મોરબી પુલ દુર્ઘટના કેસ: વન ટાઈમ વળતરની માગ હાઈકોર્ટે ફગાવી, પીડિત પરિવારોને સિવિલ કોર્ટનો રસ્તો બતાવ્યો
મોરબી પુલ દુર્ઘટના કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં થઈ. પીડિત પરિવારોએ વન ટાઈમ વળતરની માગ કરી હતી, પરંતુ હાઈકોર્ટે તે માગ ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે વળતરની રકમ નક્કી કરવાનો નિર્ણય સિવિલ કોર્ટ જ આપશે, તેથી પીડિત પરિવારોએ યોગ્ય ફોરમ એટલે કે સિવિલ કોર્ટમાં જવું પડશે. હાઈકોર્ટે એ પણ નોંધ્યું કે પીડિતોને મદ માટે પહેલેથી જ એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. આ ટ્રસ્ટમાંથી પરિવારોને નિયમિત માસિક વળતર આપવામાં આવે છે, ઉપરાંત બાળકોના શિક્ષણ અને લગ્નનો ખર્ચ પણ ચૂકવાય છે. હાઈકોર્ટે કહ્યું કે વન ટાઈમ વળતરનો મુદ્દો સિવિલ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે.
