કેન્સરની લડાઈ થઈ મોંઘી: કીમોની દવાઓ ‘સિસ્પ્લેટિન-કાર્બોપ્લેટિન’ના ભાવવધારાને કેન્દ્રની મંજૂરી, દર્દીઓની ચિંતા વધી
કેન્સર સામે ઝઝૂમી રહેલા કરોડો દર્દીઓ માટે માઠા સમાચાર છે. કેન્દ્ર સરકારે કીમોથેરાપીમાં સૌથી વધુ વપરાતી બે મુખ્ય દવાઓ ‘સિસ્પ્લેટિન’ અને ‘કાર્બોપ્લેટિન’ની કિંમતો વધારવાને મંજૂરી આપી દીધી છે. દેશની અનેક હોસ્પિટલોમાં આ જીવનરક્ષક દવાઓનો સ્ટોક ખતમ થવાના આરે પહોંચ્યો છે અને સર્જાયેલી કટોકટીને ધ્યાનમાં લઈને સરકારે ભાવવધારાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચ્યો છે અને સામાન્ય દર્દીઓ માટે સારવારનો ખર્ચ વધી જવાની ચિંતા ઊભી થઈ છે. બીજી તરફ દવાઓની અછત અને ભાવવધારાની બેવડી સમસ્યા વચ્ચે ઘણી કેન્સર હોસ્પિટલો દર્દીઓની સારવાર કેવી રીતે ચાલુ રાખવી તેને લઈને મૂંઝવણમાં મુકાઈ છે.
