૧૦ માર્ચથી IPL-૨૦૨૭: ૧૫મેએ ફાઈનલ: આ વખતે પણ ૭૪ મેચ જ રમાશે
ખેલાડીઓ-દર્શકોને ગરમીથી બચાવવા ક્રિકેટ બોર્ડની તૈયારી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે દેશના મહત્તમ વિસ્તારોમાં મે મહિનામાં પડતી ભીષણ ગરમીથી ખેલાડીઓને બચાવવા માટે આઈપીએલને આવતાં વર્ષથી ૧૦ માર્ચથી ૧૫ મે સુધી આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. ક્રિકેટ બોર્ડના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યસ્ત કાર્યક્રમને ધ્યાનમાં રાખી આ વખતે પણ મેચની સંખ્યા ૭૪ જ રહેશે. અગાઉ એવી વાત હતી કે ટૂર્નામેન્ટમાં ૯૪ મેચ રમાશે.
આ પણ વાંચો: રોનાલ્ડોની પોર્ટુગલ ૪૫મા નંબરની ટીમને ન હરાવી શકી !
સામાન્ય રીતે આઈપીએલ માર્ચના અંતિમ સપ્તાહમાં શરૂ થાય છે અને મેના અંત સુધી ચાલે છે. સૈકિયાએ કહ્યું કે આઈપીએલને ઝડપથી શરૂ કરવાને કારણે ખેલાડી જ નહીં પરંતુ દર્શકોને પણ ફાયદો થશે. તેમણે કહ્યું કે આ વર્ષે આઈપીએલ ૨૮ માર્ચથી શરૂ થઈ ૩૧ મે સુધી ચાલી હતી. જો કે હવે ૧૦ માર્ચથી શરૂ કરી ૧૫ મે સુધી ટૂર્નામેન્ટ રમાય તેવી ગોઠવણ કરવામાં આવી રહી છે.
આ મુદ્દે બીસીસીઆઈ અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સીલ વચ્ચે ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ નિર્ણય પણ લેવાઈ જશે.
