મંદિર દાન ચોરી મામલે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પરની શંકા વધુ પ્રબળ બની
હજુ મોટા ધડાકા થઈ શકે છે; મિશ્રાએ કહ્યું, આ ચોરી નહી, લૂટ છે
અયોધ્યાના ઐતિહાસિક શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓના ચઢાવાની ચોરીના મામલે એક નવો અને અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. રામ મંદિર ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આ ઘટનાને સામાન્ય ચોરી નહીં પરંતુ ‘લૂંટ’ ગણાવી છે. માધ્યમોમાં તેમના આ કડક નિવેદન બાદ રામ મંદિર ટ્રસ્ટમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને સમગ્ર વ્યવસ્થામાં મોટા ફેરફાર તેમજ જવાબદાર હોદ્દેદારો સામે કડક કાર્યવાહીના સંકેતો મળી રહ્યા છે.
દરમિયાનમાં તપાસ દરમિયાન સીટની ટીમને કેટલાક મહત્વના પુરાવા મળ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું. ખાસ કરીને ચંપત રાય પરની શંકા વધુ પ્રબળ બની રહી છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: ટોલમાંથી મુક્તિની માંગ સાથે ગ્રામજનોનો હલ્લાબોલ
આ કૌભાંડમાં મોનિટરિંગની મોટી ચૂક સામે આવ્યા બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો અંતિમ અહેવાલ આવતાં જ ટ્રસ્ટના કેટલાક ટોચના પદાધિકારીઓની ભૂમિકાની સમીક્ષા થઈ શકે છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, અગ્રણી સભ્ય ડૉ. અનિલ મિશ્રા અને વ્યવસ્થા સંચાલન સાથે જોડાયેલા ગોપાલ રાવ પર જવાબદારી સ્વીકારવાનું દબાણ વધી રહ્યું છે અને તેમને પદ છોડવા માટે પણ કહેવામાં આવી શકે છે.
ચઢાવા પ્રકરણમાં નામ સામે આવ્યા બાદ ટિન્નુ યાદવ નામના કર્મચારી સહિત કેટલાક સ્ટાફ મેમ્બર્સ સામે સીધા પગલાં લેવાય તેવી પૂરેપૂરી સંભાવના છે. જો કે, અત્યાર સુધી ટ્રસ્ટ, એસઆઈટી કે શાસન સ્તર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
