસ સાથે શું થયું ? કેવો બન્યો બનાવ ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મહાશિવરાત્રિએ મહાપાલિકાએ ‘ગ્રાહક’ બની પકડ્યું નોનવેજનું વેચાણ !
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર